Morbi News:મોરબીમાંથી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મનો મામલો. સ્નેપચેટના માધ્યમથી યુવતીના સંપર્ક કરીને વિધર્મી યુવાને દુષ્કર્મ કર્યું. મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનું અપહરણ કરીને આચર્યું દુષ્કર્મ. સોહિલખાન ફિરોજખાન પઠાણ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી. સોહિલખાને યુવતીને 10-05-2026 ના રોજ લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. આરોપીએ રાજકોટ ખાતે ઘરે લઇ જઈને દુષ્કર્મ આચરી ન્યુઝ ફોટો વિડીયો લઈ લીધા. કોઈને જાણ કરીશે તો મારી નાખવાની યુવતીને આપી ધમકી હતી.
આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગરમાં રોઝ સ્પામાંથી 9 રૂપલલના ઝડપાઈ છે. જેમાં બે થાઇલેન્ડની અને સાત ભારતીય સહિત નવ યુવતીઓને ઝડપી પાડવામાં આવી છે. સ્પાની આડમાં દેહ વિક્રયનો વ્યવસાય ચાલતો હતો. આણંદની એસઓજી પોલીસે છાપો મારી સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. આ સેક્સ રેકેટ મહિલા સહિત બે સંચાલિકાઓ દ્વારા ચલાવવામાં આવતું હતું.
Delhi Police Arrest Mysuru man For Sending Hoax Bomb Threats : દેશભરની શાળા, વિધાનસભા, કોર્ટ તથા સરકારી પરિસરોને બોમ્બની ધમકી આપનારા આખરે પકડાઈ ગયો છે. દિલ્હી પોલીસે મૈસૂરથી એક શખ્સની ધરપકડ કરી છે, જેણે દેશભરમાં 1100 બોમ્બની ધમકીના ઈમેઈલ મોકલ્યાની કબૂલાત પણ કરી છે
Gujarat ATS News: ગુજરાત ATSની ટીમે 25 જાન્યુઆરી 2026ના રોજ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી. આરોપી ફૈઝાન 'જૈશ-એ-મોહમ્મદ' અને 'અલ કાયદા' જેવા આતંકી સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત થઈ કટ્ટરપંથી બન્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ ભય ફેલાવવા માટે ચોક્કસ સમુદાયના વ્યક્તિઓની હત્યા કરવાનું આયોજન કર્યું હતું.
Mahisagar News: નલ સે જલ કૌભાંડમાં ભાજપના નેતાની ધરપકડ. નલ સે જલ કૌભાંડમાં ભાજપના વધુ એક નેતાની સંડોવણી બહાર આવી. Cid ક્રાઇમ દ્વારા નલ સેજલ કૌભાંડમાં અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર ભાજપના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી. નલ સે જલ કૌભાંડમાં અગાઉ ભાજપના બે નેતાઓની થઈ ચૂકી છે ધરપકડ. ભાજપના વધુ એક હોદ્દેદારની નલ સે જલ કૌભાંડમાં સંડોવણી સામે આવી.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના ઘરે હુમલો, તોડી નાખી બારીઓ, એકની ધરપકડ
Ahmedabad Builders Arrested : ફ્લેટ અને દુકાનોના નામે કરોડોની ઠગાઈ આચરનારા અમદાવાદના 3 બિલ્ડરની ધરપકડ થઈ, કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે કૌભાંડ મામલામાં મોટું એક્શન
Bachu Khbad Son Corruption : જે કામો કર્યા નથી, તેના કાગળ પર પુરાવા એકઠા કરીને બચુ ખાબડના દીકરાઓએ સરકારી તિજોરીઓને કરોડોનો ચૂનો લગાવ્યો
Surat News:તારે જે કરવું હોય તે કરી લે, પૈસા નહીં મળે', લોભામણી સ્કીમોથી 98 લાખની ઠગાઈ કરનાર શાહ દંપતીની ઇકો સેલે ધરપકડ કરી. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. શાહ દપંતીએ રોકાણકારોને ઉંચા વળતરની લાલાચ આપી. રોકાણ પર 42 દિવસમાં 5%, 65 દિવસમાં 8% અને 100 દિવસમાં 12% જેવું ઊંચું વળતર આપવાની લોભામણી વાતો કરતા હતા.
Ahmdabad News: આમ તો પુરુષ, પતિ કે પ્રેમી પ્રેમિકા પત્ની કે મહિલા એસિડ એટક કર્યા ના કિસ્સા તમે સાંભળ્યા હશે પણ અમદાવાદ ના સેટેલાઇટ માં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્ની એ પતિના ગુપ્તાંગ પર એસિડ એટેક કર્યા નો કિસ્સો સામે આવ્યો છે. સેટેલાઇટ પોલીસે પત્ની વિરૂધ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.
Surat Police: સુરત રેલ્વેની હદમાં સગીરા પર દુષ્કર્મ. તેર વર્ષીય સગીરા પર છેલ્લા બે મહિનાથી દ્દુષ્કર્મ. મૂળ સોનગઢ જિલ્લાની સગીરા ઘરેથી ઝઘડો થયા બાદ સુરત ચાલી આવી હતી, સુરતમાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી, સગીરા રેલવે માં છૂટક મજૂરી કામ કરતા રવિ શંકર ના સંપર્કમાં આવી હતી.
RAJKOT RURAL POLICE CHORI AROPI ARRESTED: રાજકોટ રૂરલ પોલીસે મધ્યપ્રદેશની ચંડી બનિયાન ગેંગને પકડી પાડી છે. ગ્રામ્ય વિસ્તારના વડવાજડી ગામમાં ચોરીને અંજામ આપનાર આ ગેંગના એક સગીર સહિત ચાર શખ્સોને પોલીસે પકડીને ઘરફોડ ચોરીની ટોળકીને સકંજામાં લીધી છે. પોલીસ તપાસમાં આ ટોળકી મધ્યપ્રદેશથી માત્ર ચોરી કરવા આવતા હોવાનું સામે આવ્યું છે.
Gujarat ATS: ગુજરાત ATS એ આતંકવાદી સંગઠન AQIS સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી. ઉત્તર પ્રદેશ અને અરવલ્લીમાંથી ચાર આતંકવાદીઓ પકડાયા. ચારેય આતંકવાદીઓ તેમના જૂથમાં લોકોને ભરતી કરી રહ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જોડીને તેમના સંગઠનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા હતા.
Chiatar Vasava Arrested : ડેડિયાપાડામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ મોટી સંખ્યામાં એકઠા થયેલા તેમના સમર્થકોએ વિરોધ દર્શાવ્યો છે. ત્યારે વિરોધને પગલે સમગ્ર વિસ્તારમાં કલમ-144 લાગુ કરાઈ છે. કાયદો-વ્યવસ્થા જાળવવા DySP અને SDM એ લોકોને અપીલ કરી છે.
Congress Leader Hira Jotva Detain : ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ 3 લોકોની કરાઈ ધરપકડ,, સમગ્ર કૌભાંડમાં 6 લોકોની ધરપકડ.. ગઈકાલે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની કરાઈ હતી ધરપકડ...
Congress Leader Hira Jotva Detain : મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની ભરૂચ પોલીસે કરી અટકાયત, બે એજન્સીના માલિકો સાથેના કનેક્શન શોધવા SITની મથામણ
Navsari News: પેટનું દર્દ મટાડવા ગામના ભગત પાસે ગયો અને ગામથી દૂર વાંદરવેલા ગામે જઈ વિધિ કરાવી, પરંતુ કોઈક વાતે ભગત સાથે માથાકૂટ થતા ભગતનું માથું છુંદી તેનું ઢીમ ઢાળી દેનારા હત્યારાને નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
Minister Bachu Khabad Son Arrested : દાહોદ મનરેગા કૌભાંડના આરોપી મંત્રીપુત્ર બળવંત ખાબડની ફરીથી ધરપકડ... બે દિવસ પહેલા જામીન મળ્યા બાદ પોલીસે ભાણપુર ગામના કૌભાંડમાં કરી ધરપકડ... ગઈ કાલે કૌભાંડી કિરણની થઈ હતી ધરપકડ....
Minister Bachu Khabad Son Arrested : મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ કરાયો...જામીન પર છૂટ્યા બાદ સબ જેલમાંથી બહાર આવતાની સાથે જ પોલીસે ધરપકડ કરી
Minister Bachu Khabad Son Arrested : મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પણ ધરપકડ... વહેલી સવારે વડોદરા-હાલોલ હાઇવે પરથી પોલીસે પકડ્યો, પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલુ
દાહોદમાં નકલી NA કૌભાંડ બાદ મનરેગામાં કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. મંત્રી બચુભાઈના દીકરાએ સરકારનું કરોડોનું કરી નાંખ્યું છે. મંત્રીના પુત્રએ સરકારને કોરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કૌભાંડ પર એક નજર કરીએ.
Gujarat Minister Bachubhai Khabad Son Arrested : દાહોદના મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર... મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી... કૌભાંડ મામલે બળવંત ખાબડની ધરપકડ થઈ