Movies On OTT: વર્ષ 2023 ના છેલ્લા વીકેન્ડ પર ઓટીટી પર ફિલ્મોનો મેળો, ઘર બેઠા માણો જબરદસ્ત ફિલ્મો
Movies On OTT: આ વર્ષના છેલ્લા વીકેન્ડમાં તમને ઓટીટી પર જોવા મળશે. વર્ષના અંતિમ સપ્તાહમાં ઓટીટી પર બેલ્સ ફિલ્મોની લાંબી લાઇનો છે. તમારી પાસે એક નહીં ઘણા બધા વિકલ્પ છે. જો તમે 31 ની પાર્ટી માટે બહાર જવાના મૂડમાં નથી તો શનિ-રવિની રજામાં આ ફિલ્મોને માણી શકો છો.
Trending Photos
Movies On OTT: વર્ષ 2023 પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ વર્ષ દરમિયાન OTT પર અલગ અલગ ફિલ્મો અને વેબ સિરીઝ સ્ટ્રીમ થતી રહી. ઘણી ફિલ્મો તો ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ કરવામાં આવી હતી. અને કેટલીક હવે આ વર્ષના છેલ્લા વીકેન્ડમાં તમને ઓટીટી પર જોવા મળશે. વર્ષના અંતિમ સપ્તાહમાં ઓટીટી પર બેલ્સ ફિલ્મોની લાંબી લાઇનો છે. તમારી પાસે એક નહીં ઘણા બધા વિકલ્પ છે. જો તમે 31 ની પાર્ટી માટે બહાર જવાના મૂડમાં નથી તો શનિ-રવિની રજામાં આ ફિલ્મોને માણી શકો છો.
વર્ષના છેલ્લા વીકેન્ડ પણ માણો આ ફિલ્મો
સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને આદર્શ ગૌરવ સ્ટારર ખો ગયે હમ કહાં ફિલ્મ ત્રણ મિત્રોની વાર્તા છે, જેઓ સોશિયલ મીડિયાન દુનિયામાં ભીડ વચ્ચે પણ એકલા છે. અર્જુન વરીન સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.
12th ફેઈલ
વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આઈપીએસ મનોજ કુમાર શર્માની બાયોપિક છે, જેમાં વિક્રાંત મેસી મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ થિયેટરોમાં સફળ રહી હતી અને હવે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે.
દોનો
સની દેઓલના દીકરા રાજવીર દેઓલ અને પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા ધિલ્લોને આ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી છે. સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશ બડજાત્યાએ દિગ્દર્શક તરીકેની ઇનિંગ શરૂ કરી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે ઝી5 પર જોવા મળશે.
વન્સ અપોન ટુ ટાઇમ્સ
સોનાક્ષી મિત્તલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સંજય સુરી, મૃણાલ કુલકર્ણી અને અનુદ સિંહ ઢાકા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઝી5 પર રિલીઝ થઈ છે.
સફેદ
આ એક વિધવા અને કિન્નરની વાર્તા છે જેનું નિર્દેશન સંદીપ સિંહે કર્યું છે, જે તમને ઝી5 પર જોવા મળશે.
શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રી
શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રી ફિલ્મ બંગાળી ફિલ્મ પોશ્તોની રિમેક છે. આ એક ઈમોશનલ ફેમિલી ડ્રામા છે. જેમાં પરેશ રાવલ, મિમી ચક્રવર્તી અને શિવ પંડિત મુખ્ય ભૂમિકામાં છે. જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.
થ્રી ઓફ અસ
અવિનાશ અરુણ ધાવરે દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શેફાલી શાહ, જયદીપ અહલાવત અને સ્વાનંદ કિરકિરે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે