અમદાવાદમાં હવે આંખની તપાસ AI ટેક્નોલોજીથી થશે! કીકી પહોળી કર્યા વગર સેકેન્ડોમાં દર્દીની સારવાર

દર્દીને આંખની કઈ તકલીફ છે તેની માહિતી AI દ્વારા તૈયાર કરાયેલ સોફ્ટવેર અને આ મશીનની મદદથી ડોક્ટર વિના જ મળી જશે. વિશ્વના કોઈપણ ખુણેથી ડોકટર દર્દીની સારવાર કરી શકશે. આંખની અલગ અલગ પ્રકારની બે એન્જિયોગ્રાફી એક જ વારમાં એક સાથે કરી શકાય છે.

અમદાવાદમાં હવે આંખની તપાસ AI ટેક્નોલોજીથી થશે! કીકી પહોળી કર્યા વગર સેકેન્ડોમાં દર્દીની સારવાર

ઝી બ્યુરો/અમદાવાદ: દેશમાં પ્રથમવાર અમદાવાદમાં આર્ટિફીશીયલ ઈન્ટેલિજન્સ સાથેનું અત્યાધુનિક મશીન હવે શહેરમાં આવી ગયું છે. દર્દીને આંખની કઈ તકલીફ છે તેની માહિતી AI દ્વારા તૈયાર કરાયેલ સોફ્ટવેર અને આ મશીનની મદદથી ડોક્ટર વિના જ મળી જશે. વિશ્વના કોઈપણ ખુણેથી ડોકટર દર્દીની સારવાર કરી શકશે. આંખની અલગ અલગ પ્રકારની બે એન્જિયોગ્રાફી એક જ વારમાં એક સાથે કરી શકાય છે. તેમજ તેનો વિડીયો પણ એક સાથે કેપ્ચર કરી શકાય છે. 

આંખના પડદા પર રહેલી વાળના 10માં ભાગ જેટલી સુક્ષ્મ લોહીની નળીનું અને આંખના પડદાના કોષનુ ઉડાણપુર્વકનું વિશ્લેષણ કરી શકાય છે. ગુજરાતના પ્રથમ ‘મલ્ટી સ્પોટ રેટીનલ લેસર મશીન' દ્વારા 45 મિનીટને બદલે 20 મિનીટમાં લેસર સારવાર થઈ શકશે. જેનાથી ચોક્કસ રીતે લેસર સ્પોટ આપી શકાતું હોવાથી દર્દીની સારી રીતે ઓછા સમયમાં સારવાર થઈ શકે છે.

વિવધ કારણોસર આંખની રેટીનાના રોગોમાં વધારો થયો છે. તેમજ કોરોના બાદ ડાયાબીટીસ રેટીનોપથીના કેસ પણ વધ્યાં છે. ત્યારે સારવાર માટે આવતાં 30થી 40 ટકા દર્દીને લેસરની સારવારની જરૂર પડે છે. પરંતુ, રેટીનાની વિવિધ તકલીફથી પીડાતા દર્દીની લેસર સારવાર માટે હાલમાં ગુજરાતમાં સિંગલ સ્પોટ લેસર મશીન જ ઉપલબ્ધ છે. 

ત્યારે રાજ્યમ પ્રથમવાર ‘નૈત્રાલય સુપર સ્પેશ્યાલીટી આઇ હોસ્પિટલ’માં અત્યાધુનિક હાઈટેક લેસર મશીન ઉપલબ્ધ થયું છે. જેનાથી 30 સેકન્ડને બદલે માત્ર 1 સેકન્ડમાં 64 લેસર સ્પોટની સ્પીડ હોવાથી સારવાર ઝડપી અને એક્યુરેટ બની છે. તેનાથી ઉંમર લાયક દર્દી કે જેમને આંખના પડદાનું લેસર કરવામાં ઘણી ડિસકમ્ફર્ટ થતી હતી તેને નિવારી શકાશે, અને તેના રિઝલ્ટ પણ ઘણાં સારા આવે છે. 

દેશમાં પ્રથમવાર આંખની બે પ્રકારની એન્જિયોગ્રાફી ડાઇ ઇન્જેક્ટ કર્યા વિના એક જ વારમાં કરી આપતું તેમજ વિશ્વના કોઇપણ ખુણેથી ડોકટર દર્દીની સારવાર કરી શકે તેવાં આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ સાથેના અત્યાધુનિક મશીનની માહિતી ડો પાર્થ રાણાએ આપી છે. 

વિવિધ કારણોસર આંખની રેટીનાના રોગોમાં વધારો થયો છે. ત્યારે દેશમાં પ્રથમવાર આંખની રેટીનાની એક સાથે એક જ વારમાં બે અલગ અલગ પ્રકારની એન્જિયોગ્રાફી કરતું તેમજ આંખના પડદા પર રહેલી વાળના 10માં ભાગ જેટલી સુક્ષ્મ લોહીની નળીનું ઉડાણપુર્વકનું વિશ્લેણ કરી આપતું મશીન શહેરમાં સૌપ્રથમવાર  ‘નેત્રાલય સુપર સ્પેશ્યાલીટી આઇ હોસ્પિટલ’માં ઉપલબ્ધ થયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news