Honey Singh Divorce: પત્નીને છૂટાછેડા આપવા સિંગરને પડ્યા મોંઘા, હની સિંહને ચૂકવવા પડ્યા આટલા કરોડ રૂપિયા

Honey Singh Shalini Talwar Alimony: સિંગર હની સિંહ અને શાલિની તલવારના છૂટાછેડા થઈ ગયા છે. શાલિનીએ હની સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ ગત વર્ષે તેમણે છૂટાછેડા માટે અરજી કરી હતી.

Honey Singh Divorce: પત્નીને છૂટાછેડા આપવા સિંગરને પડ્યા મોંઘા, હની સિંહને ચૂકવવા પડ્યા આટલા કરોડ રૂપિયા

Honey Singh and Shalini Talwar Divorce: બોલીવુડ સિંગર અને રેપર હની સિંહ અને શાલિની તલવારના 10 વર્ષ જૂના લગ્ન હવે ખતમ થઈ ગયા છે. હની સિંહ અને શાલિની તલવાર 23 જાન્યુઆરી 2011 ના દિલ્હી સ્થિત એક ગુરૂદ્વારમાં શીખ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન એટલા સિક્રેટ હતા કે ત્રણ વર્ષ બાદ બંનેના અફેરના સમાચાર મીડિયામાં આવ્યા હતા. જોકે, શાલિની તલવારે હની સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ગત વર્ષે છૂટાછેડાની અરજી કોર્ટમાં દાખલ કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે શાલિનીએ છૂટાછેડા માટે 10 કરોડ રૂપિયા માગ્યા પરંતુ તેને તેના કરતા ઓછા મળ્યા.

લગ્નના થોડા વર્ષ બાદ શરૂ થઈ મુશ્કેલીઓ
કોરોના વાયરસ દરમિયાન શાલિનીએ પૂર્વ પતિ હની સિંહ પર મારામારી-ઘરેલુ હિંસા અને બીજી મહિલાઓ સાથે સંબંધ બનાવવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હીના સાકેત ડિસ્ટ્રિક ફેમિલી કોર્ટે હવે હની સિંહ અને શાલિનીના છૂટાછેડા પર ચૂકાદો આપી દીધો છે. હની સિંહથી અલગ થવા પર શાલિનીએ લગભગ 10 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી, પરંતુ તેને 1 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. આ રૂપિયા તેમને ચેકના રૂપમાં સીલબંધ પરબિડીયામાં આપવામાં આવ્યા. હની સિંહ અને શાલિની લગભગ 20 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2011 માં લગ્નના થોડા વર્ષ બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા.

અન્ય મહિલાઓ સાથે સંબંધનો આરોપ
શાલિનીએ તેના સસરા અને હની સિંહના પિતા પર પણ અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ હતો. પોતાની એફઆઇઆરમાં તેમણે હની સિંહના આખા પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. હની સિંહ પર આરોપ લગાવતા શાલિનીએ દાવો કર્યો હતો કે, લગ્ન બાદ પણ અન્ય મહિલાઓ સાથે તેના સંબંધ હતા. શાલિનીએ વર્ષ 2021 માં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં છૂટાછેડા અરજી દાખલ કરી હતી. આ સાથે જ તેમણે હની સિંહ પાસે એલિમની તરીકે લગભગ 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી. બંનેની મુલાકાત સ્કૂલમાં અભ્યાસ દરમિયાન થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news