hit and run

અમદાવાદ : પેપર વેચતા ફેરિયાને રોન્ગ સાઈડ આવતી BRTS બસે કચડ્યા, કમકમાટીભર્યું મોત   

 • બસ ઓવર સ્પીડમાં રોન્ગ સાઈડ પરથી આવી રહી હતી, ત્યારે બસે એક્ટિવા પર જઈ રહેલા જેલાભાઈને અડફેટે લીધા
 • જ્યાં સુધી ડ્રાઈવર નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ ઉઠાવી દેવાય તેવી માંગણી તેમના પરિવારજનોએ કરી

Jul 14, 2021, 08:46 AM IST

Surat : પાંડેસરમાં અકસ્માતો સર્જીને ભાગેલો ડમ્પરચાલક પકડાયો

 • ઉધના તરફથી પુરઝડપે હંકારીને આવતા ડમ્પર ચાલકે બે રીક્ષાને અડફટે લીધી હતી. જેથી એક રીક્ષા પલટી હતી. આ દરમિયાન લીનાબેનને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ તેમનુ મોત થયુ હતુ

Jul 9, 2021, 11:23 AM IST

પિતાનો વલોપાત - 22 વર્ષે અમને સંતાનપ્રાપ્તિ થઈ હતી, અને 2 મિનિટમાં દીકરાને જીપ નીચે કચડી નાંખ્યો

 • કવિશના માતા પિતાને 22 વર્ષ બાદ ભગવાને સંતાન પ્રાપ્તિનું સુખ આપ્યું હતું, પણ માત્ર 7 જ વર્ષમાં આ બાળક પણ ભગવાને છીનવી લીધો

Jul 4, 2021, 03:17 PM IST

રેસિંગ જીપના તોતિંગ પૈડાએ 7 વર્ષના કવિશને કચડ્યો, વડોદરામાં હિટ એન્ડ રન

 • મોડી સાંજે રેસિંગ જીપના ચાલકે એક્ટિવા પર જતાં ત્રણ વ્યક્તિઓને એડફેટે લીધા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં 7 વર્ષના માસૂમ બાળક કવિશ પટેલનું સ્થળ પર જ મોત નિપજ્યું

Jul 4, 2021, 07:40 AM IST

હિટ એન્ડ રન : પર્વ શાહની કારનો પીછો કરનાર ખાખીધારી કોણ, પોલીસ પણ મૂંઝવણમા

શિવરંજની (Shivranjani) ના હિટ એન્ડ રન કેસ (Hit And Run Case) માં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ 304 મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે આ હિટ એન્ડ રન મામલે મોટો વળાંક સામે આવ્યો છે. પર્વ શાહની સાથે સીસીટીવીમા દેખાતી બીજી કારનો માલિક ચર્ચામાં આવ્યો છે. 

Jul 2, 2021, 10:36 AM IST

અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલી વધી, કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર

અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન (hit and run) કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને પોલીસે આજે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આરોપી પર્વ શાહના આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ માન્ય રાખ્યા હતા

Jun 30, 2021, 06:14 PM IST

હિટ એન્ડ રન : પર્વ શાહ સાથે ભાગેલા મિત્રોને પણ પોલીસે પકડ્યા, હાલ પૂછપરછ શરૂ

અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન (hit and run) કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી યુવક પર્વ શાહ ગઈકાલે સાંજે પોલીસ સામે હાજર થયો હતો. પર્વ શાહને ટ્રાફિક પોલીસ દ્વારા આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કરાશે. ત્યારે તેની સાથે ભાગી ગયેલા મિત્રોને પણ પોલીસે પકડી લીધા છે. 

Jun 30, 2021, 03:22 PM IST

શ્રમિકોને કારથી કચડ્યા પછી પર્વ શાહ અને તેના મિત્રોએ આખી રાત કેવી રીતે વિતાવી, સામે આવી વિગતો

 • અકસ્માત બાદ પર્વ અને તેના મિત્રો ક્યાં ક્યાં ગયા તેની ઝી 24 કલાક પાસે એક્સક્લુઝીવ માહિતી આવી
 • પર્વના એક મિત્ર પાર્થને ઘટના સ્થળે અકસ્માત બાદ શ્રમિકો દ્વારા માર પડ્યો હતો
 • સવારે પર્વ તેના પરિવારજનો સાથે સાણંદ મેલડી માતાના દર્શન કરવા ગયો હતો

Jun 30, 2021, 12:32 PM IST

હિટ એન્ડ રન : શ્રમિક પરિવારને કાર નીચે કચડનાર શૈલેષ શાહનો પરિવાર ઘરને તાળુ મારી ફરાર

અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં માલેતુજાર પરિવારના નબીરાઓએ રેસ લગાવીને એક પરિવાજને વિખેરી નાંખ્યો હતો. એક મહિલાનું મોત થયું, અને પરિવારના ચાર લોકો ઘાયલ થયા છે. ત્યારે આ કારનો માલિક શૈલેષ શાહ હોવાનું પોલીસ તપાસમા ખૂલ્યુ છે. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ પરિવાર ઘર બંધ કરીને ફરાર થયોછે. હાલ પોલીસ આ પરિવારને શોધી રહ્યો છે. 

Jun 29, 2021, 02:35 PM IST

માલેતુજાર પરિવારના નબીરાઓને રોડ પર રેસ લગાવવાનું લાયસન્સ કોણે આપ્યું? હિટ એન્ડ રનના CCTV મળ્યા

 • આ ઘટનાથી ફરી એકવાર વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસની યાદ તાજી થઈ 
 • આઈ 20 કારના ચાલકે બીજી કારની આગળ જવા ફૂટપાથ સુધી કાર લઈ ગયો હતો અને ફૂટપાથ પર સૂતેલા લોકો પર ગાડી ચઢાવી દીધી
 • રાત્રિ કરફ્યૂમાં કેટલાક નબીરાઓએ લગાવેસી રેસ એક પરિવાર માટે જીવલેણ સાબિત થઈ છે. નબીરાઓની રેસને કારણે એક શ્રમજીવી પરિવાર વિખેરાયો

Jun 29, 2021, 10:00 AM IST

અમદાવાદમાં હિટ એન્ડ રન : ઝૂપડામાં સૂઈ રહેલા શ્રમજીવી પરિવાર પર કાર ફરી વળી, એકનું મોત

અમદાવાદની સવાર ફરી એકવાર અકસ્માતથી શરૂ થઈ છે. અમદાવાદમાં મોડી રાત્રે સનસનાટીભર્યો બનાવ બન્યો છે. શિવરંજનીના બીમાનગર પાસે પોતાના ઝૂપડામાં જમી રહેલા લોકો પર કાર ચઢી ગઈ હતી. જેમાં એકનુ મોત નિપજ્યુ છે, તો 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક યુવકોની રાત્રિ કરફ્યૂમાં ખાલી રોડ પર કાર ચલાવવાની મસ્તીએ ગરીબ લોકોનો જીવ લીધો છે. 

Jun 29, 2021, 08:16 AM IST

રાજકોટમાં હિટ એન્ડ રન : જે દીકરીની બાધા પૂરો કરવા પરિવાર નીકળ્યો હતો, તેનુ જ અકસ્માતમાં થયુ મોત

 • રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલકે પરિવારને ટક્કર મારી
 • એકની એક દીકરી ગુમાવ્યાના આઘાતમાં પરિવાર સરી પડ્યો

Jun 23, 2021, 11:05 AM IST

હિટ એન્ડ રન : બાઈક પર આંટો મારવા નીકળેલા 3 મિત્રોને કારે એવી રીતે ફંગોળ્યા કે રસ્તા પર જ જીવ ગયો

ગોધરામાં હિટ એન્ડ રન (hit and run) ની ઘટનામાં ત્રણ શખ્સોને મોત નિપજ્યાં છે. ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર અને ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગોધરા નવા બહારપુરા વિસ્તારના ત્રણ બાઈક સવાર યુવકોના મોત નિપજ્યાં છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા, જ્યારે આ હાઈવેએ તેમનો ભોગ લીધો હતો.

Jun 3, 2021, 07:40 AM IST

લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરિવારની ગાડીને ટ્રકે ટક્કર મારી, 4 સભ્યોના મોત

 • અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતનો અવાજ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા
 • પરિવાર દાંતીવાડામાં લગ્ન સમારોહ પતાવીને પોતાના ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો

May 22, 2021, 11:04 AM IST

અમદાવાદના પોશ વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના : ખાનગી બસની ટક્કરથી બાઈકચાલક ઘાયલ

અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતથી સવાર પડી છે. પ્રહલાદનગર વિસ્તારમાં ખાનગી બસ અને બાઇક વચ્ચે હિટ એન્ડ રનની ઘટના ઘટનામાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઓવર સ્પીડમાં આવતી ખાનગી બસે બાઈકને ટક્કર મારી હતી, જેથી આ અકસ્માત સર્જાયો હતો.

May 20, 2021, 09:38 AM IST

કંપનીમાંથી કામ પતાવીને ઘરે ફરી રહેલા કર્મચારીઓની ગાડીને અકસ્માત, પાંચના મોત

ભરૂચના નેત્રંગ તાલુકાના મોવી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે કાર ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે.

May 12, 2021, 03:51 PM IST

પત્નીના નજર સામે પતિનું મોત, હાઈવે પર પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી

વડોદરાના તરસાલી બાયપાસ પાસે હિટ એન્ડ રન (hit and run) નો બનાવ બન્યો હતો. પણ આ અકસ્માત એક પત્નીએ તેના પતિને ગુમાવ્યો હતો. પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતુ. પરંતુ પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી. 

May 9, 2021, 03:03 PM IST

VADODARA: કરજણના MLA ના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ નિપજ્યું મોત

જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામ નજીક ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર રિષી પટેલની કારની અડફેટે એક સિનિયર સિટીઝનનું મોત થયું છે. આ મુદ્દે કરજણ પોલીસ દ્વારા ધારાસભ્યનાં પુત્ર સામે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા એકત્ર થઇ જતા ધારાસભ્યનો પુત્ર ફરાર થઇ ગયો હતો. આ બનાવના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે લાંબી ડામાડોળ બાદ આખરે લોકોનાં દબાણને પગલે પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી. 

Apr 21, 2021, 05:23 PM IST

દારૂના નશામાં યુવતીને કાર નીચે કચડનાર અતુલ વેંકરિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયો

સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેંકરિયા દ્વારા ઉર્વશી નામની યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ દારૂના નાશમાં કાર અકસ્માત કર્યો હોવાનું પૂરવાર થતા અતુલ વેંકરિયાની ધરપકડનો રસ્તો ખુલ્લો થયો હતો. જોકે, તે પહેલાં અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન આગોતરા જામીન કર્યા બાદ આજે અતુલ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. હાલ તો પોલીસે ધકપકડની કાર્યવાહી હાથ ધરી છે. 

Apr 7, 2021, 03:39 PM IST

અતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ દિવસે અતુલ વેંકરીયાની કારથી દીકરી કચડાઈ

સુરતમાં હાલ અતુલ બેકરીના માલિકના હિટ એન્ડ રન (hit and Run) નો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. વેસુ રોડ પર અતુલ બેકરી (atul bakery surat) ના સંચાલક અતુલ વેંકરિયાએ પૂરઝડપે કાર હંકારીને 3 ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં મોપેડ ચાલક એક યુવતીનું મોત નિપજ્યું હતું. ઉમરા પોલીસે અતુલ વેંકરિયાની અટકાયત કરી હતી, જેના બાદ તેના જામીન મંજૂર થયા હતા. જોકે, અતુલ વેંકરિયા (Atul Vekariya) ની કારની અફડેટે જે યુવતીનું મોત નિપજ્યું છે, તે યુવતી બારડોની વતની છે. વ્હાલસોયી દીકરી ગુમાવવાથી તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. 

Apr 1, 2021, 10:12 AM IST