ફિલ્મ 'તાનાજી' જોયા બાદ આવ્યું તૈમુરનું REACTION, વાંચો સૈફને શું કહ્યું?

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji The Unsung Warrior)' આજે (10 જાન્યુઆરી)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં તેમની સાથે વાઇફ કાજોલ પણ વર્ષો પછી મોટા પડદા પર જોવા મળી રહી છે. ફિલ્મમાં જ્યાં અજય દેવગણ 'તાનાજી' અને કાજોલ 'તાનાજી'ની પત્ની 'સાવિત્રી બાઇ'ની ભૂમિકામાં છે, તો બીજી તરફ ફિલ્મમાં સૈફ અલી ખાન 'ઉદય ભાન'ના એક દમદાર પાત્રમાં છે.

ફિલ્મ 'તાનાજી' જોયા બાદ આવ્યું તૈમુરનું REACTION, વાંચો સૈફને શું કહ્યું?

નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji The Unsung Warrior)' આજે (10 જાન્યુઆરી)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં તેમની સાથે વાઇફ કાજોલ પણ વર્ષો પછી મોટા પડદા પર જોવા મળી રહી છે. ફિલ્મમાં જ્યાં અજય દેવગણ 'તાનાજી' અને કાજોલ 'તાનાજી'ની પત્ની 'સાવિત્રી બાઇ'ની ભૂમિકામાં છે, તો બીજી તરફ ફિલ્મમાં સૈફ અલી ખાન 'ઉદય ભાન'ના એક દમદાર પાત્રમાં છે. લાંબા વાળ અને લાંબી દાઢી સાથે આ ફિલ્મમાં સૈફ એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ હવે આ ફિલ્મને જોયા બાદ સૈફના પુત્ર તૈમુર અલી ખાનનું રિએક્શન પણ સામે આવ્યું છે, જે ખૂબ મજેદાર છે. તાજેતરમાં મીડિયા સાથે વાતચીતમાં સૈફે જણાવ્યું કે ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર' જોયા બાદ તૈમુર તેમને 'સરદાર જી સરદાર જી' બોલીને બોલાવે છે. તૈમુરનું આ રિએક્શન એટલા માટે વ્યાજબી છે કારણ કે આ ફિલ્મ તેમની પિતા સૈફના વાળ અને દાઢી બંને ખૂબ લાંબા છે. ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર'ની કહાનીની વાત કરીએ તો આ ફિલ્મ 17મી સદી પર આધારિત એક વીર યોદ્ધાની ગાથા વ્યક્ત કરે છે. 
टॉप ट्रेंड में आए 'तानाजी: द अनसंग वॉरियर' के नए पोस्टर, छा गया FIRSTLOOK

ઓમ રાઉતે 'તાનાજી: ધર અનસંગ હીરો' (Tanhaji : The Unsung Warrior) વડે બોલીવુડ ફિલ્મ નિર્દેશનમાં પગ મુકવાની સાથે જ સાબિત કરી દીધું છે તે એક સારી પીરિયડ ફિલ્મ બનાવી શકે છે. ફિલ્મના એક-એક સીન પર ઓમ રાઉતે બારીકાઇથી કામ કર્યું છે. આ ફિલ્મ મરાઠાઓની શૂરવીરતા બતાવવામાં પુરી સફળતા મળી છે. ચોક્ક્સ, ઘણીવાર ઐતિહાસિક ફિલ્મો ખાસકરીને યુદ્ધ પર બનેલી ફિલ્મ બોજારૂપ અને કંટાળાજનક થઇ જાય છે, પરંતુ તાનાજી જોઇને તમને એવું નહી લાગે. થોડા દિવસો બાદ સૈફ અલી ખાન (Saif Ali Khan) એટલા સારા રોલમાં જોવા મળી રહ્યા છે, અથવા એમ કહીએ કે તે મોટા પડદા પર લાંબા સમય બાદ પોતાની મજબૂત એન્ટ્રી નોંધાઇ રહ્યા છે. આ તેમના માટે ખાસ 'વિજય'થી ઓછું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news