Stree 2: રાજકુમાર રાવ નહીં આ એક્ટર હતો 'ચંદેરીના રક્ષક' માટેની પહેલી પસંદ, હવે સ્ત્રી ફિલ્મ ઠુકરાવ્યાનો કરે છે અફસોસ

Stree 2: સ્ત્રી ફિલ્મને રિજેક્ટ કર્યાનો અફસોસ વિકી કૌશલને પણ છે. એક ઇન્ટરવ્યૂમાં વિકી કૌશલને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ ફિલ્મ છે જેને રિજેક્ટ કર્યા પછી હવે તેને અફસોસ થાય છે કેમકે તે ફિલ્મ હીટ રહી. ત્યારે વિકી કૌશલ્ય જણાવ્યું હતું કે સ્ત્રી ફિલ્મ...

Stree 2: રાજકુમાર રાવ નહીં આ એક્ટર હતો 'ચંદેરીના રક્ષક' માટેની પહેલી પસંદ, હવે સ્ત્રી ફિલ્મ ઠુકરાવ્યાનો કરે છે અફસોસ

Stree 2: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 રિલીઝ થયાના બીજા અઠવાડિયે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. સ્ત્રી 2 ફિલ્મ એ જબરદસ્ત સફળતા મેળવી છે. રિલીઝ થયાના થોડા જ દિવસોમાં સ્ત્રી ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 500 કરોડથી વધુનું થઈ ગયું છે. આ ફિલ્મ વર્ષ 2018માં આવેલી સ્ત્રી ફિલ્મની સિક્વલ છે જેમાં મુખ્ય ભૂમિકામાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી જોવા મળ્યા હતા. 

Add Zee News as a Preferred Source

આ કલાકારો સાથે જ સ્ત્રી ફિલ્મની સિક્વલ પણ બની છે. જોકે ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મમાં વિકી એટલે કે જે પાત્ર રાજકુમાર રાવે ભજવ્યું છે તેના માટે વિકી કૌશલને ઓફર કરવામાં આવી હતી. જો વિકી કૌશલે આ ફિલ્મ રિજેક્ટ કરી ન હોત તો આજે રાજકુમાર રાવની જગ્યાએ ચંદેરીનો રક્ષક વિકી કૌશલ હોત. રાજકુમાર રાવ પહેલા આ ફિલ્મ વિકી કૌશલને ઓફર થઈ હતી. પરંતુ તે સમયે વિકી કૌશલે આ હોરર કોમેડી ફિલ્મને બદલે મનમર્જીયા ફિલ્મને પસંદ કરી હતી. 

સ્ત્રી ફિલ્મને રિજેક્ટ કર્યાનો અફસોસ વિકી કૌશલને પણ છે. એક ઇન્ટરવ્યૂમાં વિકી કૌશલને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ ફિલ્મ છે જેને રિજેક્ટ કર્યા પછી હવે તેને અફસોસ થાય છે કેમકે તે ફિલ્મ હીટ રહી. ત્યારે વિકી કૌશલ્ય જણાવ્યું હતું કે સ્ત્રી ફિલ્મ. કારણ કે તે સમયે મનમર્જીયા ફિલ્મ કરી રહ્યો હતો અને તેણે સ્ત્રી ફિલ્મને રિજેક્ટ કરી. વિકી કૌશલની એક્ટિંગને મનમર્જીયા ફિલ્મમાં વખાણવામાં આવી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સફળ ન રહી અને રાજકુમાર રાવની સ્ત્રી સુપરહિટ સાબિત થઈ. 

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત સ્ત્રી ફિલ્મમાં અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. સ્ત્રી 2 ફિલ્મમાં પણ આ કલાકારો રાજકુમાર રાવની સાથે દેખાયા. આ કલાકારો ઉપરાંત વરુણ ધવન, તમન્ના ભાટિયા અને અક્ષય કુમાર જેવા કલાકારોએ ફિલ્મમાં કેમિયો પણ કર્યો. સ્ત્રી 2 ફિલ્મે 11 દિવસમાં જ ભારતમાં 386 કરોડ રૂપિયાનો બિઝનેસ અને દુનિયામાં 500 કરોડનો બિઝનેસ કર્યો.. સ્ત્રી 2 ની સફળતા બાદ હવે દર્શકો આ ફિલ્મના ત્રીજા ભાગને લઈને પણ એક્સાઇટેડ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news