કેન્દ્ર સરકાર સીધા તમારા ખાતામાં મોકલશે 10,000 રૂપિયા, ફટાફટ કરી લો આ નાનકડું કામ

હજુ પણ મોટા પાયે અનેક એવા લોકો છે જેમને ફરીથી કામ શરૂ કરવા માટે પૈસાની જરૂર છે. 

કેન્દ્ર સરકાર સીધા તમારા ખાતામાં મોકલશે 10,000 રૂપિયા, ફટાફટ કરી લો આ નાનકડું કામ

નવી દિલ્હી: કોરોનાના કારણે ધંધા રોજગાર પ્રભાવિત થયા છે. એમા પણ રોજેરોજ કમાઈ ખાનારા મજૂર વર્ગના લોકો તો સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયા. જો કે હવે ધીરે ધીરે ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ થઈ ગયા છે પરંતુ હજુ પણ મોટા પાયે અનેક એવા લોકો છે જેમને ફરીથી કામ શરૂ કરવા માટે પૈસાની જરૂર છે. 

બેન્કની લાંબી પ્રોસેસ અને ઊંચા વ્યાજદરોના કારણે લોકો કરજ લેતા ખચકાઈ રહ્યાં છે. ત્યારે આવામાં મોદી સરકાર દ્વારા રેકડીવાળા, ફેરીયાઓને તાબડતોબ 10,000 રૂપિયાની લોન (Instant Loan) ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 

સરકાર આપે છે 10,000 રૂપિયા
આવામાં  રેકડીવાળા, ફેરિયાઓને કોઈ પણ ગેરંટી વગર 'પીએમ સ્વનિધિ યોજના' હેઠળ 10,000 રૂપિયાની લોન મળી શકે છે. આ માટે તમે નજીકની બેંકમાં જઈને આ યોજના હેઠળ 10 હજાર રૂપિયા લોન લઈને કામધંધો શરૂ કરી શકો છો. આવો જાણીએ આ યોજના વિશે વિગતવાર માહિતી. 

યોજના અંગે ખાસમખાસ વાતો...

- આ યોજના હેઠળ લોન લેનારાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલો હોવો જરૂરી છે. 
- ધ્યાન રાખો, આ લોન તેમને જ મળશે જેઓ 24 માર્ચ 2020 કે તે અગાઉ આ પ્રકારના કામમાં પરોવાયેલા હતા. 
- આ લોનની યોજનાની સમયમર્યાદા માર્ચ 2022 સુધી જ છે એટલે જલદી આ પ્રક્રિયા પૂરી કરો. 
- સ્ટ્રીટ વેન્ડર્સ પછી ભલે તે શહેરી હોય કે સેમી અર્બન, ગ્રામીણ હોય, તેમને આ લોન મળી શકે છે. 
- આ લોનના વ્યાજ પર સબસિડી મળે છે અને રકમ એકાઉન્ટમાં ત્રિમાસિક આધાર પર ટ્રાન્સફર થઈ જાય છે. 

મળશે ગેરંટી ફ્રી લોન
આ સ્કીમ હેઠળ ફેરિયાઓને એક વર્ષ માટે 10,000 રૂપિયા સુધીની કોલેટ્રલ ફ્રી લોન મળી શકે છે. એટલે કે આ યોજનામાં તમારે લોન લેવા માટે કોઈ ગેરંટી આપવી પડશે નહીં. તેમા તમે લોનનું પેમેન્ટ મંથલી હપ્તામાં કરી શકો છો. 

જાણો કેટલી મળે છે સબસિડી?
નોંધનીય છે કે જો વેન્ડર પીએમ સ્વનિધિ સ્કીમમાં મળતી લોનની નિયમિત ચૂકવણી કરે તો તેને 7 ટકા વાર્ષિક વ્યાજ સબસિડીની જોગવાઈ છે. વ્યાજ સબસિડીની રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ત્રિમાસિક આધારે મોકલવામાં આવશે. જો તમે લોનનું સમયસર પેમેન્ટ કરો છો તો તમારી સબસિડી તમારા ખાતામાં આવી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news