ગુજરાતીઓને ફરવા માટે મળ્યું વધુ એક સ્ળળ, બરડા ડુંગર પણ હવે કરી શકશો સિહં દર્શન, જાણો કેટલી હશે ફી
ગુજરાતના લોકોને દિવાળી પહેલાં એક ભેટ મળી છે. હવે ફરવા માટે એક નવા સ્થળનો ઉમેરો થયો છે. બરડા ડુંગરમાં લોકો સફારી પાર્કની મજા માણી શકશે. જંગલ સફારીથી ગુજરાતમાં પ્રવાસનને વધુ વેગ મળશે.
Trending Photos
પોરબંદરઃ ગુજરાતમાં પ્રવાસન વધી રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટિ પછી તો ગુજરાત અને દેશના જ નહીં પણ વિશ્વભરના પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ વિકસી રહ્યો છે. ત્યારે વધુ એક નવું નઝરાણું ગુજરાતમાં તૈયાર થયું છે. આ એવું નઝરાણું છે જ્યાં તમે એશિયાટિક લાયનની મજા માણી શકશો...કયું છે નવું નઝરાણું અને શું છે તેની વિશેષતા?...જુઓ આ અહેવાલમાં...
હા, ગુજરાતમાં વધુ એક નવું નઝરાણું ઉભુ થઈ ગયું છે. જ્યાં કુદરતી સૌંદર્યની સાથે અવનવી રાઈડ્સ જે ગુજરાત જ નહીં પણ વિદેશના પ્રવાસીઓને પણ ગુજરાત ખેંચી લાવશે....પોરબંદરના બરડા ડુંગરમાં બરડા સફારીનો શુભારંભ થયો છે...પ્રવાસન મંત્રી મુળુ બેરાએ આ સફારી પાર્કના ફેસ વનનો શુભારંભ કર્યો...
હાલ માત્ર ફેઝ વનને ખુલ્લો મુકવામાં આવ્યો છે પરંતુ થોડા સમયમાં સમગ્ર જંગલ સફારીને પર્યટકો માટે ખુલ્લી મુકવામાં આવશે....આ સફારી પાર્કમાં જંગલના રાજા સિંહની સાથે દીપડા,હરણ સહિતના વન્યજીવો પણ જોઈ શકાશે...
આ નવું નઝરાણું એટલે કે બરડા સફારીનો રૂટ લગભગ 27 કિલોમીટરનો હશે...જેની શરૂઆત દ્વારકાના કપુરડી નાકાથી થશે...જેમાં ચારણુઆઈ બેરિયરથી અજમાપાટ ભુખબરા સુધીનો વિસ્તાર આવરી લેવાશે...આ સફારી દર્શન માટે 6 પેસેન્જરોની કેપેસીટીવાળી ઓપન જીપ્સી મુકવામાં આવશે....જેની સાથે ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
કેવી હશે બરડા સફારી?
બરડા સફારીનો રૂટ લગભગ 27 કિલોમીટરનો હશે
શરૂઆત દ્વારકાના કપુરડી નાકાથી થશે
ચારણુઆઈ બેરિયરથી અજમાપાટ ભુખબરા સુધીનો વિસ્તાર આવરી લેવાશે
6 પેસેન્જરોની કેપેસીટીવાળી ઓપન જીપ્સી મુકાશે
ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવશે
અદભૂત, અવિશ્વનિય કહી શકાય તેવી આ જંગલ સફારી દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે...તો પ્રવાસીઓ કપુરડી નાકાથી ઓફલાઈન ટિકિટ બુકિગ કરાવી શકશે....સફારીની શેરમાં બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેમના નિવાસસ્થાનેથી જોવાની તક મળશે. ટિકિટના દર પણ નક્કી કરી દેવાયા છે. જેમાં પરમિટ ફી 400 રૂપિયા, ગાઈડની ફી 400 રૂપિયા, જીપ્સીના 2 હજાર રાખવામાં આવ્યા છે....
શું રહેશે ટિકિટનો ભાવ?
પરમિટ ફી 400 રૂપિયા
ગાઈડની ફી 400 રૂપિયા
જીપ્સીના 2 હજાર રૂપિયા
બરડા ડુંગર પર કુદરતે મનમુકીને સૌંદર્ય પાથર્યું છે. હવે આ સૌંદર્ય પોરબંદરના સ્થાનિકો જ નહીં પણ દેશ અને દુનિયાના પ્રવાસીઓ પણ માણી શકશે...સરકારના નિર્ણયથી સ્થાનિક રોજગારી વધશે, પ્રવાસનને વેગ મળશે...જેનો સીધો ફાયદો રાજ્યના અર્થતંત્રને થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે