Bhavnagar Love Jihad: વધુ એક લવ જેહાદનો કિસ્સો: યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ફોસલાવી ભગાડી ગયો અને પછી..

ભાવનગરના વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં એક યુવતીને ફોસલાવી ધર્મપરિવર્તન સાથે લગ્ન કરવા ભગાડી જવામાં આવી હતી. આ અંગે ડેપ્યુટી મેયર કુમાર શાહે ધારાસભ્ય વિભાવરીબેન દવેને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. 

Bhavnagar Love Jihad: વધુ એક લવ જેહાદનો કિસ્સો: યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ફોસલાવી ભગાડી ગયો અને પછી..

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગરમાં છેલ્લા થોડા સમયમાં યુવતીઓને ફસાવવા લવજેહાદના ઝનૂન નીચે કેટલાક યુવકો મેદાનમાં ઉતર્યા છે. યુવતીઓને કોઇ પણ રીતે લોભ લાલચ આપીને પોતાના તરફ આકર્ષીને લગ્ન કરાવવા સુધીના બનાવો વધતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં ફરી એકવખત લવ જેહાદનો કિસ્સો નોંધાતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ભાવનગરના વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં એક યુવતીને ફોસલાવી ધર્મપરિવર્તન સાથે લગ્ન કરવા ભગાડી જવામાં આવી હતી. આ અંગે ડેપ્યુટી મેયર કુમાર શાહે ધારાસભ્ય વિભાવરીબેન દવેને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. 

ધારાસભ્ય દ્વારા પોલીસને આ અંગે તપાસ કરવા રજુઆત કરી હતી. જેના કારણે પોલીસે યુવાનનું લોકેશન ટ્રેસ કરી હૈદરાબાદથી યુવાન ઝડપાય ગયો હતો. યુવાન પાસેથી પોલીસે વિગત મેળવતા યુવતી વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીની પુછપરછ કરાતા તેણે હૈદરાબાદ લાવી ધર્મપરિવર્તન કરાવવાની વિગતો બહાર આવી હતી. આ ઘટનાની જાણ થતા પરિવારે વડોદરાથી યુવતીને પરત લાવી ઘટના અંગે જાણ કરી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ભાવનગર પોલીસ અન્ય એક કેસની તપાસ માટે હૈદરાબાદ હતી. તેને લોકેશનની માહિતી આપતા યુવતીને ભગાડીને લઈ ગયેલ યુવાન ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી પોલીસે વિગત મેળવતા યુવતી વડોદરા હોવાનું અને ત્યાંથી હૈદરાબાદ લાવી તેનું ધર્મપરિવર્તન કરાવવાનું હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે યુવતીના વાલીઓને જાણ કરતા તે લોકો વડોદરાથી હેમખેમ યુવતીને પરત લઈ આવ્યા હતા. પરંતુ આ ઘટનામાં સાચી વાસ્તવિકતા શું હતી તેની જાણ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news