Ambaji MahaMelo: શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના ભવ્ય મેળાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર્શનના સમયમાં મહત્ત્વપૂર્ણ વધારો કર્યો છે. મેળા દરમિયાન લાખો પદયાત્રીઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે સવારની આરતી હવે 7.30 ને બદલે સવારે 6 કલાકે થશે. આ ઉપરાંત, બપોરે મંદિર 5 વાગ્યા સુધી અને રાત્રે મધ્ય રાત્રિના 12 કલાકે સુધી ખુલ્લું રહેશે.
Ambaji Temple: ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજી મંદિરમાં 2000 ઉપરાંત દિવડા ની મહા આરતી કરવામાં આવી ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠ્યું હતું.
અંબાજી મંદિરમાં અતૂટ શ્રદ્ધા સાથે માઈભક્તો દ્વારા સોનાનું દાન કરવાનો પ્રવાહ સતત જળવાઈ રહ્યો છે. તાજેતરમાં એક શ્રદ્ધાળુ ભક્તે મા અંબાના ચરણોમાં સોનાની બે લગડીઓનું ભવ્ય દાન કરી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. 167.270 ગ્રામ વજનની 2 સોનાની લગડીઓનું દાન કર્યું. જેની અંદાજિત 24.75 લાખની કિંમત થાય છે. અંદાજિત કિંમતનું સોનું સુવર્ણ શિખર માટે ઉપયોગમાં લેવાશે.
Ambaji Temple:અંબાજી આવતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજી ખાતે આવેલ ગબ્બર રોપ-વે (ઉડન ખટલો) ની સેવા તારીખ 21/07/2026 થી 24/07/2026 સુધી એમ કુલ ચાર દિવસ માટે મેન્ટેનન્સ કામગીરીને કારણે બંધ રહેશે. આગામી સમયમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને યાત્રિકોનો ભારે ઘસારો રહેવાનો હોવાથી સુરક્ષા અને તકનીકી ચકાસણી અર્થે આ મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ ચાર દિવસ દરમિયાન માઈભક્તો પગપાળા પગથિયાં ચઢીને ગબ્બર ગોખના દર્શન કરી શકશે. ત્યારબાદ 25 તારીખથી રોપ-વે સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
Ambaji Temple Theft : અંબાજી મંદિરના ભંડારની ગણતરી દરમિયાન ચોરીનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. રૂપિયા 1.04 લાખનીનોટોનુંબંડલ ચોરવાનો પ્રયાસ કરનાર હંગામી કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો છે. CCTV ફૂટેજના આધારેપોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
Girnar Ambaji Temple Bhandara Controversy: ગિરનારની પવિત્રતાને કોણ લગાડી રહ્યું છે ગ્રહણ? જૂનાગઢના ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના મંદિરમાં વિવાદોનું વંટોળ શમવાનું નામ નથી લઈ રહ્યું. પહેલાં દારૂ-નોનવેજની પાર્ટી અને હવે દાનપેટીમાંથી નાણાંની ચોરી! સવાલ એ ઉઠી રહ્યો છે કે, આટલી ગંભીર ઘટનાઓ છતાં પોલીસ ફરિયાદ કેમ નથી થઈ? બીજી તરફ, પૂજાના અધિકારને લઈને પણ ગાદીપતિઓ અને પૂજારીઓ સામસામે આવી ગયા છે. તંત્ર ''તપાસ ચાલુ છે. તેમ કહીને હાથ અધ્ધર કરી રહ્યું છે. ત્યારે શું છે આ સમગ્ર વિવાદ?
ambaji temple will celebrate holi before chandra grahan sutak kal
Ambaji Temple: અંબાજી ગબ્બર ખાતે આવેલી રોપવે સેવા આગામી 23 થી 28 ફેબ્રુઆરી સુધી 6 દિવસ માટે બંધ રહેશે. આગામી હોળી-ધુળેટીના તહેવારો પૂર્વે રોપવેની મેન્ટેનન્સ કામગીરીને પગલે આ નિર્ણય લેવાયો છે. મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ સાવચેતીનું પગલું ભરવામાં આવ્યું છે. રોપવે બંધ રહેવાના સમયગાળા દરમિયાન યાત્રિકો ગબ્બરગઢ પર પગથિયાં ચઢીને જઈ શકશે.
Ambaji Temple will give ma amba mothanthal prasad at devotees home now
Ambaji Temple Flag Decision : અંબાજી મંદિરના સુવર્ણ શિખરને ધસારો અને ધ્વજદંડ પર ભાર પડતો હોઇ નવા વર્ષથી 5 મીટરથી લાંબી ધજા નહીં ચઢાવી શકાય. ધ્વજદંડની ટેકનિકલ ચકાસણી બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય
big news about Shaktipeeth Ambaji temple watch video
Ambaji Temple:શક્તિપીઠ અંબાજી મંદિર ને લઈને મોટા સમાચાર. મંદિર સ્થાપના બાદ નો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય. નવરાત્રિની આસો માસની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજા અને એમના વંશજોને નહીં. હવેથી નવરાત્રીની આઠમના દર્શનનો લાભ તમામ ભક્તો પણ લઈ શકશે. ગુજરાત હાઈકોર્ટેનો મહત્વનો હુકમ.
Ambaji Bus Stand: અંબાજીમાં રી-ડેવલોપિંગને લઈ હાલમાં બસ સ્ટેશન વાળી જગ્યા ખાલી કરવાની ફરજ પડતા નવો હંગામી એસટી બસ સ્ટેશન જૂની કોલેજમાં બનાવવામાં આવ્યુ છે. જેને લઇ આજે જિલ્લા વિભાગીય એસટી નિયમક કિરીટભાઈ ચૌધરી તેમજ એસટી વિભાગના જિલ્લા ટ્રાફિક ઓફિસર વિનુભાઈ ચૌધરીએ રીબીન કાપી નવા હંગામી બસ સ્ટેશનની શરૂઆત કરાવી હતી.
Ambaji Temple: અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ થકી ભક્તો દ્વારા ભંડારમાં નાખવામાં આવેલા દાન દક્ષિણાની રોકડ રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી અને 25 થી 30 જેટલો મેન પાવર સાથે ચલણી નોટો ગણવા માટે મશીન પણ લગાવવામાં આવ્યા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા 7 દિવસ ગુજરાત ભ્રમણ પર છે, જેની શરુઆત અંબાજી મંદિરથી થઈ. અંબાજી મંદિરથી અધ્યક્ષ વિશ્વકર્માએ લોકોને આહ્વાન આપ્યું...વેપારીઓની દુકાન પાસે સ્ટીકર લગાવ્યા. અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. જુઓ નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નાગરિકોને શું અપીલ કરી
Jagdish Vishwakarma started state tour by visiting the Ambaji Mataji temple
Gujarat Obscene Dance Row: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લગાવેલા સેવા કેમ્પમાં અશ્લીલ ડાન્સ કરાયો, વીડિયો વાયરલ થતા ભક્તોમાં ભારે નારાજગી. યોગી દેવનાથે કાર્યવાહી કરવાની માંગ કરી
Chandra Grahan 2025 : આવતીકાલે ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણ છે, તેથી અંબાજી મંદિર બપોર પછી દર્શન માટે બંધ રહેશે
Gujarat Temples Close On Chandra Grahan : 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ છે, ત્યારે ગુજરાતના અનેક મંદિરોમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે, જેની ભક્તોએ ખાસ નોંધ લેવી
'બોલ માડી અંબે જય જય અંબે' નાદ સાથે હર્ષ સંઘવી ભક્તિમય માહોલના રંગે રંગાયા, અંબાજી માર્ગ સ્થિત, ખેરાલુ અને સતલાસણા રોડ પરના કેમ્પની લીધી મુલાકાત
Ambaji Bhadaravi Poonam Mahamela: ભાદરવી પૂનમના મેળાને લઇ ગબ્બરગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓ અચૂક ગબ્બરઘર ઉપર જાય છે. જાણીએ આજે આપણે આ ગબ્બર ગઢનું શું મહાત્મય છે.
Ambaji Bhadarvi Poonam Mela Start : બનાસકાંઠાના અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો થયો પ્રારંભ.... અંબાજી મંદિર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું.... મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચ્યા અંબાજી.... શ્રદ્ધાળુઓ અને મંદિરની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો...