close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અંબાજી

Suddenly cloudy weather in Banaskantha PT1M53S

બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો, ખેડૂતોની ચિંતામાં વધારો

બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. અંબાજી, દાંતા અને હડાદ પથંકમાં માવઠાની આશંકા વર્તાઇ રહી છે. ત્યારે માવઠાની આશંકાને લઇને જગતનો તાત ચિંતિત બન્યો છે.

Nov 19, 2019, 02:10 PM IST

અંબાજી: માં અંબાને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા

ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં માતાજીને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા છે

Nov 11, 2019, 08:11 PM IST

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દિવ્યાંગ બાળા પર શિક્ષકોએ આચર્યું દુષ્કર્મ

કુમ્ભારીયા વિસ્તારમાં  ટ્રસ્ટ સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગોનું શિક્ષણ અને પુનર્વસન તાલીમ શાળાનું ચાલે છે. આ જ શાળામાં અભ્યાસ કરતી એક સગીર વયની બાળકી પર શિક્ષકો દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર કિસ્સો ટોક ઓફ ટાઉન બન્યો છે. જો કે હાલમાં દિવાળી વેકેશન હોવાથી શાળાને તાળા લાગેલા છે. આ સગીર વયની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના ગત માસે બની હોવાનું સામે આવ્યું છે. બે નરાધમ શિક્ષકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતા બાળકીએ આ અંગેની જાણ પોતાનાં વાલીને કરી હતી.

Nov 5, 2019, 08:24 PM IST
 sacred pilgrimage was adorned with a shining lamp PT31S

પવિત્ર યાત્રાધામ શામળાજીને રોશનીથી શણગારવામાં આવ્યું

અરવલ્લીના પવિત્ર યાત્રાધામ શામળાજીને રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર નિમિતે શામળાજી મંદિરને વિવિધ પ્રકારની લાઈટોખી શણગારવામાં આવ્યું છે. દિવાળીના પર્વપર મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોટ છે. દિવાળીના તહેવારમાં અનેક ભક્તો ભગવાન કાળીયા ઠાકરના દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે.

Oct 25, 2019, 10:20 PM IST

શરદ પૂનમ : રાત્રે 12ને ટકોરે અંબાજી મંદિરના દરવાજા ખોલી માતાને દૂધ પૌંઆનો ભોગ ધરાવાયો

ગઈકાલે શરદ પૂર્ણિમા (sharad purnima 2019) હતી, જેને પગલે પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં પૌંઆ પૂનમ મનાવવામાં આવી હતી. નવરાત્રિ બાદ ફરી એકવાર અંબાજી મંદિર (Ambaji) નું ચાચરચોક શરદ પૂર્ણિમાએ સોળે કલાએ ખીલેલી રાત્રિએ ખેલૈઆઓનાં તાલે હિલોળે ચઢ્યું હતું. હજ્જારોની સંખ્યામાં ખેલૈઆઓએ શરદ પૂનમની રાતના ગરબા (Garba) ની મોજ માણી હતી. જ્યારે રાત્રિના 12.00ના ટકોરે મંદિરમાં માતાજીનાં નિજ મંદિરનાં દરવાજા ખોલી માતાને દુધ પૌંઆ (Dudh Poha) નો ભોગ ચઢાવાયો હતો. તેમજ રાત્રે કપૂર આરતી કરવામાં આવી હતી.

Oct 14, 2019, 08:05 AM IST

13 વર્ષની કિશોરીના નાણાંના બદલામાં પુખ્ત વયના યુવાન સાથે થયા લગ્ન

દાંતા તાલુકાના ખેરમાળ ગામમાં 13 વર્ષની કિશોરીની રૂપિયા બાબતે સોદેબાજી થઈ છે. કિશોરીના લગ્નના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પંથકમાં ચકચાર મચી છે. છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતો વીડિયોમાં કેદ થઈ છે. કન્યાના વિક્રયમાં વચેટિયાઓ હોવાનું સામે આવ્યું છે.

Oct 13, 2019, 08:46 PM IST

અંબાજી: ગરીબ બાળકોને આપવામાં આવતા ‘સંજીવની દૂધના પાઉચ’ શાળામાં ફેકી દેવાયા

યાત્રાધામ અંબાજીમાં ગુજરાતી પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ યોજનાનું દૂધના ભરેલા પાઉચ ફેંકી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જીલ્લા પંચાયત સંચાલિત ગુજરાતી પ્રાથમિક શાળા નાના બાળકોને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દુર કરવા પોષ્ટિક આહાર સ્વરૂપે અંતરિયાળ વિસ્તાર અને ગરીબ બાળકો માટે સૌપ્રથમ દાંતા તાલુકામાં દુધ સંજીવની યોજના હેઠળ પોષ્ટીક દુધ આપવાની યોજના ચાલુ કરાઈ હતી. 
 

Oct 8, 2019, 11:02 PM IST

મા અંબાના ચાચરચોક યુવાધન હિલોળે ચઢ્યું, ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

આજે નવરાત્રિની પુર્ણાહૂતી થઇ, નવરાત્રીની છેલ્લી ગતરાત્રિએ ખેલૈયોથી અંબાજી મંદિરનું ચાચરચોક હિલોળે ચડ્યું હતું. હજારો ખેલૈયાઓ છેલ્લી નવરાત્રીની મનમૂકીને મજા માણી હતી અને ચાચરચોક માં હૈયે થી હૈયું દળાય તેવી ભીડમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવની હતી.

Oct 8, 2019, 12:46 PM IST
Hawan at Ambaji PT2M19S

નોરતાની આઠમ : અંબાજીમાં અષ્ટમીએ હોમહવન, દર્શનાર્થીઓની જામી ભીડ

આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની આઠમે અંબાજીમાં પરંપરાગત રીતે પૂજા અર્ચના કરાઇ હતી. રાજવી વંશજો પરંપરાગત યજ્ઞમાં જોડાયા હતા અને મા શક્તિની આરાધના કરી હતી. આ પ્રસંગે દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. 

Oct 7, 2019, 01:10 PM IST
Cleaning near Ambaji temple PT1M46S

અંબાજી મંદિર સામે ખડકાયો કચરાનો ઢગ

અંબાજી મંદિર સામે ખડકાયો કચરાનો ઢગ

Oct 6, 2019, 12:45 PM IST

આઠમ પર આજે રાજ્યભરના મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ, અંબાજીમાં ખેડૂતે 551 દીવાની આરતી કરી

આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના થાય છે ત્યારે આજે દુર્ગાષ્ટમીના પાવન અવસર પર રાજ્ય સહિત દેશભરના મંદિરોના ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ મંદિરોમાં હોમ-હવન અને નવચંડી યજ્ઞ યોજાઈ રહ્યાં છે. જેમણે નોરતાના નવ દિવસ ઉપવાસ ન કર્યા હોય તે લોકો પણ આજે આઠમનો ઉપવાસ રાખે છે. આજે દુર્ગાષ્ટમીના રોજ જ્યાં જ્યાં માતાજીના સ્થાપન કર્યા હોય ત્યાં હવન કરવામાં આવે છે. આદ્ય શકિતના અનુષ્ઠાન માટે આજનો દિવસ અતિ ઉત્તમ હોવાથી માઈ ભક્તો આખો દિવસ પૂજા અર્ચનામાં લીન જોવા મળશે. સાથે જ જે ભાવિકો નોરતાના ઉપવાસ કરતા હોય તેવા તેઓ પણ આઠમના દિવસે ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. 

Oct 6, 2019, 08:23 AM IST

ત્રિશુળીયા ઘાટ પર થયેલા અકસ્માત સ્થળે 4 ફૂટ ઉંચી પ્રોટેક્શન દિવાલ બનશે

અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પર થયેલા અકસ્માતમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કુલ 21 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારે આ અકસ્માતની ગંભીરતાને લઇને ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળે 4 ફૂટી ઊંચી અને 23 મીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિવાલનું કામ આગામી બે દિવસ બાદ શરૂ કરવામાં આવશે. 
 

Oct 3, 2019, 07:29 PM IST
New  rule for Ambaji temple of Surat PT2M50S

સુરતના અઠવાલાઇન્સમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં નવા નિયમો

સુરતના અઠવાલાઇન્સમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોજનો દર્શનાથે આવતા હોય છે. કેટલાક લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવે છે ત્યારે ટૂંકા વસ્ત્રો પહેરી દર્શનાથે આવતા હોય છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી અંબાજી મદિરના ટ્રસ્ટીઓએ નવો નિયમ અમલમાં મુક્યો છે. 12 વર્ષ કે તેથી મોટી ઉંમર ધરાવતી મહિલા ટૂંકા વસ્ત્રો પહેરીને મદિરમાં પ્રવેશ આપવા આવશે નહિ. તેમને ગેટ પાસે થી જ અટકાવી દેવામાં આવશે. આ અંગે મદિરના મુખ્ય ગેટ પર બેનરો મારી લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે.

Oct 2, 2019, 05:25 PM IST
Viral video of Ambaji accident PT3M59S

ખોફનાક અંબાજી અકસ્માતનો વીડિયો વાયરલ

અંબાજી (Ambaji)ના ત્રિશૂળીયા ઘાટ પાસે સર્જાયેલા અકસ્માત (Accident) માં 22 શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા હતા. ઓવરસ્પીડ (Over Speed)માં ગાડી ચલાવીને એક્સિડન્ટ સર્જનાર આ બસના ડ્રાઈવર સામે ગઈકાલે માનવવધનો ગુનો નોંધાયો હતો. ત્યારે આજે બસના ચાલક મુનીર વોરાનો વાઈરલ (Viral Video) થયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મુનીર બસ ચલાવતી વખતે એક હાથથી વીડિયો બનાવી રહ્યો છે. આ વીડિયો સાબિત કરે છે કે, ડ્રાઇવરની બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો છે. હાલ ડ્રાઇવર અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Oct 2, 2019, 02:35 PM IST
4 Lakh Assistance To The Family Of The Deceased In Ambaji Accident PT3M50S

અંબાજી અકસ્માત: મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય

આણંદ(Anand) જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ અને આસપાસના પાંચ ગામોના લોકો નવરાત્રી(Navratri) હોવાથી અંબાજી(Ambaji) મંદિર દર્શન કરવા માટે લકઝરી બસ દ્વારા દર્શન કરવા માટે ગયા હતા. તેમા મોટા ભાગના સાગા સબંધીઓ હતા. દર્શન કરી પાછા ફરતા હતા ત્યારે ત્રીસુલિયા ઘાટ પાસે બસ કોઈ કારણો સર પલ્ટી ખાય જતા તેમ સવાર 60 મુસાફરોમાંથી 21 શ્રદ્ધાળુઓના મોતના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Oct 1, 2019, 04:10 PM IST
6 People Died Of Khadol Vilage In Ambaji Accident PT6M43S

અંબાજી અકસ્માત: એક સાથે 6ની અર્થી નિકળતા ખાડોલ ગામ હીબકે ચડ્યું

આણંદ(Anand) જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ અને આસપાસના પાંચ ગામોના લોકો નવરાત્રી(Navratri) હોવાથી અંબાજી(Ambaji) મંદિર દર્શન કરવા માટે લકઝરી બસ દ્વારા દર્શન કરવા માટે ગયા હતા. તેમા મોટા ભાગના સાગા સબંધીઓ હતા. દર્શન કરી પાછા ફરતા હતા ત્યારે ત્રીસુલિયા ઘાટ પાસે બસ કોઈ કારણો સર પલ્ટી ખાય જતા તેમ સવાર 60 મુસાફરોમાંથી 21 શ્રદ્ધાળુઓના મોતના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Oct 1, 2019, 03:45 PM IST
6 Died Of Khadol Vilage In Ambaji Accident PT3M8S

અંબાજી અકસ્માત: ખડોલ ગામના 6 લોકોના મોત, ગામમાં શોકનો માહોલ

આણંદ(Anand) જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ અને આસપાસના પાંચ ગામોના લોકો નવરાત્રી(Navratri) હોવાથી અંબાજી(Ambaji) મંદિર દર્શન કરવા માટે લકઝરી બસ દ્વારા દર્શન કરવા માટે ગયા હતા. તેમા મોટા ભાગના સાગા સબંધીઓ હતા. દર્શન કરી પાછા ફરતા હતા ત્યારે ત્રીસુલિયા ઘાટ પાસે બસ કોઈ કારણો સર પલ્ટી ખાય જતા તેમ સવાર 60 મુસાફરોમાંથી 21 શ્રદ્ધાળુઓના મોતના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો

Oct 1, 2019, 11:25 AM IST
Accident 300920198 PT51S

અંબાજી: ત્રિશુળીયા ઘાટ પર ગમખ્વાર અકસ્માતનો મૃતાંક વધીને 21 થયો...

અંબાજી: ત્રિશુળીયા ઘાટ પર ગમખ્વાર અકસ્માતનો મૃતાંક વધીને 21 થયો હતો. અત્રે ઉલ્લેખીય છે કે, અંબાજી જતી લક્ઝરી બસ ત્રિશુળિયા ઘાટ પર પલ્ટી મારી ગઇ હતી. જેમાં 21 લોકોનાં મોત નિપજ્યા હતા.

Sep 30, 2019, 10:15 PM IST
BIG News 30092019 PT25M15S

BIG NEWS: દિવસનાં 10 મોટા અને મહત્વનાં સમાચાર...

દિવસભર અનેક ઘટનાઓ બનતી રહેતી હોય છે. જો કે 10 એવા મહત્વનાં સમાચાર જે ન માત્ર તમારા જીવન પર અસર કરતા હોય પરંતુ સાથે જ સાથે તમારે તે જાણવા પણ એટલા જ જરૂરી છે.

Sep 30, 2019, 08:55 PM IST
 Ambaji 30092019 PT5M25S

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે બસ પલટી મારતા 21ના મોત, 30 લોકો ઇજાગ્રસ્ત

અંબાજી નજીક ત્રિસુલિયા ઘાટ પાસે બસ પલટી મારી જતા ગંઙભીર અકસ્માત સર્જાયો હતો. બસમાં આશરે 50થી પણ વધુ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તોમાંને સારવાર અર્થે 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી છે.

Sep 30, 2019, 06:45 PM IST