વિવાદોમાં ઘેરાયેલા ગોપાલ ઈટાલિયાએ ખેલ્યું પાટીદાર કાર્ડ, કહ્યું-ભાજપ સરકાર પાટીદારોને કરી રહી છે અન્યાય

Gopal Italiya Arrested : AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા આજે ખોડલધામના દર્શને... દિલ્હીમાં અટકાયત બાદ મુક્તિ થતાં રાજકોટ એરપોર્ટથી સીધા જ ખોડલધામ જશે... ગોપાલ ઈટાલિયા સાથે સાંસદ રાઘવ ચઢ્ઢા પણ જોડાશે.. રાજકોટ એરપોર્ટ પર આપ્યું વિવાદિત નિવેદન... વિરોધી પક્ષો સામે લડવા મા ખોડલના આશીર્વાદની જરૂર હોવાનું જણાવ્યું... 

વિવાદોમાં ઘેરાયેલા ગોપાલ ઈટાલિયાએ ખેલ્યું પાટીદાર કાર્ડ, કહ્યું-ભાજપ સરકાર પાટીદારોને કરી રહી છે અન્યાય

ગૌરવ દવે/રાજકોટ :AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા આજે ખોડલધામના દર્શને પહોંચ્યા છે. દિલ્હીમાં અટકાયત બાદ મુક્તિ થતાં રાજકોટ એરપોર્ટથી સીધા જ ખોડલધામ જવા નીકળ્યા હતા. મહિલાઓ મુદ્દે વીડિયો વિવાદ બાદ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, વિરોધી પક્ષો સામે લડવા મા ખોડલના આશીર્વાદની જરૂરી છે. ત્યારે PM મોદી સામે વિવાદીત ટીપ્પણી બાદ ઘેરાયેલા ઈટાલિયાએ ખેલ્યું પાટીદાર કાર્ડ...કહ્યુ, ભાજપ સરકાર પાટીદારોને કરી રહી છે અન્યાય...

દિલ્હીમાં ધરપકડ અને મુક્તિ બાદ પ્લેન દ્વારા રાજકોટ એરપોર્ટ પર આજે સવારે ઉતર્યા હતા. એરપોર્ટ પરથી સીધા જ કાગવડ ખોડલધામ જવા રવાના થયા છે. ગોપાલ ઈટાલીયાની અટકાયત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ગોપાલ ઈટાલીયા સાથે સાંસદ રાધવ ચઢ્ઢા અને ઇંદ્રનીલ રાજ્યગુરુ સહીત નેતાઓ પણ સાથે છે. ત્યારે મા ખોડલના આર્શીવાદ લેતા પહેલા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે. ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યું છે. 

સાથે જ ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભાજપ જુના વીડિયો વાયરલ કરી મત માંગવા નીકળ્યા છે. NCW માં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે મેડમે મારી સાથે ખરાબ વર્તન કર્યું. ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રી પદેથી ગાળો ભાંડી છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ છે. પાટીદાર આગેવાનો સાથે વાત થતા કહ્યું, આવું ન થવું જોઈએ. સ્મૃતિ ઈરાની મારા જુના વિડીયો પોસ્ટ કરે છે પણ તે ગેસના બાટલા માથે લઈને રોડ પર નાચતા હતા તેવા વીડિયો પણ તેને પોસ્ટ કરવા જોઈએ. 

તો ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીના આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, AAP ને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતીઓનું અપમાન કર્યુ છે. રાજકીય ફાયદા માટે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ચૂંટણીમાં ફાયદા માટે આપના નેતાઓ નિવેદન આપી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં AAP ધ્વસ્ત થઈ જશે.

ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસ પહોંચ્યા હતા. પીએમ મોદી સામે અપમાનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. મહિલા આયોગ દ્વારા ઈટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો મામલે ગોપાલ ઈટાલિયાને સમન પાઠવાયું હતું. મહિલાઓને સંબોધીને ઈટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો. 

મંદિર અને મહિલાઓ અંગે વીડિયો વાયરલ થયો હતો
ગોપાલ ઈટાલિયાનો વધુ એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  જેમાં ગોપાલ ઈટાલિયા મંદિરો અને મહિલાઓના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી કરતા નજરે પડે છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા નજરે પડે છે કે, મંદિરોમાં મહિલાઓનું શોષણ થાય છે. કથામાં જવાથી મંદિરોમાં થવાથી કંઈ મળવાનું નથી. ગોપાલ ઈટાલિયાનો મહિલાઓને સંબોધન કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news