'અર્જુન રેડ્ડી' પર બોલ્યા શાહિદ કપૂર, ઈમાનદાર અને સાચો છે કબીર સિંહ

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ થોડા દિવસોથી ચર્ચામાં છે. 
 

'અર્જુન રેડ્ડી' પર બોલ્યા શાહિદ કપૂર, ઈમાનદાર અને સાચો છે કબીર સિંહ

નવી દિલ્હીઃ અભિનેતા શાહિદ કપૂર તેલુગૂ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક કબીર સિંહમાં જોવા મળશે. અભિનેતાનું કહેવું છે કે કબીર સિંહની ટીમે મૂળ ફિલ્મની ભાવનાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. સંદીપ વાંગા દિગ્દર્શિત ફિલ્મમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. સંદીપનો નાતો મૂળ ફિલ્મ સાથે પણ હતો. ફિલ્મમાં કિયારા અડવાણી પણ છે આ ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે. 

શાહિદે જણાવ્યું કે, મૂળ ફિલ્મની ભાવના સાચી અને ઈમાનદાર હતી. મને લાગે છે કે ફિલ્મમાં તમામ વાતોને તેજ પ્રકારે કહેવામાં આવી છે. આ એક પાત્રની યાત્રા છે જે ભાવનાઓના ઘણા પડાવમાંથી પસાર થાય છે. તેણે કહ્યું ફિલ્મની ઈમાનદારી દર્શકોને પોતા સાથે બાંધે છે. બાકી તો આ પ્રકારની ફિલ્મ માટે સીમિત દર્શક હોય છે. પરંતુ દરેક વર્ગના દર્શકોએ તેને પસંદ કરી. હવે તેને ફરી નવા અંદાજમાં લાવવાનો વિચાર છે. 

અભિનેતાએ કહ્યું કે, તેની ફિલ્મની મૂળ ભાવનાને જાળવી રાખી છે અને સાથે નવા અંદાજમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં એક શરાબી સર્જનની કહાની છે જે પોતાની પૂર્વ પ્રેમિકાએ લગ્ન કરી લીધા બાદ પોતાને તબાહીના માર્ગ પર લઈ જાય છે. શાહિદે કહ્યું કે, તે અનુભવ કહે છે કે કોઈપણ ફિલ્મની રીમેક બનાવવી મુશ્કેલ પ્રક્રિયા છે કારણ કે તમે મૂળ ફિલ્મની નકલ ન બનાવી શકો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

મૂળ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં હૈદરાબાદ અને બેંગલુરૂની સ્ટોરી હતી. કબીર સિંહ છે, જેમાં દિલ્હી અને મુંબઈની કહાની હશે. હોઈ શકે કે અર્જુન અને કબીર ભાઈ લાગતા હોય પરંતુ તે એક વ્યક્તિ ન હોઈ શકે. મારી યાત્રા માત્ર કબીર સિંહની શોધની છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news