સની લિયોનીએ પતિ સાથે શેર કર્યો PHOTO, ફેન્સ બોલ્યા 'પરફેક્ટ જોડી'

સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે, જેમાં આ કપલ હસ્તુ જોવા મળી રહ્યું છે. સનીના આ ફોટોને જોઈને ફેન્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈ તેને ક્યૂટ કપલ કહી રહ્યાં છે તો કોઈ તેના જેવો પ્રેમ મળવાની કામના કરી રહ્યાં છે. 
 

સની લિયોનીએ પતિ સાથે શેર કર્યો PHOTO, ફેન્સ બોલ્યા 'પરફેક્ટ જોડી'

નવી દિલ્હીઃ બોલીવુડમાં પોતાની ટેલેન્ટથી જગ્યા બનાવવામાં સફળ રહી અભિનેત્રી સની લિયોની સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. સની ફિલ્મોની સાથે નાના પડદા પર ઘણા રિયાલિટી શોનો ભાગ છે. ત્રણ બાળકોની માતા સની પોતાના પતિ ડેનિયલ વેબરને ખુબ પ્રેમ કરે છે. બંન્નેનો મધૂર સંબંધ તેની તસ્વીરોમાં જોવા મળે છે. સની લિયોનીએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે પોતાના પતિની સાથે જોવા મળી રહી છે. તેના આ ફોટોને જોઈને ફેન્સ બંન્નેને મેડ ફોર ઇચ અધર કપલ ગણાવી રહ્યાં છે. 

સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે, જેમાં આ કપલ હસ્તુ જોવા મળી રહ્યું છે. સનીના આ ફોટોને જોઈને ફેન્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈ તેને ક્યૂટ કપલ કહી રહ્યાં છે તો કોઈ તેના જેવો પ્રેમ મળવાની કામના કરી રહ્યાં છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા 'અર્જુન પટિયાલા'નું નવુ ગીત રિલીઝ થયું છે જેમાં સની લિયોની પંજાબી સિંગર દિલજીત દોસાંઝની સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગીતનું નામ 'ક્રેઝી હબીબી વર્સેજ દેસી મુંડા' છે અને તેણે રિલીઝની સાથે ઇન્ટરનેટ પર કબજો જમાવી લીધો છે. તો સની લિયોની પોતાની આગામી હોરર કોમેડી ફિલ્મ 'કોકોકોલા' માટે ઉત્તર પ્રદેશની સ્થાનીક ભાષા શીખી રહી છે. ફિલ્મ ડાયરેક્ટર મહેન્દ્ર ધારીવાલ આગામી મહિનાના અંત સુધીમાં તેનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મની પટકથા ઉત્તર પ્રદેશ પર આધારીત છે તેથી સની ત્યાંથી સ્થાનીક ભાષા શીખી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news