'હેપ્પી ફિર ભાગ જાયેગી' જોવા માટે સુપર એક્સાઇટેડ છે આ સ્ટાર, જાણો ખાસ કારણ

'હેપ્પી ફિર ભાગ જાયેગી'માં પ્રીક્વલના સ્ટાર્સ ડાયના પેંટી, અલી ફૈજલ, જિમ્મી શેરગિલ, પીયૂષ મિશ્રા પણ જોવા મળશે. આ ફિલ્મ 24 ઓગસ્ટના રોજ રિલીજ થશે. 

'હેપ્પી ફિર ભાગ જાયેગી' જોવા માટે સુપર એક્સાઇટેડ છે આ સ્ટાર, જાણો ખાસ કારણ

નવી દિલ્હી: પોતની નવી ફિલ્મ 'હેપ્પી ફિર ભાગ જાયેગી'ની રિલીજ માટે તૈયાર અભિનેત્રી સોનાક્ષી સિંહાએ સોમવારે કહ્યું કે તેમના પિતા અને દિગ્ગજ અભિનેતા શત્રુધ્ન સિંહા ફિલ્મના ડાયરેક્ટરથી પ્રભાવિત છે અને તેને જોવા માટે ઉત્સાહિત છે. સોનાક્ષીએ એક ઇન્ટરવ્યુંમાં સંવાદદાતાઓ સાથે વાત કરી. 

ફિલમા ટ્રેલર પર પિતાની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવતાં સોનાક્ષીએ કહ્યું કે 'જ્યારે હું તેમને ફિલ્મનું ટ્રેલર બતાવ્યું, તો તેમને ખૂબ પસંદ આવ્યું અને તેમને તેના પહેલા ભાગ વિશે પૂછ્યું. તેમણે 'હેપ્પી ફિર ભાગ જાયેગી' વિશે ખબર નથી. એટલા માટે ફિલ્મ વિશે પૂછ્યું અને તે ફિલ્મથે એટલા પ્રભાવિત થયા કે તેમણે નિર્દેશક મુદસ્સર અજીજને ઘરે પધારવાનું આમંત્રણ આપ્યું.

સોનાક્ષી સિંહાએ કહ્યું 'તેમને ફિલ્મકારની સાથે કોફી પીધી અને વાતચીત કરી. તે ટ્રેલરથી ખૂબ ખુશ હતા.' સોનાક્ષીએ કહ્યું કે 'હેપ્પી ફિર ભાગ જાયેગી'ને લઇને માહોલ ખૂબ સકારાત્મક છે અને તેના લીધે તે નર્વસ નથી. તમને જણાવી દઇએ કે હાલમાં સોનાક્ષી સિંહા પોતાની ફિલ્મ 'હેપ્પી ફિર ભાગ જાયેગી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પણ તેમના ફેન્સને ફિલ્મ પ્રમોશન સાથે જોડાયેલી સોનાક્ષીની કેટલીક તસવીરો શેર કરી હતી. 

— Sonakshi Sinha Fans (@SonakshiUpdates) August 17, 2018

તમને જણાવી દઇએ કે 'હેપ્પી ફિર ભાગ જાયેગી' વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'હેપ્પી ભાગ જાયેગી'ની રિમેક છે. જ્યાં ગત ફિલ્મમાં ડાયના પેંટી હેપ્પીના પાત્રમાં જોવા મળી હતી. તો બીજી તરફ આ ફિલ્મમાં સોનાક્ષી અને ડાયના બંને હેપ્પીની ભૂમિકામાં જોવા મળશે. જેના લીધે ફિલ્મમાં ઘણા બધા કન્ફયૂજન તમને જોવા મળશે. 

આનંદ એલ રાયની આ ફિલ્મને મુદસ્સર અજીજે ડાયરેક્ટ કરી છે. 'હેપ્પી ફિર ભાગ જાયેગી'માં પ્રીક્વલના સ્ટાર્સ ડાયના પેંટી, અલી ફૈજલ, જિમ્મી શેરગિલ, પીયૂષ મિશ્રા પણ જોવા મળશે. આ ફિલ્મ 24 ઓગસ્ટના રોજ રિલીજ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news