પરિણીત મહેશ ભટ્ટના પ્રેમમાં ઉંધેકાંધ પડી હતી આ એક્ટ્રેસ, મરતી વખતે થઈ ગઈ હતી ગાંડી
મહેશ ભટ્ટે અમેરિકામાં સારવાર કરાવી પણ ખાસ ફરક નહોતો પડ્યો
Trending Photos
મુંબઈ : પરવીન બાબીની ગણતરી બોલિવૂડની ગ્લેમરસ હિરોઇનોમાં થાય છે. તેનો જન્મ 4 એપ્રિલ, 1949ના દિવસે જૂનાગઢમાં થયો હતો અને તેણે સેન્ટ ઝેવિયર્સમાંથી અંગ્રેજી લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. પરવીનના પિતા મોહમ્મદ ખાન બોબી જૂનાગઢના દિવાન હતા. પરવીન પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતી અને તેનો જન્મ લગ્નના 14 વર્ષ પછી થયો હતો. પરવીન જ્યારે 10 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થઈ ગયું હતું.
પરવીને ક્રિકેટર સલીમ દુર્રાની સામે ફિલ્મ ચરિત્રમાં કામ કર્યું હતું પણ આ ફિલ્મને ખાસ સફળતા નહોતી મળી. જોકે, અમિતાભ સાથેની મજબૂર પછી પરવીનની કરિયરની પુરપાડ દોડવા લાગી હતી. પરવીને કાલા પત્થર, સુહાગ, નમક હલાલ અને શાન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં તેની એક્ટિ્ંગના બહુ વખાણ કરવામાં આવ્યા હતા.
મોડેલ અને એક્ટર કબીર બેદી સાથેનો પરવીનનો સંબંધ ચર્ચાસ્પદ બન્યો હતો અને એ તુટવાનું દુ:ખ તે સહન ન કરી શકતા ડિપ્રેશનનો ભોગ બની હતી. કબીર સાથેના સંબંધોના અંત પછી પરિણીત ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથેનું તેનું પ્રેમપ્રકરણ ચર્ચામાં હતું જે બહુ થોડા સમય માટે ચાલ્યું હતું. જોકે પરવીર આ પ્રેમસંબંધમાં ગળાડૂબ હતી અને એના અંત પછી તેની માનસિક સ્થિતિ વણસી ગઈ હતી. ડોક્ટરોના મત પ્રમાણે પરવીન માનસિક રીતે બીમાર હતી અને તેની સારવાર પણ શક્ય નહોતી. મહેશ ભટ્ટે અમેરિકામાં પરવીનની સારવાર કરાવી પણ ખાસ ફરક નહોતો પડ્યો.
લાંબો સમય બીમાર રહ્યા પછી તેની માનસિક સ્થિતી ક્રમશ: એટલી બગડી ગઈ કે જીવનના અંત સમયે તે લગભગ ગાંડી થઈ ગઈ હતી. તે અંતિમ સમયમાં એકલી રહેતી હતી અને ભારે ડિપ્રેશનમાં હતી. 20 જાન્યુઆરી, 2005ના દિવસે પરવીનનું તેના ઘરમાં મૃત્યુ થઈ ગયું. આ વાતની તેના પાડોશીઓને પણ દિવસો પછી ખબર પડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે