શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ તારીખે શિક્ષણ સહાયકની ભરતી માટે થશે જાહેરાત

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બરે થશે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૧૦મી ઓક્ટોબરે થશે.

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ તારીખે શિક્ષણ સહાયકની ભરતી માટે થશે જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક  માટેની જાહેરાત આગામી તા. ૧૦ ઓક્ટોબર,૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

📚 બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૨૫/૦૯/૨૦૨૪ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૧૦/૧૦/૨૦૨૪ના રોજ ભરતી માટેની જાહેરાત… pic.twitter.com/iXBJebHCSq

— Praful Pansheriya (@prafulpbjp) September 6, 2024

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ આચાર્ય તેમજ ગત તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ અંદાજિત ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે, આગામી સમયમાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news