ઉજ્જૈનમાં માનવતા શર્મસાર, દારૂ પીવડાવી મહિલા સાથે રોડ પર કર્યો બળાત્કાર, વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક શર્મશાર કરી દેતી ઘટના સામે આવી છે. અહીં રસ્તા વચ્ચે એક મહિલા સાથે બળાત્કારની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 
 

ઉજ્જૈનમાં માનવતા શર્મસાર, દારૂ પીવડાવી મહિલા સાથે રોડ પર કર્યો બળાત્કાર, વીડિયો વાયરલ

ઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રસ્તા કિનારે બળાત્કારનો વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો છે. વીડિયો બુધવારનો હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં એક યુવક મહિલા સાથે અશ્લીલતા કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી અને આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના બાદ પોલીસે વિસ્તારથી જાણકારી આપી છે. પોલીસનું કહેવું છે કે યુવકે લગ્નની લાલચ આપી મહિલાને દારૂ પીવડાવ્યો અને ત્યારબાદ બળાત્કાર કર્યો. યુવક મહિલાને ધમકી આપી ફરાર થઈ ગયો હતો. વીડિયો સામે આવ્યા બાદ પીડિત મહિલાને પોલીસ સ્ટેશન લાવવામાં આવી, જ્યાં ફરિયાદ પર તત્કાલ કાર્યવાહી કરતા યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પીડિત મહિલાએ જણાવ્યું કે યુવક દારૂની દુકાન પાસે મળ્યો હતો અને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યો ત્યારબાદ ધમકી આપી ફરાર થઈ ગયો હતો. 

Since this happened in a BJP-ruled state, mainstream media and BJP leaders may not express the same outrage as they did in… pic.twitter.com/GjxV0PBTV6

— Dr. Shama Mohamed (@drshamamohd) September 6, 2024

આ ઘટના પર કોતવાલી સીએસપી ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું કે ઉજ્જૈનની કોયલા ફાટકની દારૂની દુકાન પાસે બળાત્કારની ઘટનાનો એક વીડિયો મળ્યો હતો. આ વીડિયો પર કાર્યવાહી કરતા મહિલાને પોલીસ સ્ટેશન લાવવામાં આવી અને તેની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ મહિલાને દારૂ આપ્યો, લગ્નની લાલચ આપી અને કહ્યું કે હંમેશા તારી સાથે રહીશ. પરંતુ યુવક બળાત્કાર કરી ધમકી આપી ભાગી ગયો હતો. તેમણે કહ્યું હતું કે આ ગંભીર ઘટના છે.

આ ઘટના સામે આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ કહ્યું- ધર્મ નગરી ઉજ્જૈન ફરી કલંકિત થી. આ ઘટનાએ કાળું ટીલું કાયદો-વ્યવસ્થાના માથા પર લગાવ્યું છે. જો મુખ્યમંત્રીના ગૃહ નગરમાં આ સ્થિતિ છે તો રાજ્યમાં બાકી શું સ્થિતિ હશે તે તમે સમજી શકો છો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news