સિદ્ધુ મૂસેવાલા બાદ વધુ એક પંજાબી સિંગર પર હુમલો, હની સિંહે શેર કર્યો દર્દનાક ફોટો

હની સિંહે અલ્ફાઝનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટામાં અલ્ફાઝ હોસ્પિટલના બેડ પર જોઈ શકાય છે. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેનો એક હાથ ઓશીકા પર રાખવામાં આવ્યો છે.

સિદ્ધુ મૂસેવાલા બાદ વધુ એક પંજાબી સિંગર પર હુમલો, હની સિંહે શેર કર્યો દર્દનાક ફોટો

નવી દિલ્હી: પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાએ સમગ્ર પંજાબી ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. તેમની વસમી વિદાયથી સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સિદ્ધુના મોતના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં વધુ એક પંજાબી સિંગર પર હુમલો થયો છે. રેપર હની સિંહે ગાયક અલ્ફાઝનો ફોટો શેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા છે.

અલ્ફાઝ પર હુમલો
હની સિંહે અલ્ફાઝનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટામાં અલ્ફાઝ હોસ્પિટલના બેડ પર જોઈ શકાય છે. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેનો એક હાથ ઓશીકા પર રાખવામાં આવ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે અલ્ફાઝની હાલત ખૂબ જ ખરાબ છે. હનીએ કેપ્શનમાં લખ્યું, 'ગઈ રાત્રે મારા ભાઈ અલ્ફાઝ પર કોઈએ હુમલો કર્યો. જેણે પણ આ કાવતરું કર્યું છે, હું તેને છોડીશ નહીં. કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો.'

પંજાબી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ અલ્ફાઝના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. જ્યારે, ચાહકો આ સમાચારથી ચોંકી ગયા છે. અલ્ફાઝ પર હુમલો કરનારાઓની ઓળખ હજુ સુધી થઈ નથી. તમને જણાવી દઈએ કે અલ્ફાઝ એક પ્રખ્યાત પંજાબી ગાયક છે. આ સિવાય તે એક્ટર, મોડલ, લેખક પણ છે.

કોણ છે સિંગર અલ્ફાઝ 
તેનું સાચું નામ અનંજોત સિંહ પન્નુ છે. અલ્ફાઝનો જન્મ ચંદીગઢમાં થયો હતો. તેણીએ 2011 માં પંજાબી ગીત 'હાય મેરા દિલ' થી 2011માં પોતાનું સિંગિગ ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે બોલિવૂડમાં બર્થ ડે બેશ ગીત ગાયું હતું. અલ્ફાઝ વર્ષ 2013માં ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેની પ્રથમ ફિલ્મ જટ્ટ એરવેઝ હતી.

કહેવાય છે કે 14 વર્ષની ઉંમરે અલ્ફાઝે ગીતો લખવાનું શરૂ કર્યું હતું. તેમનું પ્રથમ લખાયેલ ગીત તેમના ક્રશથી પ્રેરિત હતું. 12મા ધોરણમાં પહોંચીને તેણે કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. ઉપરાંત, તે શાળા-કોલેજમાં ભગડાના ક્લાસ પણ આપતો હતો. તે સમયે તેમનો પગાર 25 હજાર રૂપિયા હતો. અલ્ફાઝ બાળપણમાં લિરિકલ માસ્ટર તરીકે પણ જાણીતો હતો. એવું કહેવાય છે કે તેઓ તેમના જીવનથી પ્રેરિત થઈને ગીતો લખે છે.

સિદ્ધુ મૂઝવાલા વિશે વાત કરીએ તો તે એક પ્રખ્યાત પંજાબી સિંગર અને રેપર હતા. સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ આવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news