Anti Paper Leak Bill: બે દિવસની ચર્ચા અને ભારે હંગામા બાદ આજે સંસદના નીચલા સદન લોકસભામાં એન્ટી પેપરલીક બિલ ધ્વનીમતથી પાસ થઈ ગયું. તે પહેલા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ખુબ હંગામો જોવા મળ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ આવેલા પરિણામોએ મમતા બેનર્જીને તેમની રાજકીય કારકિર્દીના સૌથી કપરા સમયનો સામનો કરાવ્યો છે. એકબાજુ જ્યાં તેઓએ રાજ્યમાં સત્તા ગુમાવી ત્યાં બીજી બાજુ હવે પાર્ટી પણ તૂટી રહી છે. વિધાનસભ્યો બાદ હવે સંસદ સભ્યો પણ સાથ છોડી રહ્યા છે ત્યારે ટીએમસીમાં આ તૂટથી ભાજપને કેટલો ફાયદો?
રિવાબા જાડેજાએ કોંગ્રેસને લીધી આડેહાથ, મહિલા અનામત બિલ પસાર ન થતા મંત્રીએ કર્યા આકરા પ્રહારો.
Women Reservation Bill: શુક્રવારે સંસદમાં સરકાર પાસે બે-તૃતીયાંશ બહુમતી ન હોવાને કારણે 131મો બંધારણીય ખરડો પસાર થઈ શક્યો નહીં. તેવામાં મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત આપવાનો મુદ્દો લટકી ગયો છે. તેવામાં આવો જાણીએ સરકાર પાસે હજુ ક્યા વિકલ્પ છે, જેના દ્વારા 2029ની લોકસભા ચૂંટણી પહેલા 33 ટકા મહિલા અનામત લાગૂ કરી શકાય છે.
Constitution Amendment Bill: સંસદના વિશેષ સત્રમાં નીચલા ગૃહ લોકસભામાં ત્રણ મહત્વના બિલો રજૂ થયા હતા જેમાં બંધારણીય સંસોધન (131મું) બિલ 2026 પાસ થઈ શક્યું નહીં. ત્યારે જાણકારોનું એવું કહેવું છે કે ભાજપ પહેલેથી જાણતું હતું કે બિલ પાસ થવું મુશ્કેલ છે. તો પછી આ દાવ કેમ ખેલાયો?
Women Reservation Bill: કુલ 298 સાંસદોએ બિલના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 230 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. કુલ 489 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો. આ સંખ્યાના આધારે, બિલને પસાર થવા માટે 326 મતોની જરૂર હતી, જે પ્રાપ્ત થઈ શક્યું નહીં.
Women Reservation Act: કેન્દ્રીય કાયદા મંત્રાલયે મહિલા અનામત અધિનિયમ 2023ને ગુરુવારથી લાગૂ કરી દીધો છે. આ માટે નોટિફિકેશન પણ બહાર પાડ્યું. જેમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ છે.
Parliament special session akhilesh yadav amit shah watch video
આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું. લોકસભામાં મહિલા અનામત કાયદામાં સંશોધન સંલગ્ન 3 બિલો રજૂ થયા જેના પર લોકસભામાં ચર્ચા ચાલુ છે. બિલો પર ચર્ચા માટે 16 અને 17 એપ્રિલના રોજ 15 કલાક જેટલો સમય નિર્ધારિત કરાયો છે અને કાલે એટલે કે 17 એપ્રિલના રોજ 4 વાગે મતદાન થશે. બિલમાં લોકસભા સાંસદોની સંખ્યા કુલ 850 કરવાનો પ્રસ્તાવ છે. આ ચર્ચા દરમિયાન મુસ્લિમ અનામત વિશે પણ સવાલ ઉઠ્યો. જાણો અમિત શાહે શું જવાબ આપ્યો.
Lok Sabha Seats: મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવા માટે તૈયારીઓ ચાલુ છે. જે હેઠળ 16 એપ્રિલે લોકસભામાં બિલ રજૂ થઈ શકે છે. આ સાથે કુલ 3 બિલ રજૂ થશે જે મુજબગુજરાતની લોકસભા અને વિધાનસભાની સીટોમાં કેટલો વધારો થઈ શકે તે ખાસ જાણો.
દેશમાં વર્ષ 2029મા લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ભારત સરકાર મહિલા અનામત લાગૂ કરવાની તૈયારીમાં છે, જેથી આવનાર સમયમાં લોકસભા સીટોની સંખ્યા 543થી વધી 816 થઈ શકે છે.
Middle East Crisis Effect On India: પહેલા લોકસભામાં પીએમ મોદીનું સંબોધન અને પછી રાજ્યસભામાં, રાજનાથ સિંહની બેઠક અને હવે ઓલપાર્ટી મિટિંગ....પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે કોરોના જેવા પડકારો માટે તૈયાર રહેવું પડશે. ત્યારે સવાલ સ્વાભાવિક રીતે થાય કે 5 વર્ષ પહેલા જેવું સંકટ દેશમાં દસ્તક આપી રહ્યું છે? જો કે સરકારનું પૂરેપૂરું આશ્વાસન છે કે સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી તૈયારીઓ છે.
Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં આ જાણકારી આપતા કહ્યું કે, સરકારનું ફોકસ દેવા માફીને બદલે ખેડૂતોની આવક અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા પર છે.
PM Modi On Middle East Crisis: ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના પગલે મિડલ ઈસ્ટમાં મોટું સંકટ ઊભુ થયું છે જેની અસર અન્ય દેશો ઉપર પણ પડી રહી છે. પીએમ મોદીએઆ સંકટ પર આજે લોકસભામાં સંબોધન કરી અનેક મહત્વની વાતો કરી.
8th Pay Commission: 8મા પગાર પંચ અંગે દેશભરમાં ચર્ચા તેજ બની છે, અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પગાર અને પેન્શનમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. આ દરમિયાન, બીજો એક મોટો વર્ગ (જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ના નિવૃત્ત કર્મચારીઓ) પણ તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણી અંગે અવાજ ઉઠાવી રહ્યો છે.
Modi government On 8th Pay Commission: કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની રચના કરી છે. આ પંચને નવેમ્બર 2025માં સૂચિત કરવામાં આવ્યું હતું અને તેને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
Lok Sabha Speaker: લોકસભા સ્પીકરને તેમના પદ પરથી હટાવવા એ રાજકીય રીતે એક મોટું પગલું જરૂર છે, પરંતુ બંધારણીય રીતે તેના માટે એક સ્પષ્ટ અને સુસ્થાપિત પ્રક્રિયા છે. ચાલો જોઈએ કે, કેવી રીતે સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે.
Speaker Om Birla: લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું કહેવું છે કે, તેમણે જ વડાપ્રધાનને સંસદમાં આવવાની મનાઈ કરી હતી. તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે કોંગ્રેસના સાંસદો તેમના પર શારીરિક હુમલો કરી શકતા હોત. આ દરમિયાન હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.
Rahul Gandhi Vs Ravneet Singh Bittu: સંસદ પરિસરમાં આજે એક એવી ઘટના ઘટી જેણે રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો. રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બીટ્ટુ વચ્ચે જે શાબ્દિક ટપાટપી થઈ તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જાણો સમગ્ર મામલો અને જુઓ વીડિયો.
Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સવારે 11 વાગે દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. જેમાં કઈ કઈ મહત્વની જાહેરાતો થઈ શકે છે તે ખાસ જાણો.
Union Budget 2026 Live Updates: આજે 1 ફેબ્રુઆરી 2026નો દિવસ આજના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત નવમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો. આ વખતનું બજેટ 2026 એટલા માટે પણ ખાસ હતું કારણ કે પહેલીવાર કેન્દ્રીય બજેટ રવિવારના દિવસે રજૂ થયું. કેન્દ્રીય બજેટની પળેપળની અપડેટ માટે વાંચો Z 24 કલાકનો લાઈવ બ્લોગ.
સંસદ ગૃહમાં ધાબળા ઓઢીને સૂઈ ગયા વિપક્ષના નેતાઓ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.