બિગ બોસ અભિનેત્રીનો ખુલાસો: બેડ પર સુવાડી, સાડી ઉંચી કરી, હું રોતી રહી છતાં પણ...

બોલ્ડ આઉટફિટ્સમાં એકદમ કમ્ફર્ટેબલ રહેનાર ઉર્ફી જાવેદ (Urfi Javed)એ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે એક વખત ફિલ્મ નિર્માતાએ એક સીન દરમિયાન તેની સાડી ઘણી ઉંચી કરી નાંખી હતી.

Updated By: Oct 23, 2021, 12:09 AM IST
બિગ બોસ અભિનેત્રીનો ખુલાસો: બેડ પર સુવાડી, સાડી ઉંચી કરી, હું રોતી રહી છતાં પણ...
ફાઈલ ફોટો

નવી દિલ્હી: બિગ બોસ OTT ફેમ અભિનેત્રી Urfi Javed પોતાના આઉટફિટને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. બોલ્ડ આઉટફિટ્સમાં એકદમ કમ્ફર્ટેબલ રહેનાર ઉર્ફી જાવેદ (Urfi Javed)એ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે એક વખત ફિલ્મ નિર્માતાએ એક સીન દરમિયાન તેની સાડી ઘણી ઉંચી કરી નાંખી હતી, જેથી તેના આંતરિક કપડા કેમેરામાં કેદ થઈ ગયા હતા.

સાડી ઉંચી કરી જેના કારણે અન્ડરવેર જોઈ શકાય
સહયોગી વેબસાઈટ ઇન્ડિયા.કોમે તેના એક અહેવાલમાં TOIના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર ઉર્ફી જાવેદે (Urfi Javed)એ કહ્યું કે, 'એક એવો સીન હતો, જેમાં મારા સાળાની ભૂમિકા ભજવનાર અભિનેતાને મારી તરફ જોવું પડ્યું હતું. પરંતુ નિર્માતાએ આ દૃશ્યને જોઈને છેલ્લી વખતે સીન ફેરવી તોળ્યો હતો. તે યુવક મારફતે મારી સાડી એટલી ઉંચી કરી કે જેથી મારું અન્ડરવેર દેખાઈ ગયું હતું.

લેસ્બિયન સીન પણ શૂટ કરાવ્યો હતો
પછી મને અહેસાસ થયો કે તેઓ મારી સાથે રમી રહ્યા છે. પરંતુ પછી મેં તે સીન કરવાનું ચાલું રાખ્યું હતું. ઉર્ફીએ કહ્યું કે તે નિર્માતા સમક્ષ રડી અને આજીજી કરી પરંતુ તેણે તેમને ધમકી આપી કે જો તે તેમની ઇચ્છા મુજબ સીન નહીં કરે તો તેઓ જેલમાં ધકેલી દેશે. ઉર્ફી જાવેદે (Urfi Javed) કહ્યું કે, નિર્માતાએ મારી પાસે લેસ્બિયન સીન પણ શૂટ કરાવ્યા હતા.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by urfi javed (@urfijavedbb)

.
ઉર્ફી રડતી રહી અને કેમેરો ચાલતો રહ્યો
ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે તે પલંગ પર સૂતી વખતે રડી રહી હતી, કારણે મારે આ સીન શૂટ કરાવવો નહોતો. મેં તેમની પાસે માફી માંગી પરંતુ નિર્માતા મને ડરાવતા રહ્યા અને સીન શૂટ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ રીતે ધીરે ધીરે સંપૂર્ણ સીન મારી પાસે શૂટ કરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ (Urfi Javed) અવારનવાર પોતાના વિવાદાસ્પદ કપડાના કારણે અહેવાલોમાં ચમકતી રહે છે.