આ સેવાભાવી ગ્રૂપને કારણે અમદાવાદમાં અનેક ગરીબોને ભૂખ્યા સૂવાનો વારો નથી આવતો
અમદાવાદના બોપલ વિસ્તારનું એક ગ્રુપ ભૂખ્યાને ભોજન પહોંચાડવાની અનોખી સેવા પૂરી પાડે છે. આ ગ્રુપ મેમ્બર્સનું માનવું છે કે, મધર ટેરેસા તેમના માટે ઈન્સ્પિરેશન છે. દરરોજ એક વ્યક્તિને પૌષ્ટીક આહાર ખવડાવે તેનાથી તેમને સુખદ અનુભવ થાય છે. તો મળીએ આવા સેવાભાવી ગ્રૂપને....
Trending Photos
મૌલિક ધામેચા / અમદાવાદ :અમદાવાદના બોપલ વિસ્તારનું એક ગ્રુપ ભૂખ્યાને ભોજન પહોંચાડવાની અનોખી સેવા પૂરી પાડે છે. આ ગ્રુપ મેમ્બર્સનું માનવું છે કે, મધર ટેરેસા તેમના માટે ઈન્સ્પિરેશન છે. દરરોજ એક વ્યક્તિને પૌષ્ટીક આહાર ખવડાવે તેનાથી તેમને સુખદ અનુભવ થાય છે. તો મળીએ આવા સેવાભાવી ગ્રૂપને....
અમદાવાદ રાઈડ અકસ્માતને કારણે એક માસુમનો પગ કપાયો, હવે આજીવન અપંગ બનીને રહેવું પડશે
આ ગ્રુપના લીડર છે રમેશ સિન્હા, જેઓ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. રમેશ સિન્હાએ સૌપ્રથમ બે વર્ષ અગાઉ બાળકોને ભોજન આપવાની સેવા પ્રવૃત્તિની શરુઆત કરી હતી અને આજે 150થી વધુ ગરીબો માટે જાતે જમવાનું બનાવીને તેમને આપવા પણ જાય છે. આ સેવાકાર્યની શરૂઆત કેવી રીતે થઈ તે વિશે તેઓ કહે છે કે, હું એક સમયે વોકિંગમાં નીકળ્યો હતો ત્યારે ગરીબ બાળકો પર મારી નજર ગઈ હતી, ત્યારે તેમના જમવા અંગે કંઈક કરવું જોઈએ તેવો મને વિચાર આવ્યો હતો. અને ઘરે જઈ હોટેલમાંથી ગરીબ બાળકો માટે જમવાનું મંગાવી આપવા ગયો હતો.
આ સેવાભાવી કાર્ય બે વર્ષ અગાઉ શરૂ થયું હતું. આજે તેમના 15થી વધુ મિત્રો આ સેવા પ્રવૃત્તિ માટે આગળ આવ્યા છે. દર શનિવાર રવિવારે રમેશ સિન્હા બપોરે પોતાના ઘરે જ ખીચડી અને છાશ બનાવે છે. જે પહેલા બહાર ઓર્ડર કરી મંગાવતા હતા. જોકે પોતાની આ પ્રવૃત્તિને સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકો સમક્ષ પહોંચાડી રહ્યા છે. હવે તેમના મિત્રો અને સગા સબંધીઓ પણ તેમના આ કાર્યમાં સહાય આપવા આગળ આવ્યા છે. તેઓ 150થી વધુ આ કાર્ય કરવા માટે ઈચ્છા દર્શાવી જેને લઇ આજે 150 થી વધુ બાળકોને સાંજે પૌષ્ટિક આહાર મળી રહે છે.
'હોપ કિચન'નાં નામથી રમેશ સિન્હા પોતાના મિત્રો સાથે હવે દર શનિવાર અને રવિવારે ગરીબ બાળકો સાથે સમય વિતાવે છે. ક્યારેક પરિચિત મિત્રો પોતાનો જન્મ દિવસની ઉજવણી પણ બાળકોને જમાડી અને ચોકલેટ આપીને કરતા થયા છે. છેલ્લા એક વર્ષથી સતત ચાલતી આ મુવમેન્ટ અમદાવાદના આસપાસનાં અનેક વિસ્તારમાં કરવામાં આવે છે. જેને લઇ ગ્રુપ મેમ્બર્સ પણ ઈચ્છી રહ્યા છે કે, આ મૂવમેન્ટ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બને. જેનાથી દરેક ગરીબ બાળકોને એક સમય પૌષ્ટિક આહાર મળી રહે. શરૂઆત ભલે નાની હોય પણ આ પ્રકારની કામગીરીથી એક બાળકને ભૂખ્યા સુઈ જવાનો વખત નહિ આવે અને ભિક્ષુક પ્રવૃત્તિમાં જોડાતા અટકશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે