Trailer : આવી ગયો છે ભારતનો સુપરહીરો 'પેડમેન'

ફિલ્મના ટ્રેલરમાં અરૂણાચલમનો સામાન્ય માણસમાંથી પેડમેન બનવાનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે

Trailer : આવી ગયો છે ભારતનો સુપરહીરો 'પેડમેન'

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર અક્ષયકુમારની ફિલ્મ 'પેડમેન'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને અક્ષયકુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મને આવતા વર્ષે 26 જાન્યુઆરીના દિવસે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સિવાય રાધિકા આ્પ્ટે અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની પત્નીનો રોલ રાધિકા ભજવી રહી છે. 

— Akshay Kumar (@akshaykumar) December 15, 2017

આ ફિલ્મના ટ્રેલરમાં અરૂણાચલમનો સામાન્ય માણસમાંથી પેડમેન બનવાનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે. તેમણે મહિલાઓની વિચારધારા બદલવા માટે  બહુ મહેનત કરી છે. અક્ષય ફિલ્મમાં અરૂણાચલમ મુરુગંથમનો રોલ ભજવી રહ્યો છે. હકીકતમાં ટ્વિન્કલ ખન્ના પોતાના પુસ્તક માટે રિસર્ચ કરી રહી હતી ત્યારે તેને અરૂણાચલમ વિશે ખબર પડી હતી અને તેણે ફિલ્મ બનાવવાનું નક્કી કરી લીધું હતું. આ ફિલ્મનું ડિરેક્શન આર. બાલ્કીએ કર્યું છે. 

ટ્વિન્કલે બીબીસીને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેણે અરૂણાચલમને ફિલ્મનો હિસ્સો બનવા માટે બહુ વિનંતી કરી હતી જેના પછી તેઓ માંડમાંડ માન્યા હતા.  આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news