Parineeti-Raghav ના લગ્નનું વેન્યૂ થયું ફાઈનલ, ઉદયપુરની આ હોટલમાં થશે લગ્ન

Parineeti-Raghav Chadha Wedding: છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ છે કે પરિણીતી અને રાઘવ ના લગ્ન ક્યાં થશે. તેવામાં બંનેના લગ્નનું વેન્યુ ફાઇનલ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપડા અને રાઘવ ચઢા ઉદયપુરમાં લગ્ન કરવાના છે. 

Parineeti-Raghav ના લગ્નનું વેન્યૂ થયું ફાઈનલ, ઉદયપુરની આ હોટલમાં થશે લગ્ન

Parineeti-Raghav Chadha Wedding: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢાએ ધામધૂમથી સગાઈ કરી ત્યાર પછીથી તેમના લગ્નની ચર્ચાઓ સતત થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ છે કે પરિણીતી અને રાઘવ ના લગ્ન ક્યાં થશે. તેવામાં બંનેના લગ્નનું વેન્યુ ફાઇનલ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપડા અને રાઘવ ચઢા ઉદયપુર ની એક લક્ઝુરીયસ હોટલમાં લગ્ન કરવાના છે. સગાઈ ની જેમ આ કપલ પોતાના લગ્ન પણ ટ્રેડિશનલ અને ઈન્ટિમેટ રાખવા ઈચ્છે છે. એટલે કે નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં જ લગ્ન થશે. 

આ પણ વાંચો:

મીડિયા રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપડા અને રાઘવ ચઢા ઉદયપુરની ઝીલ પીચોલા નજીક આવેલી ધ ઓબરોય ઉદય વિલાસ લક્ઝરી પેલેસ હોટેલમાં લગ્ન કરશે. રાઘવ અને પરિણીતી બંનેએ આ હોટલને ગ્રીન સિગ્નલ આપી દીધુ છે. પરિણીતી અને રાઘવ વર્ષ 2023 ના અંતે સપ્ટેમ્બર થી નવેમ્બર સુધીમાં લગ્નની ડેટ ફાઇનલ કરી શકે છે. જોકે લગ્નના વેન્યુને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

પરિણીતી ચોપડા અને રાઘવના લગ્ન પારંપરિક રીતો સાથે થશે. કારણ કે બંને પરિવારો ટ્રેડિશનલ લગ્ન કરવા ઈચ્છે છે જેમાં બધા જ રીત રિવાજોનું પાલન થાય. આ કપલ લગ્ન પણ નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં જ કરશે. 

મહત્વનું છે કે પરિણીતી ની બહેન પ્રિયંકા ચોપડા એ પણ નિક જોનાસ સાથે રાજસ્થાનના પેલેસમાં જ લગ્ન કર્યા હતા. ત્યાર પછી આ વર્ષમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તેમજ કેટરીના કેફ અને વિકી કૌશલ પણ રાજસ્થાનમાં જ લગ્ન કરી ચૂક્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news