અમદાવાદમાં એક વ્યક્તિનો અનોખો ક્રિકેટ પ્રેમ, બનાવ્યો 0.880 મીલીગ્રામ સોનાનો વિશ્વ કપ

અમદાવાદના જમાલપુરમાં રહેતા રોફ શેખે અનોખી રીતે પોતાનો ક્રિકેટ પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે વજનમાં સૌથી હળવો હોય તેવો સોનાની મદદ વડે માત્ર 0.880 મીલીગ્રામનો કપ બનાવ્યો છે. 
 

 અમદાવાદમાં એક વ્યક્તિનો અનોખો ક્રિકેટ પ્રેમ, બનાવ્યો 0.880 મીલીગ્રામ સોનાનો વિશ્વ કપ

અતુલ તિવારી/અમદાવાદઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી વિશ્વ કપ-2019નો પ્રારંભ થઈ ચુક્યો છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કુલ 16 મેચો રમાઇ ચુકી છે. ભારતીય ટીમે પણ પોતાની બંન્ને મેચમાં વિજય મેળવીને શાનદાર પ્રારંભ કર્યો છે. હાલમાં ભારતના કરોડો ક્રિકેટ ચાહકો વિશ્વકપનો આનંદ માણી રહ્યાં છે અને ટીમને સમર્થન કરી રહ્યાં છે. તો ક્રિકેટપ્રેમિઓ અનેક રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. 

ત્યારે અમદાવાદના જમાલપુરમાં રહેતા રોફ શેખે અનોખી રીતે પોતાનો ક્રિકેટ પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે વજનમાં સૌથી હળવો હોય તેવો સોનાની મદદ વડે માત્ર 0.880 મીલીગ્રામનો કપ બનાવ્યો છે. જેને વિશ્વમાં સૌથી હળવો દોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. 

વર્ષ 2007માં 1.200 ગ્રામનો સોનાનો કપ બનાવી ચુકેલા રોફ શેખે આ વખતે 0.880 મીલીગ્રામ જેટલા જ વજનનો સૌથી હલકો કપ બનાવ્યો છે.. આ અગાઉ લંડનના એક શખ્સે 900 મીલીગ્રામનો કપ બનાવ્યો હતો જે વિશ્વમાં સૌથી હલકો માનવામાં આવતો હતો. ત્યારે હવે રોફ શેખે બનાવેલા વિશ્વના આ સૌથી હલકા કપની વાત કરીએ તો તેને બનાવવામાં 3 મહિના જેટલો સમય લાગ્યો છે તો સાથે જ 60, 000 રૂપિયાનો ખર્ચ થયો છે. આ કપ 18 સેન્ટિમીટરની ઉંચાઈ અને 4 સેન્ટિમીટરની પહોળાઈ ધરાવે છે. 

ભારત આ વખતે વર્લ્ડ કપ જીતે તો રોફ શેખ આ 0.800 મીલીગ્રમના કપને ભારતીય ટીમને ભેટ આપવા માંગે છે અને જો તે શક્ય ના બને તો વડાપ્રધાન મોદી અથવા ગૃહપ્રધાન અમિત શાહને પણ તેઓ આ કપ ભેટ સ્વરૂપે આપવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટના ચાહક એવા રોફ શેખે વર્લ્ડ કપ 2007 દરમિયાન પણ એક કપ બનાવ્યો હતો પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની હાર થતા તેમણે વર્ષ 2007મા બનાવેલો 1.200 ગ્રામનો કપ સીએમ વિજય રૂપાણીને ભેટમાં આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news