IND vs SA: કોહલીએ રચ્યો મોટો ઈતિહાસ, આ મહારેકોર્ડ બનાવનાર ભારતનો પહેલા બેટ્સમેન
India vs South Africa: વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 11,000 પુરા કરનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 19મો રન બનાવતાની સાથે જ આ મહાન રેકોર્ડ બનાવી લીધો હતો.
Trending Photos
Virat Kohli Record: ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચ દરમિયાન ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીએ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલી પહેલા કોઈ ભારતીય બેટ્સમેન આ કારનામું કરી શક્યો નથી.
કોહલીએ રચ્યો ઈતિહાસ
વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 11,000 પુરા કરનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 19મો રન બનાવતાની સાથે જ આ મહાન રેકોર્ડ બનાવી લીધો હતો. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 28 બોલમાં 49 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના હવે T20 ક્રિકેટમાં 11,030 રન છે. વિરાટ કોહલી પહેલા આજ સુધી કોઈ ભારતીય બેટ્સમેન આ મહાન રેકોર્ડ બનાવી શક્યો નથી.
આ મહાન રેકોર્ડ બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો વિરાટ
વિરાટ કોહલીએ અત્યાર સુધી 354 T20 મેચમાં 11030 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, શોએબ મલિક અને વિરાટ કોહલીએ જ 11000 કે તેથી વધુ રન બનાવવા માટે કમાલ કરી છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
1. ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 463 મેચમાં 14562 રન
2. કિરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ) - 614 મેચમાં 11915 રન
3. શોએબ મલિક (પાકિસ્તાન) - 481 મેચમાં 11902 રન
4. વિરાટ કોહલી (ભારત) - 354 મેચમાં 11030 રન
5. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) - 328 મેચમાં 10870 રન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીના નામે 71 સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીઓની વાત કરીએ તો વિરાટ કોહલીના નામે હવે 71 સદી છે અને આ મામલામાં તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. રિકી પોન્ટિંગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 71 સદી ફટકારી છે. આ યાદીમાં સચિન તેંડુલકર ટોપ પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 100 સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
1. સચિન તેંડુલકર (ભારત) - 100 સદી
2. વિરાટ કોહલી (ભારત) - 71 સદી / રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 71 સદી
3. કુમાર સંગાકારા (શ્રીલંકા) - 63 સદી
4. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) - 62 સદી
5. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) - 55 સદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે