Ambaji Temple: અંબાજી મેળામાં જવાના હોય તો જોઈ લો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ?

ભાદરવી પૂનમના મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે એસટી વિભાગે ખાસ આયોજન કર્યું છે. એસટી વિભાગે ભક્તો માટે 1000 થી 1100 વધારાની એસટી બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે.

Ambaji Temple: અંબાજી મેળામાં જવાના હોય તો જોઈ લો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ?

પરખ અગ્રવાલ/અંબાજી: શક્તિપીઠ અંબાજી માં બે વર્ષ બાદ ભાદરવી પુનમ નો મેળો ભરાવા જઈ રહ્યો છે. જેની અંબાજી મંદિર ટ્રસ્ટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વકતે મેળા સમયે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી શક્યતા છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અંબાજી દર્શન કરવા માટે આવતા ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 400થી વધુ કામદારો સતત કામ કરી રહ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત તેની ગુણવત્તાની ચકાસણી પણ કરી રહ્યું છે.

ભાદરવી પૂનમના મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે એસટી વિભાગે ખાસ આયોજન કર્યું છે. એસટી વિભાગે ભક્તો માટે 1000 થી 1100 વધારાની એસટી બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે. આગામી પાંચ સપ્ટેમ્બરથી 11 મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મેળાનું આયોજન થવાનું છે. જેના માટે દરેક અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. યાત્રાળુઓને બસની સુવિધા સાથે પાણીની, હંગામી શેડ, માર્ગદર્શન માટે એનાઉન્સમેન્ટ, વગેરે જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં જવા માંગતા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને ગણતરીના  દિવસો બાકી રહેતા મેળા થનગનાટ શરુ થઇ ગયો છે.  આ વર્ષે યાત્રિકો ની સંખ્યા વધુ આવવા ની શક્યતાઓ સાથે વરસાદી માહોલ પણ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે અંબાજી આવતા યાત્રિકો ને કોઈ હેરાનગતિ ન થાય તે માટે નાના મોટા અનેક વોટરપ્રુફ સમિયાણા બાંધવામાં આવી રહ્યા છે ને સુચારુ રૂપ થી દર્શન નો લાભ મળે તે માટે વોટરપ્રુફ સમિયાણા સાથે વોટરપ્રુફ લાઈન વ્યવસ્થા ગોઠવવા માં આવી છે.

અંબાજી પગપાળા આવેલા યાત્રિકો ને પરત પોતાના વતન જવા માટે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પણ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવા નો નિર્ણય એસટી વિભાગે કર્યો છે એટલુંજ નહીં એસટી આપના દ્વારે યોજના અંતર્ગત યાત્રિકો નો સંઘ બસ ની કેપેસીટી પ્રમાણે બુકીંગ કરાવશેતો એસટી બસ તેમના ગામ, શહેરને સોસાયટી સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરી છે. 

હાલનું બસ સ્ટેશન બંધ કરી મેળા માટે 7 હંગામી બસ સ્ટેશન ઉપરથી આ તમામ વાહન વ્યવહાર કાર્યરત કરાશે. અંબાજીથી અમદાવાદ જવા, અંબાજીથી દાંતા તરફ જવા, અંબાજીથી પાલનપુરને રાજસ્થાનમાં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકોની સુવિધાને પુરી પડાશે ને જો કોઈ વાહન ખોટવાય તો તેના માટે પણ પૂરતું આયોજન કર્યા હોવાનું પણ એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news