student of the year 2: સ્ટૂડેન્ટ ઓફ ધ યર 2: ટાઇગરે કહ્યું ‘દિલ્હી-મુંબઇ કી કુડિયાં...’, જુઓ Video

બોલીવુડમાં ન્યૂકમર એક્ટર્સના ગોડફાધર કરણ જોહર ફરી એકવખત હાઇ પ્રોફાઇલ ડ્રામાં ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર-2’ લઇને આવી ગયા છે. ફિલ્મના ટ્રેલર બાદ તેના ગીત રિલીઝ કરવામાં આવી રહ્યાં છે.

student of the year 2: સ્ટૂડેન્ટ ઓફ ધ યર 2: ટાઇગરે કહ્યું ‘દિલ્હી-મુંબઇ કી કુડિયાં...’, જુઓ Video

નવી દિલ્હી: બોલીવુડમાં ન્યૂકમર એક્ટર્સના ગોડફાધર કરણ જોહર ફરી એકવખત હાઇ પ્રોફાઇલ ડ્રામાં ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર-2’ લઇને આવી ગયા છે. ફિલ્મના ટ્રેલર બાદ તેના ગીત રિલીઝ કરવામાં આવી રહ્યાં છે. જવાની દિવાની સોન્ગ બાદ હવે ફિલ્મનું બીજુ ગીત ‘દિલ્હી-મુંબઇ કી કુડિયાં...’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગીતની થીમ અને મ્યૂઝિક આ ડાંસ નંબરની કેટેગરીમાં લિસ્ટ કરે છે. ગીતને વિશાલ-શેખરે કંપોઝ કર્યું છે અને તેને દેવ નેગી, પાયલ દેવ અને વિશાલ દદલાનીએ તેમનો અવાજ આપ્યો છે.

‘દિલ્હી-મુંબઇ કી કુડિયાં...’ ના બોલ વાયુએ લખ્યા છે. ગીત સાંભળી દિલ્હી-મુંબઇ કી કુડિયાં ખુશ થઇ જશે અને આ લગ્નની સીઝનમાં ગીત પર ડાંસ કરવાની તક છોડશે નહીં. ‘દિલ્હી-મુંબઇ કી કુડિયાં...’ ગીતમાં ટાઇગર શ્રોફ, તારા સુતારિયા અને અનન્યા પાંડે જોરદાર ડાંસ કરતા જોવા મળી રહ્યાં છે.

— Tiger Shroff (@iTIGERSHROFF) April 24, 2019

જણાવી દઇએ કે કરણ જોહરની ફિલ્મના પહેલા પાર્ટમાં આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત વરૂણ ધવન જોવા મળ્યા હતા. બીજા પાર્ટમાં હોલીવુડ એક્ટર વિલ સ્મિથના હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કરણે ફિલ્મમાં સ્મિથના કામ કરવાની વાત પર કહ્યું કે, ફિલ્મમાં વિલ સ્મિથ હશે કે નહીં, તેનો જવાબ હું આપીશ નહીં. તમારે તે જાણવા માટે ફિલ્મ જોવા જવુ પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news