ભૂતિયા શિક્ષિકા બાદ હવે ભૂત શિક્ષક! બે નંબરમાં વિદેશ ગયો હોવાથી બનાસકાંઠાનો શિક્ષક હવે પાછો નહિ આવે

ghost teachers of gujarat : બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકના કેસમાં નવો વળાંક.. શિક્ષિકા ભાવના પટેલે કહ્યું, હું અમેરિકા આવી તે પહેલા લીધી હતી NOC... તો TPO  બોલ્યા, રજાના રિપોર્ટમાં નથી આપ્યું NOC

ભૂતિયા શિક્ષિકા બાદ હવે ભૂત શિક્ષક! બે નંબરમાં વિદેશ ગયો હોવાથી બનાસકાંઠાનો શિક્ષક હવે પાછો નહિ આવે

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાતભરમાં ભૂતિયા શિક્ષકોના નામ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યાં છે. ત્યારે શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે પગલા લેવાનો ગુજરાત સરકારે નિર્ણય લીછો. આ મામલો તૂલ પકડતા શિક્ષણ મંત્રીએ ગેરહાજર રહેતા શિક્ષકો સંદર્ભે બેઠક બોલાવી છે. શિક્ષણ વિભાગના અગ્રસચિવ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તો બીજી તરફ, બનાસકાંઠાની ભૂતિયા શિક્ષિકા ભાવના પટેલ વિવાદ બાદ સામે આવી છે. તેણે કહ્યું કે, હું અમેરિકા આવી તે પહેલા NOC લીધી હતી. તો TPO એ આ મામલે જવાબ આપ્યો કે, રજાના રિપોર્ટમાં NOC આપ્યું નથી. 

બનાસકાંઠાના દાંતા, વાવ બાદ હવે ભાભરની સુથારનેસડી શાળાનો શિક્ષક છેલ્લા આઠ મહિનાથી શિક્ષણ વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર વિદેશ જતો રહેતા માસૂમ બાળકોના અભ્યાસ ઉપર અસર પડતી હોવાથી વિદેશ ગયેલ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા શાળાના આચાર્યે શિક્ષણ વિભાગને લેખિત જાણ કરી છે. જેને લઈને શિક્ષણ વિભાગે શિક્ષકને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.

હું બે નંબરમાં વિદેશ ગયેલ હોઇ પાછો આવી શકું તેમ નથી
બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયા હોવાના કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે પહેલા દાંતાની પાનછા શાળાના શિક્ષક તે બાદ વાવના ઉચપા અને હવે તે બાદ ભાભર તાલુકાના સુથાર નેસડી .પે .સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક આઠ મહિનાથી કપાત પગાર રજા મૂકી અમેરિકા ગયા હોવાનું સામે આવ્યું છે,ભાભર તાલુકાના સુથાર નેસડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિપુલ પટેલ જેઓનું વતન હિરપુરા તા.વિજાપુર જી.મહેસાણા છે. તેઓ છેલ્લા સાત વર્ષથી સુથાર નેસડી શાળામાં ફરજ બજાવતા હતા. જેઓ ધોરણ 6 થી 8 માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તા.07/12/2023 થી તેઓ એન. ઓ.સી વિના શાળાને જાણ કર્યા સિવાય કપાત પગારની રજા પર ઉતરી ગયેલ છે. જેઓ અમેરિકા મુકામે સાઉથ કેરોલિના ગયા હોવાનું સામે આવ્યું છે ,શાળાના શિક્ષક વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન પર જાણ કરેલ છે કે હું બે નંબરમાં વિદેશ ગયેલ હોઇ પાછો આવી શકું તેમ નથી જેથી સુથાર નેસડી શાળાના આચાર્ય વશરામભાઈ મકવાણાએ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી તેમજ અન્ય શિક્ષકની ભરતી કરવા લેખિત રજુઆત કરી હતી, હાલ તો છેલ્લા આઠ માસથી શાળાના શિક્ષક વિપુલ ભાઈ પટેલ કપાત પગાર રજા પર ઉતરી ગયા છે. 6 થી 8 ધોરણના બાળકોને જ્ઞાન સહાયકની ભરતી કરી બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

સુથારનેસડી શાળાના આચાર્ય વશરામભાઈ મકવાણાએ જણાવ્યું કે, અમારી શાળાના શિક્ષક ગેરકાયદેસર વિદેશ ગયા છે જેથી બાળકોના અભ્યાસ ઉપર અસર પડી રહી છે.

બનાસકાંઠાના એકબાદ એક શાળાના શિક્ષકો વિદેશ ગયા હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈને શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને આવા શિક્ષકો સામે કાર્યવાહી કરી હોવાનું કહી પોતાનો બચાવ કરતા જિલ્લા શિક્ષણ અધિકારી વીનું પટેલે કહ્યું કે આવા શિક્ષકોને લઈને જેતે શાળાના તાલુકા શિક્ષણ અધિકારીઓ જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલતા હોય છે. જેમાં જિલ્લા કક્ષાએથી તેમને નોટિસ આપી તેનો પ્રત્યુત્તર લઈને કાર્યવાહી કરાય છે. જોકે સતત 90 દિવસથી ગેરકાયદેસર રજા વગર વિદેશ ગયા હોય અને તેવો 90 દિવસમાં પરત આવીને શાળામાં હાજર ન થયા હોય તો તેમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીયે છીએ. છેલ્લા ત્રણ ચાર વર્ષમાં અનિધિકૃત રીતે ગેરકાયદેસર ગેરહાજર રહેલા 34 જેટલા શિક્ષકોને નોકરી માંથીબરતરફ કર્યા છે. જિલ્લામાં શિક્ષકોનું મહેકમ વધારે હોઇ આવા ગેરકાયદેસર વિદેશ ગયા હોય અથવા દેશમાં રહેતા હોય અને શાળામાં ન આવતા હોય તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરીને તેમને બરતરફ કરવાની કાર્યવાહી સમયાંતરે કરાઈ રહી છે. 

આ મામલે બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારી વિનુ પટેલે જણાવ્યું કે, વિદેશ ગયા હોય તેવા શિક્ષકો સામે કાર્યવાહી અમારા દ્વારા કરાતી જ હોય છે. 

ભૂતિયા શિક્ષિકા બાદ હવે ભૂત શિક્ષક! બે નંબરમાં વિદેશ ગયો હોવાથી બનાસકાંઠાનો શિક્ષક હવે પાછો નહિ આવે

અમેરિકા ગયેલી ભૂતિયા શિક્ષક આખરે સામે આવી
બનાસકાંઠાના દાંતાના પાન્છા પ્રાતમિક શાળામાં ભૂતિયા શિક્ષિકા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ભૂતિયા શિક્ષિકા કેસમાં હવે ખુદ પરદેશમાં રહેતા શિક્ષિકા ભાવનાબેન પટેલ સામે આવ્યા છે. ભાવનાબેન પટેલ હાલ અમેરિકામાં  છે અને મીડિયામાં તેમના નામના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ હવે તેઓએ નિવેદન આપ્યું છે. શિક્ષિકા ભાવનાબેન પટેલે કહ્યું કે મારે અમેરિકા જવાનું હતું એટેલે મારે NOC લેવાની હતી અને હું જિલ્લા પંચાયતની NOC લઈને અમેરિકા ગઈ છું.  વીઝા માટે મને NOCની જરૂર હતી. હું NOC લઈને અમેરિકા ગઈ છું. મારી પાસે તમામ પુરાવાઓ છે અને હું ભારત પાછી આવીશ ત્યારે તમામ પુરાવાઓ આપીશે. આ કેસમાં શિક્ષિકા ભાવનાબેન પટેલે પોતાનાજ સાથી શિક્ષિકા પારૂલ મહેતા સામે આક્ષેપ લગાવ્યા છે. શિક્ષિકા ભાવનાબેન પટેલે કહ્યું કે મારી સાથી શિક્ષિકા પારૂલ મહેતાએ આ કેસની પતાવટ માટે કેટલાક લોકો સાથે મળીને 5 લાખ રૂપિયાનો વ્યવહાર કરવાની વાત કરી હતી. આપને જણાવી દઈએ કે અંબાજીના પાનસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા હાલ અમેરિકામાં છે. તેમના પર આરોપ લાગ્યો છે કે તેઓ શાળામાં ફરજ બજાવતા નથી અને અમેરિકામાં રહી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતિયા શિક્ષકોનો આજથી સર્વે
સુરેન્દ્રનગર જિલ્લાની 500 થી વધુ સરકારી શાળાઓના શિક્ષકોની હાજરી અંગે રિપોર્ટ મંગાવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં ભૂતિયા શિક્ષકો હોવાની શંકાના આધારે સર્વે શરૂ કરાયો છે. સાંજ સુધીમાં સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ ભૂતિયા શિક્ષકોની યાદી રાજ્ય શિક્ષણ વિભાગને સોંપશે. જે શિક્ષકો રજા વગર વિદેશ જતા રહ્યા હોય અથવા ગેરહાજર રહેતા હશે તો તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ ભૂતિયા શિક્ષકોને લઈ સફાળું જાગ્યું છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર હવે કાર્યવાહી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news