ખોડલધામ ચેરમેન નરેશ પટેલ દિલ્લીથી ફર્યા પરત, 'કહ્યું 15 મે પહેલા હું મારો નિર્ણય જાહેર કરીશ'

દિલ્હીથી પરત ફરેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં કોઇની સાથે મારી મુલાકાત થઇ નથી હું મારા વ્યક્તિગત કામથી બહાર ગયો હતો. સર્વે થઇ ગયો છે અને સોમવારે અમારી મીટીંગ મળશે. ટુંક સમયમાં હું મારો અંતિમ નિર્ણય જાહેર કરીશ. 

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ દિલ્લીથી ફર્યા પરત, 'કહ્યું 15 મે પહેલા હું મારો નિર્ણય જાહેર કરીશ'

ગૌરવ દવે/રાજકોટ : કોંગ્રેસમાં ટૂંક સમયમાં કંઇક મોટી નવા જૂની જોવા મળશે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે. દિલ્હીથી પરત ફરેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં કોઇની સાથે મારી મુલાકાત થઇ નથી હું મારા વ્યક્તિગત કામથી બહાર ગયો હતો. સર્વે થઇ ગયો છે અને સોમવારે અમારી મીટીંગ મળશે. ટુંક સમયમાં હું મારો અંતિમ નિર્ણય જાહેર કરીશ. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગઇકાલે લગ્ન પ્રસંગમાં પ્રશાંત કિશોરને મળ્યો છું, 2 મેના રોજ જોડાવવાની કોઇ વાત નથી. હું એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે દિલ્હી ગયો હતો. 15 મે પહેલાં હું મારો નિર્ણય જાહેર કરીશ. હજુ પાટીદારો સામેના ઘણા કેસો પાછા ખેંચાયા નથી. હું સતત પક્ષના સંપર્કમાં છું.  

 

નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીનું A to Z

ડિસેમ્બર મહિનો
નરેશ પટેલે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા
ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી

જાન્યુઆરી મહિનો
નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશવાના ફરીથી સંકેત આપ્યા

ફેબ્રુઆરી મહિનો
નરેશ પટેલે કહ્યું- તમામ પક્ષોએ મને આમંત્રણ આપ્યું

8 માર્ચ 
કોંગ્રેસે રાજકારણમાં આવવા નરેશ પટેલને આમંત્રણ આપ્યું
હાર્દિક પટેલે કહ્યું- નરેશભાઈ કોંગ્રેસમાં આવે તો સ્વાગત

15 માર્ચ 
નરેશ પટેલે કહ્યું- સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ
20થી 30 માર્ચ વચ્ચે રાજકારણમાં આવવા નિર્ણય લઈશ

12 માર્ચ 
આમ આદમી પાર્ટીએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું

17 માર્ચ 
સીઆર પાટીલે કહ્યું નરેશ પટેલ અને ભાજપનો સાથ જળવાઈ રહેશે

20 માર્ચ 
નરેશ પટેલે કહ્યું રાજકારણમાં જોડાવા મને હજુ થોડો સમય આપો

25 માર્ચ
શિવરાજ પટેલે કહ્યું કે મારા પિતાએ રાજકારણમાં જોડાવું જોઈએ

26 માર્ચ 
નરેશ પટેલે કહ્યું એપ્રિલમાં રાજકારણમાં પ્રવેશ અંગે નિર્ણય લઈશ

28 માર્ચ
નરેશ પટેલે કહ્યું સર્વે બાદ રાજકારણમાં જોડાવાનો નિર્ણય લઈશ

30 માર્ચ
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવા અહેવાલ સામે આવ્યા

3 એપ્રિલ
નરેશ પટેલે ફરી કહ્યું સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ

20 એપ્રિલ 
નરેશ પટેલની દિલ્લીની મુલાકાતો વધી 

23 એપ્રિલ
નરેશ પટેલ મેના પહેલા સપ્તાહમાં કોંગ્રેસમાં જોડાઈ શકે

પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે
કોંગ્રેસે પણ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધુ છે. ત્યારે દિલ્હીના દિગ્ગજો ગુજરાતમા આવી રહ્યાં છે. મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી શકે છે. પ્રિયંકા ગાંધી મધ્ય ગુજરાતમાં મહિલા સંમેલનને સંબોધશે. આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સમેલન અંગેની તૈયારી શરૂ કરાઈ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી છે. ગુજરાતના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનુ આયોજન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news