ગુજરાત પર પાછું આકાશી આફતનું જોખમ? સર્જાઈ રહ્યું છે ડિપ્રેશન! જાણો કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું કે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બનેલું છે. જે આજે મધ્ય અને તેની પાસે ઉત્તર બંગાળની ખાડી ઉપર સ્થિત છે.

ગુજરાત પર પાછું આકાશી આફતનું જોખમ? સર્જાઈ રહ્યું છે ડિપ્રેશન! જાણો કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ચોમાસુ ભલે પોતાના અંતિમ દોરમાં હોય પરંતુ આમ છતાં અનેક રાજ્યોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું કે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બનેલું છે. જે આજે મધ્ય અને તેની પાસે ઉત્તર બંગાળની ખાડી ઉપર સ્થિત છે. તેના ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધવાની અને 9 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની  ખાડીના ઉત્તર પશ્ચિમ તથા પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, ઉત્તરી ઓડિશા અને બાંગ્લાદેશના કાંઠા પાસે ડિપ્રેશન તરીકે ફેરવાઈ જવાની તીવ્ર થવાની સંભાવના છે. 

ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, અને પૂર્વ રાજસ્થાનમાં 6થી 8 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત તેલંગણા, આંધ્ર પ્રદેશ, પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં 8થી 10 સપ્ટેમ્બર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાતમાં છ અને સાત સપ્ટેમ્બર, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં છથી 9 સપ્ટેમ્બર, કોંકણ અને ગોવામાં સાતથી નવ સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં છ અને સાત સપ્ટેમ્બર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ગુજરાતમાં છથી 8 સપ્ટેમ્બર, પૂર્વ મધ્ય પ્રદેશમાં છથી આઠ સપ્ટેમ્બર, 11 અને 12 સપ્ટેમ્બર, કોંકણ અને ગોવામાં 6-11 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદનો દોર ચાલુ રહેવાની શક્યતા છે. 

દક્ષિણ ભારત માટે હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે કર્ણાટકના કાંઠા વિસ્તારો, કેરળ, માહે, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તાર, યનમ, તેલંગણા, લક્ષદ્વીપમાં આ અઠવાડિયા સુધી વરસાદ રહી શકે છે. જેમાં આંધ્રના કાંઠા વિસ્તાર, યનમમાં 8 અને 9, તેલંગણામાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે  કેરળ, માહે, આંધ્રના કાંઠા વિસ્તારો, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં 6-10 સપ્ટેમ્બર, તેલંગણામાં 8-10 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદનું એલર્ટ છે. 

આ ઉપરાંત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર મિઝોરમ, ત્રિપુરામાં 9-12 સપ્ટેમ્બર, ઓડિશામાં 8 અને 9 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં સાત દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે. બિહારમાં છ અને સાત સપ્ટેમ્બર, ઓડિશા, ઝારખંડમાં 6-10 સપ્ટેમ્બર, ગંગીય પંશ્ચિમ બંગાળમાં 9-12 સપ્ટેમ્બર, અરુણાચલ પ્રદેશમાં 10-12 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડશે. 

ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીતે તો પૂર્વ રાજસ્થાનમાં છ અને સાત સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છ સપ્ટેમ્બર ઉત્તરાખંડમાં છ અને સાત સપ્ટેમ્બર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં છ, નવ અને 10 સપ્ટેમ્બરના રોજ, સાઉથવેસ્ટ રાજસ્થાનમાં સાત સપ્ટેમ્બર, પૂર્વ રાજસ્થાનમાં 6-8 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગની આગાહી 
ગુજરાતની વાત કરીએ તો હવામાન ખાતાએ આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે રાજ્યના ઉત્તર અને પૂર્વી જિલ્લાઓમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજે દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, છુટોછવાયો ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે. આવતીકાલે અરવલ્લી અને મહીસાગરમાં છુટોછવાયો ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. આજે સાબરકાંઠા , અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ , નર્મદા , વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે  સાબરકાંઠા ગાંધીનગર પંચમહાલ ખેડા છોટાઉદેપુર વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. 

આ ઉપરાંત ત્રીજા દિવસે સાબરકાંઠા અરવલ્લી પંચાલ દાહોદ મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તરપૂર્વી રાજસ્થાનમાં ઉદભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટર્ફ તેમજ બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણને કારણે વરસાદ આવી રહ્યો છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આવી શકે. રાજ્યમાં સરેરાશ 52 ટકા વધુ વરસાદ નોંધાયો. ગુજરાત રીજીયનમાં 29 ટકા અને સૌરાષ્ટ્ર રીજીયનમાં 84 ટકા વધુ વરસાદ થયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news