Chiken ખાનારા થઇ જાય હોશિયાર! ગ્રાહકોને KFC ના ભોજનમાં મળી હચમચાવી દેનાર વસ્તુ

નોન વેજિટેરિયન ફૂડ લવર્સને ચિકન ખાવાનું ખૂબ ગમે છે. KFC ફૂડ કંપની વિવિધ પ્રકારની ચિકન ડીશ વેચે છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળના સમાચાર આપણે ઘણી વખત સાંભળ્યા છે, પરંતુ એક મહિલા ગ્રાહકને તેના નોન-વેજ ફૂડમાં એવી વસ્તુ મળી, જેને જોઈને તે દંગ રહી ગઈ.

Chiken ખાનારા થઇ જાય હોશિયાર! ગ્રાહકોને KFC ના ભોજનમાં મળી હચમચાવી દેનાર વસ્તુ

KFC: નોન વેજિટેરિયન ફૂડ લવર્સને ચિકન ખાવાનું ખૂબ ગમે છે. KFC ફૂડ કંપની વિવિધ પ્રકારની ચિકન ડીશ વેચે છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળના સમાચાર આપણે ઘણી વખત સાંભળ્યા છે, પરંતુ એક મહિલા ગ્રાહકને તેના નોન-વેજ ફૂડમાં એવી વસ્તુ મળી, જેને જોઈને તે દંગ રહી ગઈ. તેણે તેના જીવનમાં ક્યારેય આવી વસ્તુનો અનુભવ કર્યો ન હોત, જે તેને KFC ઓર્ડરમાં જોવા મળ્યો હતો.

મહિલાને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે તેણે તેના તાજા KFC હોટ વિંગ્સ (KFC Hot Wings) ના બૉક્સમાં ચિકનનું આખું માથું મળ્યું. મીલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં ચિકનનું આખું માથું, આંખો અને ચાંચ દેખાઈ રહી છે.

ભોજનના બોક્સમાંથી ચિકનનું આખું માથું મળ્યું
KFC હોટ વિંગ્સ (KFC Hot Wings) ના એક બોક્સમાં મહિલાને ચિકનનું આખું માથું બેટર સાથે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ મળ્યું. ફોટોમાં જોઈ શકાય છે કે તે ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું છે. KFC ની ગ્રાહક ગેબ્રિયેલે કથિત રીતે સાઉથેસ્ટ લંડનના ટ્વિકેનહૈમમાં KFC ફેલ્થમ પાસેથી ઓર્ડર કર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર રિવ્યૂ સાથે પોસ્ટ કરવામાં આવી તસવીર
તેણે પોતાના KFC ભોજનની ચોંકાવનારી તસવીર ઇન્સ્ટાગ્રામ પર એક નોટ સાથે પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, 'મને મારા હોટ વિંગ્સ મીલના ઓર્ડરમાં ફ્રાઈડ ચિકન હેડ મળ્યું. જેના કારણે હું મારા સંપૂર્ણ ભોજનનો આનંદ માણી શકી નહી. ઓહ' ગેબ્રિયલ જસ્ટઇસ્ટ પર તેણે રિવ્યૂમાં બે સ્ટાર આપ્યા.

ચિકન હેડની વાયરલ તસવીર પર KFCની પ્રતિક્રિયા
'ધ સન'ના એક અહેવાલ અનુસાર, KFCએ ટ્વિટર પર કહ્યું કે આ ઘટનાએ ચોંકાવી દીધું છે અને ગ્રાહક દ્વારા આપવામાં આવેલા રિવ્યુને 'મોસ્ટ જેનર ટૂ-સ્ટાર રિવ્યૂ' ગણાવ્યો છે. કેએફસીએ કહ્યું કે તે આ મામલે તપાસ કરી રહી છે. KFC એ રિપોર્ટને ટાંકીને કહ્યું, 'આ તસવીર જોઈને અમે ખરેખર ચોંકી ગયા છીએ. ઘટનાની માહિતી મળ્યા બાદ અમે ગેબ્રિયલના સંપર્કમાં છીએ. અમે જોઈ રહ્યા છીએ કે આ બધું કેવી રીતે થયું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news