ટોપના સિંગરને કોણે ચરસના રવાડે ચડાવી દીધો? સ્ફોટક ખુલાસો, જાણો શું કહ્યું સિંગરે?
આ પંજાબી સિંગર પોતાની વિવાદાસ્પદ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખોટા કારણસર ચર્ચામાં રહ્યો. હાલમાં જે તેણે એક ઈન્ટરવ્યુમાં તેની નશાની લત અને લગ્નજીવન વિશે પણ વાત કરી.
Trending Photos
પંજાબી સિંગર અને રેપર તથા કમ્પોઝર યો યો હની સિંહ હાલ પોતાના એક ઈન્ટરવ્યુના કારણે ચર્ચામાં છે. હની સિંહ પોતાની વિવાદાસ્પદ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખોટા કારણસર ચર્ચામાં રહ્યો. હાલમાં જે તેણે એક ઈન્ટરવ્યુમાં તેની નશાની લત અને લગ્નજીવન વિશે પણ વાત કરી.
હની સિંહે લલ્લનટોપને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ફેમ મળ્યા બાદ તેનું દિમાગ છટકી ગયું હતું. તે હશીશ (ચરસ) પીવા લાગ્યો હતો. બીજો વિસ્ફોટક ખુલાસો હની સિંહે એ કર્યો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા મોટા લોકોએ જ તેને નશાની લતમાં ધકેલ્યો હતો. હની સિંહે કહ્યું કે "ઈન્ડસ્ટ્રીના લોકોએ મને ઉક્સાવ્યો હતો. તેઓ કહેતા હતા કે, અરે સરદાર મોટો તુ પંજાબી છે. દારૂ પી લે છે. આ (હેશ) કરીને દેખાડ."
હની સિંહે લલ્લનટોપને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ફેમ મળ્યા બાદ તેનું દિમાગ છટકી ગયું હતું. તે હશીશ (ચરસ) પીવા લાગ્યો હતો. બીજો વિસ્ફોટક ખુલાસો હની સિંહે એ કર્યો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા મોટા લોકોએ જ તેને નશાની લતમાં ધકેલ્યો હતો. હની સિંહે કહ્યું કે "ઈન્ડસ્ટ્રીના લોકોએ મને ઉક્સાવ્યો હતો. તેઓ કહેતા હતા કે, તુ તો પંજાબ પુત્તર છે, તુ આ બધુ ન કરે, મે કહ્યું કે લાઓ કરું છું અને પછી આ રીતે ડ્રગ એડિક્શન વધતું ગયું. હું એટલો બધો વધારે નશો કરવા લાગ્યો હતો કે હંમેશા હાઈ રહેતો હતો. પરંતુ કોઈને ખબર પડતી નહતી કારણ કે બધુ કામ પણ કરી લેતો હતો. બસ સૂતો નહતો.
હની સિંહે કહ્યું કે, મે કહ્યું કે આ શું છે, બે કરું છું. પછી કઈ થયું નહીં. પછી એક થી બે, પછી ત્રણ, ચાર અને પછી તો આદત પડી ગઈ. સિંગરે વધુમાં કહ્યું કે મે એક છોકરો નોકરી પર રાખ્યો હતો જે મને રોલ બનાવીને આપતો હતો. કારણ કે મને રોલ બનાવતા આવડતું નહતું.
પરિવાર છૂટ્યો
હની સિંહે કહ્યું કે હું એટલો નશામાં ડૂબેલો રહેતો હતો કે મને મારી આજુબાજુની કોઈ ખબર રહેતી નહતી. તે વખતે હું મારી પત્ની શાલિનીથી પણ દૂર થતો ગયો. 2011ની આજુબાજુ મારા લગ્ન થયા હતા. લગ્નના 9-10 મહિના સુધી બધુ ઠીક હતું પરંતુ પછી સફળતાના કારણે મારું મગજ ચકરાઈ ગયું. માતા પિતા, શાલિની કોઈની સાથે મે સંબંધ રાખ્યો નહીં. મે ઘર તરફ જોવાનું જ છોડી દીધુ. હું પૈસા, પ્રસિદ્ધિ, નશો અને છોકરીઓમાં ખોવાઈ ગયો.
હની સિંહે એમ પણ કહ્યું કે આ કારણસર મને બાઈપોલર ડિસઓર્ડરની સમસ્યા થઈ ગઈ હતી. આ એક એવી બીમારી છે જેમાં દિમાગ મનગઢંત ચીજો ઈમેજિન કરવા લાગે છે. 1000 ટકા એ સાચુ જ છે એમ વિચારે છે. હું કહીશ કે દારૂ આમ છતાં ઠીક છે પરંતુ સૂકો નશો જેમ કે ગાંજો, કોકિન, ચરસ ક્યારેય લેવા જોઈએ નહીં.
હેશ કે ચરસથી થતા નુકસાન
હશીશ કે જેને મોટાભાગે હેશ તરીકે ઓળખવામાં આવે છે. તેને કેનબિસ (ભાંગનો છોડ)થી બનાવવામાં આવે છે. આ છોડના સૂકા, કપાયેલા પાંદડા, બીજ અને ફૂલોના એક લીલા, ભૂખરા કે ગ્રે ચિકણા રાળ મિશ્રણથી બને છે. તેમાં THC (ડેલ્ટા-9-ટેટ્રાહાઈડ્રોકેનાબિનોલ)નું પ્રમાણ વધુ હોય છે જે તેને વધુ ખતરનાક બનાવે છે.
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે તેના પ્રયોગથી મગજ પોતાનું સંતુલન ગુમાવી શકે છે. માણસને સમજવામાં-વિચારવામાં સમસ્યા, કો-ઓર્ડિનેશનની કમી, હાર્ટ રેટ વધવા, ચિંતા, ડિપ્રેશન, ઓવરથિંકિંગ અને ગભરાહટ જેવી સમસ્યાઓ થઈ શકે છે. TMC વાળી વસ્તુઓને શ્વાસ દ્વારા અંદર લેનારા લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ વ્યક્તિઓને ઉધરસ, કફ, ક્રોનિક બ્રોન્કાઈટિસના લક્ષણો, શરદી સામાન્ય રીતે જોવા મળે છે. આવા લોકોને ન્યૂમોનિયા જેવા ફેફસાના ચેપનું જોખમ રહે છે. તેમાં કેન્સર પેદા કરનારા કેટલાક કેમિકલ્સ પણ હોઈ શકે છે. આવી ચીજોનું સેવન ક્યારેય કરવું જોઈએ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે