સ્ટંટના શોખને કારણો છોડી દીધી બેંકની લાખો રૂપિયાની નોકરી, આ સુરતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ
ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવવો નાનીસુની વાત નથી. એક રેકોર્ડ નોંધાવવા માટે પણ ખુબ મહેનત કરવી પડે છે. પરંતુ સુરતના એક યુવકે એવો કમાલ કર્યો છે કે તેણે ગિનિસ બુકમાં 15 રેકોર્ડ નોંધાવી દીધા છે.
Trending Photos
સુરતઃ દરેક લોકોની ઈચ્છા હોય છે કે પોતાના નામે ગિનિસ બુકમાં કોઈ રેકોર્ડ નોંધાય...આ માટે ઘણા લોકો તનતોડ મહેનત કરે છે. પરંતુ ગિનિસ બુકમાં નામ નથી નોંધાવી શક્તાં...પરંતુ અમે આપને એક એવા વ્યક્તિની વાત કરીશું જે ગિનિસમાં બુકમાં રેકોર્ડ નોંધાવવામાં પણ નવો રેકોર્ડ સર્જ્યો છે. એક-બે કે ત્રણ નહીં પણ 15 ગિનિસ બુક રેકોર્ડ બનાવ્યા છે. ત્યારે કોણ છે રેકોર્ડની વણઝાર કરનારા ગુજરાતી યુવાન?...કેવા છે તેના અવનવા રેકોર્ડ્સ?, જુઓ આ અહેવાલમાં..
ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે, પરંતુ ગિનીઝ બુકમાં કેટલાક લોકો જ પોતાનું નામ નોંધાવી શકે છે. પરંતુ સુરતના આ વ્યક્તિ પાસે તો વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પણ નામ નોંધાવવાનો રેકોર્ડ બની ગયો છે....હા સુરતના વિસ્પી ખરાડી ગિનિસ બુકમાં રેકોર્ડ્સની વણઝાર કરી દીધી છે....
માર્શલ આર્ટ્સના નિષ્ણાંત અને લોકોને ફિટનેસની ટ્રેનિંગ આપતા વિસ્પી ખરાડી નામનો આ યુવાન ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યો હતો કે જ્યારે તેણે સુપર હ્યુમન કહેવાતા કેલ્વિન ઝિન્કનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો....કેલ્વિનની ઊંચાઈ 6 ફૂટ 7 ઇંચ હતી, અને તેમણે 160 કિલોના બે પિલર 1 મિનિટ 40 સેકન્ડ સુધી પકડી રાખ્યા હતા. વિસ્પીએ આ જ રેકોર્ડ તોડીને 160 કિલોના બે પિલર 2 મિનિટ 10 સેકન્ડ સુધી પકડી રાખ્યા હતા...આવા અલગ-અલગ સ્ટન્ટ કરીને તેમણે 15 ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પોતાને નામે કર્યા છે. અને હજુ પણ રેકોર્ડ્સ બનાવવાની તેની ભૂખ સંતાષાઈ નથી...આગામી સમયમાં વધુ રેકોર્ડ બનાવવાની તેની તૈયારી છે.
વિસ્મી ખરાડી અનેક યાદગાર રેકોર્ડ બનાવ્યા છે તેમાં એક નેલ બેડ સેન્ડવીચ વાળો રેકોર્ડ તેનો યાદગાર રેકોર્ડ છે...આ સિવાય હાથથી કોંક્રિટના બ્લોક તોડવા, લોખંડની પાઈપ માથાથી વાળી નાંખવી, હાથથી ડ્રીન્ક કેન કચડી નાંખવા જેવા અનેક રેકોર્ડ છે જેમાં વિસ્પી ખરાડીએ એ બતાવી દીધું છે કે એક ભારતીય પણ કોઈનાથી કમ નથી...
ગિનિસ બુકમાં રેકોર્ડ્સ બનાવવામાં પણ રેકોર્ડ કરનારા સુરતના વિસ્પી ખરાડીના રેકોર્ડને પણ તમે જાણી લો...વર્ષ 2024માં સૌથી વધુ 10 સ્તરવાળી માનવી અને ખાટલા પર સેન્ડવીચ, 2024માં સૌથી વધુ સમય સુધી હર્ક્યુલિસ પિલર પકડી રાખવાનો રેકોર્ડ, 2023મા બેડ ઓફ નેલ્સ પર સૌથી વધુ વજનના કોંક્રિટ બ્લોક તોડવાનો રેકોર્ડ, 2023માં એક બેડ ઓફ નેલ્સ સેન્ડવીચ પર સૌથી વધુ લોકોનો રેકોર્ડ, 2023માં 1 મિનિટમાં સૌથી વધુ લોખંડની પાઈપ માથાથી વાળી દેવાનો રેકોર્ડ, 2022માં 1 મિનિટમાં હાથથી સૌથી વધુ ડ્રિન્ક કેન તોડવાનો રેકોર્ડ, 2022માં 1 મિનિટમાં કોણીથી સૌથી વધુ કોંક્રિટ બ્લોક તોડવાનો રેકોર્ડ, 2022માં બેડ ઓફ નેલ્સ સેન્ડવીચ પર સૌથી વધુ વજનના કોંક્રિટ બ્લોક તોડવાનો રેકોર્ડ, 2019માં 1 મિનિટમાં ગળાથી સૌથી વધુ લોખંડની પાઈપો વાળી, 2019માં સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર અનોખી સેન્ડવીચ, 2018માં બેડ ઓફ નેલ્સ સેન્ડવીચ પર રહીને પેટ પર સૌથી વધુ તરબુચ કાપવાનો રેકોર્ડ, 2017માં જાપાનીઝ કટાથી પેટ પર 1 મિનિટમાં સૌથી વધુ તરબૂચ કાપ્યા, 2017માં સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર અનોખી સેન્ડવીચ, 2015માં સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર અનોખી સેન્ડવીચ અને 2011માં સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર અનોખી સેન્ડવીચનો ગિનિસ બુકમાં રેકોર્ડ પોતાને નામે કર્યો છે.
વિસ્પાના ખરાડી ગિનિસ બુકમાં રેકોર્ડ
2024માં સૌથી વધુ 10 સ્તરવાળી માનવી, ખાટલા પર સેન્ડવીચ
2024માં સૌથી વધુ સમય સુધી હર્ક્યુલિસ પિલર પકડી રાખવી
2023મા બેડ ઓફ નેલ્સ પર સૌથી વધુ વજનના કોંક્રિટ બ્લોક તોડવા
2023માં એક બેડ ઓફ નેલ્સ સેન્ડવીચ પર સૌથી વધુ લોકો
2023માં 1 મિનિટમાં સૌથી વધુ લોખંડની પાઈપ માથાથી વાળી દેવી
2022માં 1 મિનિટમાં હાથથી સૌથી વધુ ડ્રિન્ક કેન તોડવા
2022માં 1 મિનિટમાં કોણીથી સૌથી વધુ કોંક્રિટ બ્લોક તોડવા
2022માં બેડ ઓફ નેલ્સ સેન્ડવીચ પર સૌથી વધુ વજનના બ્લોક તોડવા
2019માં 1 મિનિટમાં ગળાથી સૌથી વધુ લોખંડની પાઈપો વાળી
2019માં સૌથી વધુ સ્તરવાળી માનવી, ખાટલા પર અનોખી સેન્ડવીચ
2018માં બેડ ઓફ નેલ્સ સેન્ડવીચ પર રહીને પેટ પર સૌથી વધુ તરબુચ કાપ્યા
2017માં જાપાનીઝ કટાથી પેટ પર 1 મિનિટમાં સૌથી વધુ તરબૂચ કાપ્યા
2017માં સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર અનોખી સેન્ડવીચ
2015માં સૌથી વધુ સ્તરવાળી માનવી, ખાટલા પર અનોખી સેન્ડવીચ
2011માં સૌથી વધુ સ્તરવાળી માનવી, ખાટલા પર અનોખી સેન્ડવીચ
સુરતનો વિસ્પા MBA કરીને દેશની પ્રતિષ્ઠિત બેંકમાં સિનિયર મેનેજરની નોકરી કરતાં હતા...લાખોનો પગાર મેળવતાં હતા..પરંતુ માર્શલ આર્ટ્સના શોખને કારણે લાખોના પગારની નોકરી છોડીને આજે લોકોને ફિટનેસ ટ્રેનિંગ આપે છે...અને ગિનિસ બુકમાં રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે...વિસ્પાને ઝી 24 કલાક તરફથી આગામી રેકોર્ડ માટે એડવાન્સમાં શુભેચ્છાઓ....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે