કોંગ્રેસમાં રાહુલની ઇનિંગ શરૂ થતાં જ સોનિયાનું VRS

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા કે તરત જ સોનિયા ગાંધીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

કોંગ્રેસમાં રાહુલની ઇનિંગ શરૂ થતાં જ સોનિયાનું VRS

નવી દિલ્હી : રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા કે તરત જ સોનિયા ગાંધીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. શુક્રવારે સંસદના પરિસરમાં પહોંચીને સોનિયા ગાંધીએ આ નિવેદન આપ્યું છે. હકીકતમાં આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે જેમાં ભાગ લેવા માટે સોનિયા ગાંધી પણ પહોંચ્યા હતા. અહીં મીડિયાએ જ્યારે કોંગ્રેસમાં હવે જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ છે ત્યારે તેમના રોલ વિશે સોનિયા ગાંધીને સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે હું  હવે રિટાયર્ડ થઈ જઈશ. 

સત્તાવાર તાજપોશી
નોંધનીય છે કે 12 ડિસેમ્બરે કોંગ્રેસે રાહુલ ગાંધીની નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે. તેઓ આ પદ માટે એકમાત્ર ઉમેદવાર હતા અને તેમના વિરોધમાં કોઇએ ફોર્મ નહોતું ભર્યું. 16 ડિસેમ્બરે આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સોનિયા ગાંધી સત્તાવાર રીતે 132 વર્ષ જુના પક્ષની ધુરા પોતાના દીકરાને 16 ડિસેમ્બરની સવારે 11 વાગ્યે સોંપશે જેના પછી રાહુલ ગાંધી કોંગ્રેસ મુખ્યાલયમાં આખા દેશના નેતાઓને મળશે. 

દર પેઢીએ થતો બદલાવ
રાહુલ ગાંધીની તાજપોશી સાથે જ પક્ષમાં પેઢીગત બદલાવ નોંધાઈ ગયો છે. કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી વધારે 19 વર્ષો સુધી આ પદ પર રહેલી સોનિયા ગાંધી 16 ડિસેમ્બરે  સત્તાવાર રીતે સુત્રો રાહુલને સોંપશે. કોંગ્રેસ પક્ષે સ્વતંત્રતા પછી લગભગ અડધી સદી સુધી દેશ પર શાસન કર્યું છે. નેહરુ-ગાંધી પરિવારના વંશજ એવા 47 વર્ષના રાહુલ માટે પાર્ટીની પ્રતિષ્ઠા પરત લાવવાનું કામ મુશ્કેલ છે. એક સમયે આખા દેશ પર કોંગ્રેસનું નિયંત્રણ હતું પણ હાલમાં માત્ર પાંચ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં જ કોંગ્રેસની સરકાર છે. આ સંજોગોમાં રાહુલ ગાંધીને ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામના બે દિવસ પહેલાં સત્તાના સુત્રો સોંપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news