PHOTOS: મોડી રાતે આલિયા, રણબીર અને મહેશ ભટ્ટ વચ્ચે શું ખિચડી રંધાઈ રહી છે?

રણબીર કપૂર હાલ તેની ફિલ્મ સંજૂની બ્લોકબસ્ટર સફળતાને બરાબર માણવાના મૂડમાં છે. આ સાથે જ આલિયા ભટ્ટા સાથે તેના અફેરની પણ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. સંજૂ ફિલ્મ માત્ર સાત જ દિવસમાં 200 કરોડથી પણ વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. રણબીરની સૌથી સુપરહીટ ફિલ્મ પણ બની છે. રણબીરની પર્સનલ લાઈફ પણ હાલ ખુબ ચર્ચામાં છે. આલિયા ભટ્ટ સાથે રિલેશનશીપની ચારેબાજુ ચર્ચા છે. બંને એક્ટરો છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 
PHOTOS: મોડી રાતે આલિયા, રણબીર અને મહેશ ભટ્ટ વચ્ચે શું ખિચડી રંધાઈ રહી છે?

મુંબઈ: રણબીર કપૂર હાલ તેની ફિલ્મ સંજૂની બ્લોકબસ્ટર સફળતાને બરાબર માણવાના મૂડમાં છે. આ સાથે જ આલિયા ભટ્ટા સાથે તેના અફેરની પણ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. સંજૂ ફિલ્મ માત્ર સાત જ દિવસમાં 200 કરોડથી પણ વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. રણબીરની સૌથી સુપરહીટ ફિલ્મ પણ બની છે. રણબીરની પર્સનલ લાઈફ પણ હાલ ખુબ ચર્ચામાં છે. આલિયા ભટ્ટ સાથે રિલેશનશીપની ચારેબાજુ ચર્ચા છે. બંને એક્ટરો છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 

Ranbir Kapoor Spotted at Alia Bhatt’s house to meet her family, View Photos

અગાઉ સોનમ કપૂરના રિસેપ્શનમાં બંને પહેલીવાર એકસાથે જોવા મળ્યાં હતાં. ત્યારબાદ તો આલિયા અને રણબીર અનેકવાર સાથે જોવા મળ્યાં. તાજેતરમાં પણ જ્યારે રણબીર કપૂર સંજૂના પ્રમોશનમાં વ્યસ્ત હતો ત્યારે પણ આલિયા ભટ્ટ તેની સાથે જોવા મળી હતી. હવે શુક્રવારે ફરીએકવાર રણબીર કપૂર અને આલિયા બંને આલિયા ભટ્ટના ઘરે એકસાથે જોવા મળ્યાં. 

Ranbir-Kapoor-Alia-Bhatt-Mahesh-Bhatt-(1)

આ દરમિયાન રણબીર કપૂર મહેશ ભટ્ટ અને આલિયા સાથે ખુબ મહત્વની વાતોમાં પરોવાયેલો જોવા મળ્યો. આલિયાના ઘરમાં રણબીરની આ તસવીરો જોઈને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે બંનેના સંબંધોથી બધા રાજી છે. કપૂર પરિવાર સાથે તો આલિયાની નિકટતા પહેલા જ સામે આવી ગઈ છે પરંતુ હવે રણબીરની ભટ્ટ ફેમિલી સાથે પણ નિકટતા જોવા મળી રહી છે. જે ઈશારો કરે છે કે આ કપલ પોતાની રિલેશનશીપને દરેક એંગલથી ચકાસવા માંગે છે.

Ranbir-Kapoor-(1)

રણબીર અને આલિયાના ફેન્સ તેમને રાલિયા જેવા નામથી બોલાવવા લાગ્યાં છે. આલિયા જો કે આ સંબંધ પર કઈ પણ કહેતા બચતી જોવા મળી રહી છે પરંતુ રણબીરને તેને સ્વીકારવામાં કોઈ વાંધો લાગતો નથી. હવે અહીં જે તસવીરો આવી છે તે જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે રણબીર અને આલિયાના સંબંધને લઈને તેમના પરિવાર પણ ગંભીર છે. બંને અયાન મુખરજીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ સાથે જોવા મળશે. એવું કહેવાય છે કે આ ફિલ્મના સેટ ઉપર જ બંને વચ્ચે નીકટતા વધી હતી.

Mahesh-Bhatt-(1) (1)

(અહેવાલ-સાભાર બોલિવૂડ લાઈફ.કોમ)

(તસવીરો-યોગેન શાહ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news