'પદ્માવત'એ આ મામલે 'બાહુબલી-2' અને 'દંગલ'ને પણ આપી માત
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીના રોજ દેશભરમાં રિલીઝ થઈ પરંતુ ફિલ્મને લઈને સતત થઈ રહેલા વિવાદોના કારણે કેટલાક રાજ્યોમાં ફિલ્મ રિલીઝ થઈ શકી નથી.
Trending Photos
નવી દિલ્હી: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીના રોજ દેશભરમાં રિલીઝ થઈ પરંતુ ફિલ્મને લઈને સતત થઈ રહેલા વિવાદોના કારણે કેટલાક રાજ્યોમાં ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. દેશમાં ભલે ફિલ્મનો વિરોધ થયો હોય પરંતુ વિદેશમાં ફિલ્મને દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે ફિલ્મમાં દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર લીડ રોલમાં છે અને ફિલ્મની વાર્તા મહારાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી દ્વારા ચિત્તૌડને ધ્વસ્ત કરવા પર આધારિત છે.
દર્શકોને ખુબ પસંદ આવી રહી છે ફિલ્મ
આટલા વિરોધ બાદ પણ પદ્માવત બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ઓવરસીસમાં પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મે ઓવરસીસ માર્કેટમાં બે જ દિવસમાં સારી કમાણી કરી છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મના પહેલા અને બીજા દિવસના કલેક્શને બાહુબલી 2 અને દંગલને પણ પછાડી દીધી છે. હકીકતમાં ઓસ્ટ્રિલિયામાં ફિલ્મે $367,984 એટલે કે 1.88 કરોડનો ધંધો કર્યો છે. ન્યૂઝિલેન્ડમાં NZ$ 64,265 એટલે કે 29.99 લાખ રૂપિયા અને યૂકેમાં પ્રિવ્યુ સ્ક્રિનિંગ દરમિયાન 88.08 લાખની કમાણી કરી છે.
#Padmaavat takes a FANTABULOUS START in key international markets on Thu...
AUSTRALIA: A$ 367,984 [₹ 1.88 cr]
NEW ZEALAND: NZ$ 64,265 [₹ 29.99 lakhs]
UK [preview screenings]: £ 97,604 [₹ 88.08 lakhs]@Rentrak
— taran adarsh (@taran_adarsh) January 26, 2018
બાહુબલી 2 અને દંગલને પણ પછાડી
અત્રે જણાવવાનું કે પદ્માવત ફિલ્મે જ્યાં કુલ $367kથી શરૂઆત કરી હતી ત્યાં એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2એ $212kની કમાણી કરી હતી. આમિર ખાનની ફિલ્મ દંગલે પહેલા દિવસે $247kની કમાણી કરી હતી. હવે જો પદ્માવતની બીજા દિવસની ઓવરસીસ કમાણીની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં 4.65 કરોડ, ન્યૂઝિલેન્ડમાં 76.10 લાખ, યૂકેમાં 2.34 કરોડ અને જર્મનીમાં 52.45 લાખની કમાણી કરી છે.
#Padmaavat
UK
Thu £ 115,710
Fri £ 143,642 [some locations yet to be updated]
Total: £ 259,352 [₹ 2.34 cr]@Rentrak#Padmaavat
GERMANY
Thu € 66,364
Fri biz yet to be updated.
Total: € 66,364 [₹ 52.45 lakhs]@Rentrak
— taran adarsh (@taran_adarsh) January 27, 2018
અત્રે જણાવવાનું કે દીપિકા પાદૂકોણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ શાનદાર પ્રદર્શન કરશે. સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 190 કરોડ રૂપિયાના બજેટથી બનાવવામાં આવી છે. ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે.
#Padmaavat
AUSTRALIA
Thu A$ 363,973
Fri A$ 537,530
Total: A$ 901,503 [₹ 4.65 cr]@Rentrak#Padmaavat
NEW ZEALAND
Thu NZ$ 64,265
Fri NZ$ 98,460
Total: NZ$ 162,725 [₹ 76.10 lakhs]@Rentrak
— taran adarsh (@taran_adarsh) January 27, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે