bus accident

Ahmedabad Bagodara Highway પર ખાનગી બસે મારી પલટી, 34 લોકો ઘાયલ; 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજા

અમદાવાદ-બગોદરા હાઈવે (Ahmedabad Bagodara Highway) પર ખાનગી બસ પલટી (Bus Accident) મારી જતાં 34 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. જ્યારે 3 બાળકો (Child) સહિત 11 લોકોને ગંભીર ઇજા થઈ છે

Sep 7, 2021, 01:34 PM IST

સ્વતંત્રતા દિનની સવારે રાજકોટમાં ઉપરાઉપરી 2 બસ અકસ્માત થયા, 40 યાત્રાળુ ધાયલ

રાજકોટમાં વહેલી સવારે ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ (Rajkot) નજીક સરધાર પાસે યાત્રાળુઓની બસ પલટી ગઈ હતી. જેમાં 40 જેટલા મુસાફરોની ઈજા પહોંચી છે. વહેલી સવારે 3:45 વાગ્યે બસ પલટી મારવાથી અકસ્માત (accident) સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

Aug 15, 2021, 08:08 AM IST

ખેડામાં એસટી બસ ટ્રકમાં ઘૂસી ગઈ, અકસ્માતમાં 32 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

ખેડાના કઠલાલના અનારા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. જેમાં 6 મુસાફરો ગંભીર ઘવાયા છે. તો અન્ય મુસાફરોને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે. 

Aug 14, 2021, 01:37 PM IST

મધ્યપ્રદેશથી ગુજરાત આવતી કારનો અકસ્માતમાં એવો ગૂંચડો વળ્યો કે, પતરાં કાપી મૃતદેહો બહાર કઢાયા

છોટાઉદેપુરના સંખેડા પાસે મોડી રાત્રે અરેરાટીભર્યો અકસ્માત (Accident) સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મોડી રાત્રે થયેલા અકસ્માતમાં મધ્યપ્રદેશથી ગુજરાત આવતા ચાર લોકોના મોત નિપજ્યા છે. 

Jul 28, 2021, 11:39 AM IST

અમદાવાદ : પેપર વેચતા ફેરિયાને રોન્ગ સાઈડ આવતી BRTS બસે કચડ્યા, કમકમાટીભર્યું મોત   

  • બસ ઓવર સ્પીડમાં રોન્ગ સાઈડ પરથી આવી રહી હતી, ત્યારે બસે એક્ટિવા પર જઈ રહેલા જેલાભાઈને અડફેટે લીધા
  • જ્યાં સુધી ડ્રાઈવર નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ ઉઠાવી દેવાય તેવી માંગણી તેમના પરિવારજનોએ કરી

Jul 14, 2021, 08:46 AM IST

સુરેન્દ્રનગર અકસ્માત: લીંબડી હાઈવે પર 50 થી વધુ મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી

સુરેન્દ્રનગર જિલ્લાના (Suredranagar) લીંબડી રાજકોટ હાઈવ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી લકઝરી બસ (Private Luxury Bus) પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં (Accident) 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે

Jul 12, 2021, 02:53 PM IST

Bhavnagar Accident: બાળકોના માથેથી છીનવાઈ છત્રછાયા, નજર સામે માતા-પિતાનું મોત

ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી

May 26, 2021, 09:32 PM IST

અમદાવાદના પોશ વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના : ખાનગી બસની ટક્કરથી બાઈકચાલક ઘાયલ

અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતથી સવાર પડી છે. પ્રહલાદનગર વિસ્તારમાં ખાનગી બસ અને બાઇક વચ્ચે હિટ એન્ડ રનની ઘટના ઘટનામાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઓવર સ્પીડમાં આવતી ખાનગી બસે બાઈકને ટક્કર મારી હતી, જેથી આ અકસ્માત સર્જાયો હતો.

May 20, 2021, 09:38 AM IST

સ્વાર્થી ડ્રાઈવર અકસ્માત બાદ ફસાયેલા 50 મુસાફરોને છોડીને ભાગી ગયો, સ્થાનિકોએ કાચ તોડીને બચાવ્યો જીવ

  • અકસ્માત થતા જ ડ્રાઈવર ઘટના સ્થળેથી મુસાફરોને મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે કે તમામ મુસાફરો બસમાં ફસાયેલા હતા. આ જોઈ સ્થાનિક લોકો તેમની મદદે આવ્યા હતા. તમામને સ્થાનિક લોકોએ બસના કાચ તોડીને બહાર કાઢ્યા હતા

Apr 11, 2021, 08:41 AM IST

માલેગાવથી નીકળેલી જાન સુરત પહોંચે તે પહેલા બસને અકસ્માત નડ્યો, 3 જાનૈયાના મોત

  • લક્ઝરી બસના ચાલકની ભૂલને કારણે અકસ્માત સર્જાયો
  • 3 જાનૈયાના મોત નિપજ્યા છે. જેમાં એક મહિલા અને બે પુરુષ સામેલ

Feb 5, 2021, 09:12 AM IST

કડકડતી ઠંડીમાં ગોધરા હાઈવે પર ખાનગી બસ પલટી, 7 મુસાફરો ઈજાગ્રસ્ત

ઠંડી વધતા અકસ્માતોનો સિલસિલો ફરીથી શરૂ થયો છે. ગોધરાના પરવડી બાયપાસ પાસે મોડી રાત્રે સવારે અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ઈન્દોરથી ગોંડલ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસમાં સવાર 7 ઉપરાંત મુસાફરોને ઇજા થઈ છે. તો 2 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. 

Feb 2, 2021, 08:13 AM IST

BRTS ના ખાતામાં વધુ એક એક્સિડન્ટનો ઉમેરો, ટાયર ફાટતા બસ થાંભલા સાથે ભટકાઈ

એક્સિડન્ટ શબ્દ બીઆરટીએસ બસ માટે કોઈ નવો નથી. અમદાવાદમાં લગભગ દર બે મહિને બીઆરટીએસ બસો અકસ્માત માટે પંકાયેલ છે. ત્યારે જોધપુર ટેકરા પાસે બીઆરટીએસ બસને અકસ્માત સર્જાયો છે. બસ એલઈડી થાંભલા સાથે ભટકાઈ છે. બસ અથડાતા તેનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. બસમાં સવાર 2 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. બસમાં આગળનો કાચ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. બસ ચાલક અને મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. 

Jan 8, 2021, 11:26 AM IST

25થી વધારે ગુજરાતીઓ સાથેની બસને આબુમાં નડ્યો અકસ્માત, 1નું મોત 5 ગંભીર

 બનાસકાંઠામાં ફરી એકવાર બસને અકસ્માત નડ્યો છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બસને અકસ્માત નડ્યો છે. માઉન્ટ આબુ નજીક ગુજરાતી મુસાફરોની બસને નડ્યો અકસ્માત. બસમાં બેઠેલા તમામ યાત્રીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 25થી વધારે યાત્રીઓ પૈકી કેટલાકને ઇજાઓ પહોંચી છે. 5 યાત્રીઓની સ્થિતી ગંભીર છે. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ યાત્રીઓ ગુજરાતના ખંભાતના હતા. 5 યાત્રીઓની અકસ્માત બાદ સ્થિતી ગંભીર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું. સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વીર બાવસી મંદિર નજીક બસને આ અકસ્માત નડ્યો હતો. 

Jan 3, 2021, 08:56 PM IST

બુધવારની સવારે અમદાવાદમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 મુસાફર ઘાયલ

બુધવારની વહેલી સવારે અમદાવાદ રીંગરોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસ, ટ્રક અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં 7 જેટલા લોકો ઘાયલ થયા છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો. 

Dec 16, 2020, 09:17 AM IST

ફોટો જોઇને કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બસમાં ઘૂસી 100 ફૂટની પાઇપ, 1નું મોત 11 ઘાયલ

ગેસપાઇપ લાઇનનું કામ કરનાર કંપનીની ટીમ હાઇડ્રોલિક મશીન વડે પાઇપને ખાડામાં ઉતારી રહી હતી તે દરમિયાન 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળાઇવાળી પાઇપ એક ખાનગી બસની આરપાર થઇ ગઇ હતી. 

Dec 2, 2020, 05:37 PM IST

30 મુસાફરોને લઈ જતી લક્ઝરી બસે બારડોલી પાસે પલટી મારી, અકસ્માત બાદ ડ્રાઈવર ભાગી છૂટ્યો

  • ઠંડીનું પ્રમાણ વધતા વાતાવરણ ધુમ્મસભર્યુ બની જતું હોય છે. આવામાં રાતથી વહેલી સવાર સુધી વિઝિબિલિટીમાં તકલીફ થતી હોય છે. તેથી ડ્રાઈવર્સને પણ રસ્તા પર આગળ જોવામાં તકલીફ થતી હોય છે. આવા સંજોગોમાં અકસ્માત સર્જાતા હોય છે

Nov 28, 2020, 08:42 AM IST

કાળમુખો બુધવાર: રાજ્યમાં એક જ દિવસમાં 9 અકસ્માતમાં 21ના મોત, 46 લોકો ઇજાગ્રસ્ત

આજના દિવસે કુલ અકસ્માતની 9 ઘટનાઓ સામે આવી છે. જેમાં કુલ 21 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 46 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે નવા વર્ષે ફરવા નીકળેલા લોકો માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો.

Nov 18, 2020, 08:51 PM IST

નેશનલ હાઈવે 48 પર બસ અકસ્માત, મધ્યપ્રદેશના મજૂરો મુંબઈ જવા નીકળ્યા હતા

  • દિવાળીના પર્વમાં લોકો વતનમાં જઇ રહ્યાં હોવાથી ખાનગી તથા સરકારી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે.
  • ખાનગી બસોના ડ્રાયવરો રાત્રિના સમયે બસો પૂરપાટ ઝડપે હંકારતાં હોવાથી અકસ્માતના બનાવો બનતાં રહે છે

Nov 18, 2020, 10:27 AM IST

નવા કામની આશાએ યુપીથી પરત ફરી રહ્યા હતા મજૂરો, ગોધરા પાસે બસ પલટી ખાતા 35 ઈજાગ્રસ્ત

  • બસમાં 100 થી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. આવામાં ગોધરા પાસે બસે કાબૂ ગુમાવ્યો હતો, અને બસ પલટી ગઈ હતી. 
  • કોરોના સંક્રમણ ન વધે તે માટે બસમાં માત્ર 60 ટકા મુસાફરો ભરવાની જ મંજૂરી આપવામાં આવી છે

Sep 27, 2020, 10:29 AM IST