બનાસકાંઠાઃ સામાન્ય બાબતે થતી હતી તકરાર, ઉશ્કેરાયેલા પતિએ કરી દીધી પત્નીની હત્યા

વડગામ તાલુકાના શેરપુરા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. અહીં રહેતા એક દંપત્તિ વચ્ચે તકરાર થતી હતી. જેમાં ગુસ્સે થયેલા પતિએ કુહાડીના ઘા મારી પત્નીની હત્યા કરી છે. 
 

બનાસકાંઠાઃ સામાન્ય બાબતે થતી હતી તકરાર, ઉશ્કેરાયેલા પતિએ કરી દીધી પત્નીની હત્યા

અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામે પતિએ તકરારમાં પત્નીની હત્યા કરી છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતાના પુત્ર સમક્ષ કહ્યું કે, મેં તારી માતાને પતાવી દીધી છે. પતિ-પત્ની વચ્ચે સામાન્ય તકરાર થયા બાદ ગુસ્સે થયેલા પતિએ કુહાડીના ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં પોલીસે પતિની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. 

શું છે સમગ્ર ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર વડગામ તાલુકાના શેરપુરા ગામે નવાજી ઠાકોર અને તેમના પત્ની કુંવરબેન રહેતા હતા. બંનેને ત્રણ સંતાન છે અને તેમના લગ્ન પણ થઈ ગયા છે. આ પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતે વિવાદ થતો હતો. આ પહેલા પણ પતિ-પત્ની વચ્ચે તકરાર થી ચુકી છે. ત્યારબાદ કુંવરબેન તેના પિયરે જતા રહ્યાં હતા. આ ઘટના બાદ નવાજી ઠાકોરના પરિવારજનો કુંવરબેનને પરત લાવ્યા હતા. 

આ ઘટના બાદ ગઈકાલે સાંજના સમયે બંને પતિ-પત્ની ખેતરમાં ગયા હશે. ત્યાં ફરી કોઈ મુદ્દે બબાલ થી હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા પતિએ કુહાડીના ઘા માર્યા હતા. કુહાડીના ઘા લાગ્યા બાદ કુંવરબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર ઈજાઓ થતાં કુંવરબેનનું મોત થયું હતું. આ ઘટના બાદ નવાજી ઠાકોર ઘરે પહોંચ્યા હતા. તેમણે પોતાના પુત્રને કહ્યું કે તારી મા દરરોજ નાની-નાની બાબતે બબાલ કરી રહી હતી, જેથી મેં તેને કુહાડીના ઘા મારી પતાવી દીધી છે. 

પિતા પાસેથી માતાના મોતના સમાચાર સાંભળી પુત્ર સીધો ખેતરે પહોંચ્યો હતો. તેણે ત્યાં પહોંચી માતાને લોહીલુહાણ હાલતમાં જોયા હતા. પુત્રએ ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. માતાની હત્યા કરનારા પિતા સામે પુત્રએ વડગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પુત્રની ફરિયાદ પરથી પોલીસે હત્યારા પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news