RTE અંતર્ગત એડમિશનનો આજથી પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત: જાણી લો ફોર્મ ભરવાની અંતિમ તારીખ

ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે, જે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. RTE અંતર્ગત ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી ગરીબ અને સામાન્ય વાલીઓના બાળકોને ધોરણ 1 ના વર્ગોમાં પ્રવેશ ફાળવવામાં આવશે. 

RTE અંતર્ગત એડમિશનનો આજથી પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત: જાણી લો ફોર્મ ભરવાની અંતિમ તારીખ

ઝી બ્યુરો/અમદાવાદ: આજથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. 22 એપ્રિલ સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ખાનગી શાળામાં ધોરણ 1ના વર્ગોમાં પ્રવેશ માટે RTE ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જેથી વાલીઓ rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ફોર્મ ભરતી વખતે આ ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે 
RTE નું ફોર્મ ઓનલાઈન ભરવાનું હોવાથી વાલીઓએ જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, IT રિટર્ન, જો IT રિટર્ન ના ભરેલું હોય તો IT રિટર્ન ના ભરતા હોવાનું સોગંદનામું અપલોડ કરવાનું રહેશે. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થશે તો ફોર્મ રિજેક્ટ કરાશે. 

ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે, જે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. RTE અંતર્ગત ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી ગરીબ અને સામાન્ય વાલીઓના બાળકોને ધોરણ 1 ના વર્ગોમાં પ્રવેશ ફાળવવામાં આવશે. 

અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, RTE ના દસ્તાવેજ ચકાસણી માટે 90 વેરીફાયર નિયુક્ત કરાયા છે. ઓનલાઈન ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. ખોટા ડોક્યુમેન્ટ રજુ કરનાર વાલીઓ સામે પણ મોટી કાર્યવાહી થશે. ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરનારનું ભવિષ્યમાં પ્રવેશ રદ થઈ શકે છે. ગરીબોને જ પ્રવેશ મેળવે એ ધ્યાન આપવામાં આવશે. વાલીઓ 6 કિ.મી સુધીની તમામ શાળાઓ પસંદ કરે એ જરૂરી છે. અમદાવાદની 1350 શાળાઓમાં 11,500 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. 

ડ્રોના માધ્યમથી અપાશે પ્રવેશ
તારીખ 31 મે, 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મળશે. ઓનલાઈન અરજીમાં વાલીઓ તેમના નિવાસની આસપાસની જે શાળાઓમાં બાળકનો પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેવી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમની શાળાઓ પસંદ કરી શકશે. ત્યાર બાદ ડ્રોના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news