'ભારતમાં દિવસે મહિલાઓની પૂજા થાય છે, રાતે થાય છે ગેંગરેપ' વિવાદિત નિવેદન બાદ Vir Das એ કરી સ્પષ્ટતા
અભિનેતા અને કોમેડિયન વીરદાસ (Vir Das) પોતાની કોમેડી કરતા વધારે તો વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે એકવાર ફરીથી તેણે ભારતમાં મહિલાઓની સ્થિતિ અંગે એક નિવેદન આપ્યું જેને લઈને વિવાદ થયો છે.
Trending Photos
નવી દિલ્હી: અભિનેતા અને કોમેડિયન વીરદાસ (Vir Das) પોતાની કોમેડી કરતા વધારે તો વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે એકવાર ફરીથી તેણે ભારતમાં મહિલાઓની સ્થિતિ અંગે એક નિવેદન આપ્યું જેને લઈને વિવાદ થયો છે. વીર દાસ હાલ આ વિવાદિત નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહ્યો છે. એટલું જ નહીં તેના પર દેશનું અપમાન કરવાનો આરોપ પણ લાગ્યો છે. ત્યારબાદ હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાના બચાવમાં સ્પષ્ટતા કરતી ટ્વીટ કરી છે.
શું છે મામલો
અત્રે જણાવવાનું કે વીર દાસ હાલ અમેરિકામાં છે. હાલમાં જ તેણે પોતાના યુટ્યૂબ ચેનલ પર આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ (I come from to Indias) ટાઈટલવાળો એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો હાલમાં જ જ્હોન એફ કેનેડી સેન્ટર, વોશિંગ્ટન ડીસીમાં તેના એક લાઈવ પરફોર્મન્સનો ભાગ હતો. આ છ મિનિટના વીડિયોમાં વીર દાસે દેશના લોકોના બેવડા ચરિત્ર પર વાત કરી. જેમાં તેણે કોવિડ-19 મહામારી, દુષ્કર્મની ઘટનાઓ અને હાસ્ય કલાકારો વિરુદ્ધ કાર્યવાહીથી લઈને ખેડૂત પ્રદર્શન જેવા મુદ્દાઓને પોતાની કોમેડીનો હિસ્સો બનાવ્યા. પરંતુ આ વીડિયો સામે આવતા જ દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી. હવે સોશિયલ મીડિયા પર તે ખુબ ટ્રોલ થઈ રહ્યો છે.
You come from an India, @VirDas, where you make a living by insulting your own nation!!
You come from an India, that allows your disgusting, derogative nonsense to pass off as freedom of speech!!
You come from an India, that has tolerated your slander for way to long!!#Shame pic.twitter.com/YGRfDqQknj
— Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) November 16, 2021
શું હતું વીડિયો ક્લિપમાં?
નોંધનીય છે કે ટ્વિટર પર વીર દાસના આ વીડિયોના એક હિસ્સાને શેર કરીને લોકો તેને ખુબ ફટકાર લગાવી રહ્યા છે. આ વીડિયો ક્લિપમાં વીર દાસ એવું કહેતો સાંભળવામાં આવી રહ્યો છે કે 'હું એક એવા ભારતથી આવું છું, જ્યાં દિવસમાં સ્ત્રીની પૂજા થાય છે અને રાતે તેની સાથે દુષ્કર્મ થાય છે. હું એવા ભારતથી આવું છું જ્યાં તમે AQ1 9000 છો પણ છતાં ધાબે સૂઈને રાતે તારા ગણીએ છીએ. હું એવા ભારતથી આવું છું જ્યાં આપણે વેજિટેરિયન હોવામાં ગર્વ મહેસૂસ કરીએ છીએ પરંતુ તે જ ખેડૂતોને કષ્ટ આપીએ છીએ.'
I have filed the complaint against Vir Das Indian Comedian with @CPMumbaiPolice @MumbaiPolice for defaming & spoiling the image of India in the USA, which is inflammatory.
He wilfully spelled inciting & derogatory statements against India, Indian women, & the PM of India. pic.twitter.com/xQuLuGwGZv
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) November 16, 2021
કોમેડિયન પર કેસ થયો
વીર દાસને હવે અપમાનિત કરનારા શબ્દોના કારણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેને દેશદ્રોહી ગણાવી રહ્યા છે. એટલું જ નહીં આ વીડિયો શેર કરીને ભાજપ કાર્યકર પ્રીતિ ગાંધીએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે દેશ અંગે આ નિવેદન ખુબ ધૃણાસ્પદ અને બકવાસ છે. આ નિવેદન અંગે બોમ્બે હાઈકોર્ટના એડવોકેટ આશુતોષ જે દુબેએ કોમેડિયન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જેની કોપી તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.
— Vir Das (@thevirdas) November 16, 2021
વીર દાસે સફાઈમાં કરી આ વાત
પોતાના વિરુદ્ધ એક્શન અને લોકોની નારાજગી જોયા બાદ વીર દાસે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે. તેણે એક પોસ્ટ શેર કરીને લખ્યું કે તેનો ઈરાદો દેશનું અપમાન કરવાનો નહતો પરંતુ તેમનો ઈરાદો એ યાદ અપાવવાનો હતો કે દેશ પોતાના તમામ મુદ્દાઓ બાદ પણ મહાન છે. પોસ્ટમાં તેણે લખ્યું કે એક જ વિષય અંગે બે અલગ વિચાર રાખનારા લોકો અંગે મીડિયામાં વાત થઈ રહી ચે અને આ કોઈ પ્રકારનું કોઈ રહસ્ય નથી કે જેને લોકો જાણતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે