ગુજરાતમાં 'આવું' પ્રમાણ પત્ર લઈને દારૂની પરમિટ માંગનારાનો રાફડો ફાટ્યો, જાણો ક્યાં છે સૌથી વધુ પરમિટ ધારકો

આ જાણકારી રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના આંકડાઓથી મળી છે. આંકડા મુજબ નવેમ્બર 2020માં 27452 દારૂ પરમિટ ધારકોની સરખામણીમાં ગુજરાતમાં હવે 43470 પરિમિટ ધારકો છે. 

ગુજરાતમાં 'આવું' પ્રમાણ પત્ર લઈને દારૂની પરમિટ માંગનારાનો રાફડો ફાટ્યો, જાણો ક્યાં છે સૌથી વધુ પરમિટ ધારકો

ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી લઈને રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. હાલમાં જ સરકારે તેમાં થોડી ઢીલ આપી છે. જે મુજબ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવામાં છૂટ આપવામાં આવી છે. તે પહેલા સરકારે સ્વાસ્થ્યના આધાર પર દારૂ ખરીદવાની મંજૂરી આપી હતી. જેની સંખ્યા 3 વર્ષમાં 58 ટકા સુધી વધી ગઈ. આ જાણકારી રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના આંકડાઓથી મળી છે. આંકડા મુજબ નવેમ્બર 2020માં 27452 દારૂ પરમિટ ધારકોની સરખામણીમાં ગુજરાતમાં હવે 43470 પરિમિટ ધારકો છે. 

ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ થયો. આવામાં રાજ્યની રચના બાદથી જ અહીં દારૂના નિર્માણ, સ્ટોર, વેચાણ અને વપરાશ પર  પ્રતિબંધ છે. રાજ્યની વસ્તી લગભગ 6.7 કરોડ હોવાનું અનુમાન છે. એક મીડિયા રિપોર્ટમાં નશાબંધી વિભાગના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવાયું છે કે જે લોકોને સ્વાસ્થ્યના આધાર પર દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે તે સિવાય વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોના લોકોને ગુજરાત પ્રવાસ દરમિયાન વધુમાં વધુ એક અઠવાડિયાના સમયગાળા માટે દારૂ ખરીદવાની મંજૂરી મળે છે. 

આંકડા મુજબ અમદાવાદ જિલ્લો 13456 દારૂ પરમિટ સાથે ટોપ પર છે. ત્યારબાદ સુરતમાં 9238 દારૂ પરમિટ, રાજકોટમાં 4502, વડોદરામાં 2743,  જામગનરમાં 2039 દારૂ પરમિટ, ગાંધીનગર 1851 અને પોરબંદર 1700 પરમિટ સાથે યાદીમાં છે. એક અન્ય આંકડા મુજબ ગુજરાતની 77 હોટલોને પરમિટ ધારકોની સાથે સાથે દેશના અન્ય ભાગો કે વિદેશથી રાજ્યમાં આવનારા લોકોને દારૂ વેચવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. વિભાગ દ્વારા વ્યક્તિઓને દારૂ પરમિટ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે પ્રાદેશિક મેડિકલ બોર્ડ એ જાહેર કરનારું પ્રમાણ પત્ર આપે કે અરજીકર્તાના સ્વાસ્થ્ય માટે દારૂનું સેવન જરૂરી છે. 

ગત અઠવાડિયે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) માં રાજ્ય સરકારે દારૂ પર પ્રતિબંધ હટાવતા દારૂ પીવાની અને પીરસવાની મંજૂરી આપી દીધી. નશાબંધી ખાતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે નવી પ્રણાલી હેઠળ ગિફ્ટ સિટી વિસ્તારમાં હોટલ, રેસ્ટોરા અને ક્લબ (હાલના અને ખુલશે તે) ને વાઈન અને ભોજન સુવિધાઓ માટે પરમિટ આપવામાં આવશે. જો કે તે લોકોને દારૂની બોટલ વેચવાની મંજૂરી મળશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news