બોલીવૂડની આ એક્ટ્રેસ સાથે હોટલ રૂમમાં એવું તો શું થયું કે જીવ બચાવીને ભાગવું પડ્યું

બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા (Nushrratt Bharuccha) આ દિવસોમાં તેની નવી ફિલ્મ 'છોરી'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં રિલીઝ થયેલી આ હોરર ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નુસરત ભરુચાએ જણાવ્યું કે તે પેરાનોર્મલ એક્ટિવિટીમાં વિશ્વાસ રાખે છે.

Updated By: Nov 30, 2021, 05:23 PM IST
બોલીવૂડની આ એક્ટ્રેસ સાથે હોટલ રૂમમાં એવું તો શું થયું કે જીવ બચાવીને ભાગવું પડ્યું

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા (Nushrratt Bharuccha) આ દિવસોમાં તેની નવી ફિલ્મ 'ચોરી'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં રિલીઝ થયેલી આ હોરર ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નુસરત ભરુચાએ જણાવ્યું કે તે પેરાનોર્મલ એક્ટિવિટીમાં વિશ્વાસ રાખે છે. તેણે ખુલાસો કર્યો છે કે એકવાર તેની સાથે કંઈક અજુગતું થયું કે તે હોટેલ છોડીને ભાગી ગઈ હતી.

હું પેરાનોર્મલ પ્રવૃત્તિમાં માનું છું
ETimes સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન નુસરત ભરુચા (Nushrratt Bharuccha) ને પૂછવામાં આવ્યું કે શું તે ભૂતમાં માને છે અથવા શું તેણે ક્યારેય પેરાનોર્મલ એક્ટિવિટીઝ જેવી વસ્તુઓ અનુભવી છે? જવાબમાં નુસરતે કહ્યું કે હા, હું માનું છું. એકવાર મને હોટલના રૂમમાં કંઈક આવું લાગ્યું, જે પછી હું તરત જ ત્યાંથી ભાગી ગઇ હતી.

જો તમારી પાસે છે 25 Paisa નો આ સિક્કો, તો એક ક્લિકમાં બની જશો લખપતિ; જાણો કેવી રીતે

હોટલના રૂમમાં કંઈક અજુગતું થયું
નુસરત ભરુચા (Nushrratt Bharuccha) એ કહ્યું, 'હું શૂટિંગ માટે દિલ્હી ગઇ હતી અને ત્યાં હું હોટલના રૂમમાં રોકાઇ હતી. પછી મને થોડું વિચિત્ર લાગ્યું. હોટેલના રૂમમાં કપડા લટકાવવા માટે એક નાનો વોરડ્રોપ એરિયા અને સૂટકેસ રાખવા માટે ટેબલ હતું. મેં ટેબલ પર મારી સૂટકેસ ખુલ્લી રાખી હતી અને જ્યારે હું જાગી ત્યારે આ બધુ વ્યવસ્થિત નહોતું જેવું મેં રાખ્યું હતું. સૂટકેસ તે પોઝિશનમાં નીચે પડી હતી, પરંતુ કપડા બધા ફ્લોર પર વેરવિખેર પડ્યા હતા. જે જાતે થઈ શકે નહીં.

કબીર સિંહની એક્ટ્રેસ સાથે જાહેરમાં બે શખ્સોએ કરી એવી હરકત, ખુબ જ ડરી ગઈ છે અભિનેત્રી

હોટલમાંથી જીવ બચાવીને ભાગી હતી નુસરત
નુસરત ભરુચા (Nushrratt Bharuccha) એ કહ્યું કે રૂમમાં આ રીતે રહેવું ખૂબ જ વિચિત્ર અને અલગ હતું. તેણે કહ્યું, 'સૂટકેસ ટેબલ પરથી પડી હોત તો પલટી ગઈ હોત. એ જ સ્થિતિમાં ના હોત. મને ત્યાં કંઈ સામાન્ય લાગ્યું નહીં. મેં મારા સ્ટાફને આ વાત કહી. સ્ટાફે આવીને રૂમ તપાસ્યો અને કહ્યું કે મેડમ, આપણે અહીંથી નીકળી જઈએ. આ પછી હું 30 સેકન્ડમાં જ મારો જીવ બચાવી ભાગી ગઇ.

આ IPL ટીમમાં માત્ર એક ખેલાડી થશે રિટેન! તમામને ચોંકાવતો લીધો મોટો નિર્ણય

દર્શકોને પસંદ પડી 'છોરી'
જણાવી દઈએ કે નુસરત ભરુચા (Nushrratt Bharuccha) ની ફિલ્મ 'છોરી' OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 26 નવેમ્બરે રિલીઝ થઈ છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ Lapachhapi નું રૂપાંતરણ છે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ફુરિયાએ કર્યું છે. ફિલ્મમાં અભિનય માટે નુસરતની ઘણી પ્રશંસા થઈ રહી છે. અગાઉ નુસરત ભરુચા ફિલ્મ 'છલાંગ'માં જોવા મળી હતી, જેમાં તેણે રાજકુમાર રાવ સાથે કામ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube