વીજ ચોરીનો દંડ નહી ફટકારવા માટે લાખોની લાંચ માંગનાર UGVCLના બાબુ AVBની ઝપટે ચડ્યાં

એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક લાચિયાં અધિકારીને રંગેહાથ ૪૦ હજારની લાંચ લેતાં ઝડપી પાડયો છે. અમદાવાદના બાવળા વિસ્તારમાં નાયબ ઈજનેર તરીકે ugvcl કંપનીમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીએ વેપારી પાસે આ લાંચની માંગણી કરી હતી.

વીજ ચોરીનો દંડ નહી ફટકારવા માટે લાખોની લાંચ માંગનાર UGVCLના બાબુ AVBની ઝપટે ચડ્યાં

મૌલિક ધામેચા/અમદાવાદ : એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક લાચિયાં અધિકારીને રંગેહાથ ૪૦ હજારની લાંચ લેતાં ઝડપી પાડયો છે. અમદાવાદના બાવળા વિસ્તારમાં નાયબ ઈજનેર તરીકે ugvcl કંપનીમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીએ વેપારી પાસે આ લાંચની માંગણી કરી હતી.

પોલીસ ગિરફતમાં રહેલા આ લાંચિયા બાબુ અનેક રેડ બાદ પણ લાંચ લેતા ન ખચકાતા હોય તેમ લાંચની માગણી કરી રહ્યા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ બાવળાના નાયબ ઈજનેર અને ૪૦ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા છે. ugvcl કંપનીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા મોહમ્મદ ઝુબેર શેખ દ્વારા ફરિયાદી પાસે ગેરકાયદેસર લીધેલી વીજળીના દંડ પેટે ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવાની વાત કરવામાં આવી. દંડ ન ભરવો હોય તો એક લાખ વીસ હજાર રૂપિયાના વહીવટથી મામલો પતાવવા નક્કી કર્યું. જોકે ફરિયાદીએ લાંચ નહીં આપી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવી લાંચિયા બાબુને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા મોહમ્મદ જુબેરે બાવળાના એક વેપારીએ ઘરમાં શરૂ કરેલ બિસ્કીટના કારખાના માટે વીજ થાંભલામાંથી ગેરકાયદેસર વીજળી લીધી હતી. તેનો દંડ નહીં ફટકારવા માટે પણ વચેટિયાની મદદથી વ્યવહાર પેટી લાંચની માંગણી કરવામાં આવી હતી. જે કેસમા નાયબ ઈજનેરના વચેટિયા તરીકે એમદ ઊર્ફે ભગુ ભાઈની પણ સંડોવણી સામે આવતા એસીબીએ બંનેની ધરપકડ કરી છે. કાયદેસર કાર્યવાહી આદરી છે. હાલમાં બંન્ને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી એસીબીએ શરૂ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય કોઈ પાસેથી પણ લાંચ પેટે રકમ વસૂલવામાં આવી છે કે કેમ તે બાબતે પણ એસીબી તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news