પહેલાં કરતાં વધુ દમદાર છે 'લાલ કપ્તાન'નું બીજું ટ્રેલર, જુઓ VIDEO

'જો આંખો સે દિખ જાય, વો જખ્મ હી ક્યા' જેવા દમદાર ડાયલોગથી ખબર પડે છે કે ફિલ્મમાં સૈફ બિલકુલ નવા અવતાર ઉપરાંત ઘણુ બધુ છે, જે દર્શકોને ખૂબ ગમશે. ફિલ્મ લાલ કેપ્ટન (Laal kaptaan) 18 ઓક્ટોબરના રોજ રિલીજ થવા જઇ રહી છે.

પહેલાં કરતાં વધુ દમદાર છે 'લાલ કપ્તાન'નું બીજું ટ્રેલર, જુઓ VIDEO

નવી દિલ્હી: બોલીવુડ દિગ્ગજ અભિનેતા સૈફ અલીખાન (Saif Ali Khan) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ અવેટેડ ફિલ્મ 'લાલ કેપ્ટન' (Laal kaptaan)' નું બીજું ટ્રેલર થોડીવાર પહેલાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના બીજા પાર્ટનું ટ્રેલર છે. આ પહેલાં મેકર્સે ફિલ્મના ફર્સ્ટ પાર્ટનું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેનું નામ 'ચેપ્ટર વન-ધ હંટ' આપવામાં આવ્યું હતું. હવે બીજા ટ્રેલરનું નામ 'ચેપ્ટર ટૂ ધ ચેંજ' આપવામાં આવ્યું છે. આ બીજું ટ્રેલર પહેલાં પાર્ટ કરતાં વધુ દમદાર લાગી રહ્યું છે, જે રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. 

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
'જો આંખો સે દિખ જાય, વો જખ્મ હી ક્યા' જેવા દમદાર ડાયલોગથી ખબર પડે છે કે ફિલ્મમાં સૈફ બિલકુલ નવા અવતાર ઉપરાંત ઘણુ બધુ છે, જે દર્શકોને ખૂબ ગમશે. ફિલ્મ લાલ કેપ્ટન (Laal kaptaan) 18 ઓક્ટોબરના રોજ રિલીજ થવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે ફિલ્મ લાલ કેપ્ટન (Laal kaptaan)' માં સૈફ અલી ખાન (Saif Ali Khan) ના પાત્રનું નામ 'નાગા સાધુ' છે. આ ટ્રેલરમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) એટલો દમદાર જોવા મળી રહ્યો છે કે ક્લોઝઅપ શોટમાં પણ તેને ઓળખવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે. તમે પણ જુઓ ફિલ્મ'લાલ કેપ્ટન'નું બીજું ટ્રેલર- 

આ ફક્ત 1 મિનિટ 29 સેકન્ડના ટ્રેલરમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) ખૂબ હિંસક જોવા મળી રહ્યો છે. ટ્રેલર સૈફ અલી ખાન (Saif Ali Khan)ના ક્લોઝઅપ શોટ, માથા પર લાલ તિલક, આંખોમાં કાજલ અને ચહેરા પર લાગેલી ભસ્મથી શરૂ થાય છે. સૈફની આંખોમાં એક પ્રશ્ન અહી ખૂબ આકર્ષક લાગે છે. ફિલ્મને નવદીપ સિંહે ડાયરેક્ટ અને આનંદ એલ રાયે પ્રોડ્યૂસ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટ બદલી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news