વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયા

Vadodara Ganesh Utsav : વડોદરાના ત્રણ પંડાલોમાં અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિઓ સાથે છેડછાડ કરતાં નોંધાઈ ફરિયાદ,,, એક મૂર્તિ ખંડિત થતાં વિસર્જન બાદ નવી મૂર્તિની કરાઈ સ્થાપના,,, અજાણ્યો શખ્સ CCTVમાં થયો કેદ

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયા

Vadodara News : ગુજરાતમાં ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો. ગુજરાતના બે મોટા શહેરોમાં એક જ રાતમાં અફરાતરફી મચી હતી. સુરતના સૈયદપુરામાં વિધર્મીઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હત. આક્રોશિત લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તો વાહનોમાં પણ તોડફોડ અને આગચંપી કરી હતી. તો બીજી તરફ, વડોદરામાં વડોદરામાં ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનું કારસ્તાન કરાયું. રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ 3 ગણેશ મંડળોની ગણેશજીની મૂર્તિને તોડી ખંડિત કરાઈ હતી. 

વડોદરામાં રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખાડિયા પોળ યુવક મંડલની ગણેશ મૂર્તિને ખંડિત કરાઈ હતી. મંડળોમાં ઘૂસી અજાણ્યા શખ્સનું કારસ્તાન સામે આવ્યું. સાથે જ તેણે ગણેશ મંડળમાંથી સામાનની ચોરી પણ કરી. મૂર્તિ ખંડિત થતાં એક મંડળને ગણેશજીનું વિસર્જન કરવું પડ્યું. નવી મૂર્તિની તાત્કાલિક સ્થાપના પણ કરી દેવાઈ હતી. ત્યારે આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગણેશ મંડળે ફરિયાદ નોંધાવી છે. અજાણ્યો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 9, 2024

 

તો બીજી તરફ, શહેરના ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અર્બન 7 ના ટેરેસ ઉપર અરબી ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. અર્બન 7 ના સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો. ગણેશ ઉત્સવ દરમિયાન તમામ ટાવરના ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. જેના બાદ સ્થાનિક કાઉન્સિલર નીતિન દોંગા દ્વારા ઝંડા ઉતારી લેવાયા હતા. સમગ્ર મામલે અર્બન સેવન પોલીસ છાવણી માં ફેરવાયું.

આ વિશે સ્થાનિક કાઉન્સિલર નિતીન દોંગાએ ખુલ્લી ચીમકી આપતા કહ્યુ કે, ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં જ આવશે. વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની પણ જરૂર નહીં પડે. અરબી ઝંડા કોઈપણ જગ્યા નહીં લાગે. અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું નહિ. આ હિન્દુસ્તાન છે બધા પ્રેમથી રહો. બાકી અમે પણ મહાદેવના સંતાન છીએ. હવામાં હશે તો હવા નીકાળી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news