2025માં વ્યસ્ત છે ભારતીય ટીમનો કાર્યક્રમ, આ દેશો સામે રમશે સિરીઝ, જાણો શેડ્યૂલ

Team India 2025 Schedule: ભારતીય ટીમ વર્ષ 2025માં વ્યસ્ત રહેવાની છે. ભારત નવા વર્ષે પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમશે. આ વર્ષ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ પણ રમાશે.

2025માં વ્યસ્ત છે ભારતીય ટીમનો કાર્યક્રમ, આ દેશો સામે રમશે સિરીઝ, જાણો શેડ્યૂલ

Indian Cricket Team 2025 Full Schedule:  ભારતીય ટીમ માટે વર્ષ 2024 ખાસ રહ્યું નથી. ભલે ટીમ ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બની પરંતુ અનેકવાર ટીમ ઈન્ડિયાએ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. હવે આગામી વર્ષ 2025માં ટીમ ઈન્ડિયા જૂની યાદોને ભૂલી ઈતિહાસ રચવા ઈચ્છશે. 2025માં ટીમ ઈન્ડિયાએ બે મોટી ટૂર્નામેન્ટ પણ રમવાની છે. 

2025ની શરૂઆત ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચ રમીને કરશે. ત્યારબાદ ભારતે ઈંગ્લેન્ડ સામે 3 વનડે અને પાંચ ટી20 મેચની સિરીઝ રમવાની છે. પછી ફેબ્રુઆરીમાં ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે. વર્ષ 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ટીમ ઈન્ડિયાની નજર આ આઈસીસી ટ્રોફી જીતવા પર હશે. 

2025 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન રમાશે. આઈપીએલ 2025ની શરૂઆત માર્ચમાં થશે. તો તેની ફાઈનલ મે મહિનામાં રમાશે. આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જશે. ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ જૂનથી ઓગસ્ટ સુધી ચાલશે. 

ત્યારબાદ સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન થશે. 2025 એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે, જે ભારતમાં રમાશે. પછી ઓક્ટોબરમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. ત્યારબાદ ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે અને 5 ટી20 મેચ રમવાની છે. 

નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે બે ટેસ્ટ, 3 વનડે અને પાંચ ટી20 મેચ રમાશે. કુલ મળી 2025માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ વ્યસ્ત રહેવાનો છે. 

જાણો 2025માં ક્યારે કોની સામે ટકરાશે ટીમ ઈન્ડિયા
જાન્યુઆરી- ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ (પાંચમી)
જાન્યુઆરી-ફેબ્રુઆરીઃ ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે 3 વનડે અને પાંચ ટી20
ફેબ્રુઆરી- માર્ચમાંઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025
માર્ચથી મેઃ આઈપીએલ 2025
જૂનથી ઓગસ્ટઃ ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
ઓગસ્ટમાંઃ બાંગ્લાદેશ સામે ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ
સપ્ટેમ્બરઃ એશિયા કપ 2025
ઓક્ટોબરમાંઃ ઘર પર વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ
ઓક્ટોબર અને નવેમ્બર- ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે અને પાંચ ટી20
નવેમ્બર-ડિસેમ્બરઃ ઘર પર દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને 5 ટી20 મેચ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news