Beware News

અમદાવાદીઓ સાવધાન માસ્ક વગર નિકળ્યાં તો કોરોના છોડી દેશે પણ પોલીસ તો નહી જ છોડે
Nov 13,2021, 16:25 PM IST
બેખોફ બાબુઓ સાવધાન! મનફાવે તેવું વર્તન કરશો તો ઘરભેગા કરી દઇશું: રાજેન્દ્ર ત્રિવેદી
અધિકારીઓની મનમાની વિજય રૂપાણી સરકારમાં ખુબ જ વધી ગઇ હોવાના આરોપો વારંવાર લાગતા રહ્યા હતા. જો કે હવે સમગ્ર મંત્રિમંડળમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓને બદલી નંખાયા છે ત્યારે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ડભોઇમાં મોટું નિવેદન આપ્યું હતું. ત્રિવેદીએ કહ્યું કે, અધિકારીઓએ હવે ભૂલનો દંડ ભોગવવો પડશે. અધિકારીઓએ પ્રજાલક્ષી કામ કરવા પડશે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આકસ્મિક સરકારી કચેરીઓની મુલાકાત લેશે. આ ઉપરાંત ધારાસભ્યો કલેકટર ઓફિસની બહાર હવે નહીં ઉભા રહે. સીધા જ કલેક્ટર ઓફીસની અંદર જઇ શકશે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવા જણાવ્યું હતું. કોર્ટમાં ચાલતા ખોટા સાક્ષીઓને પ્રાધાન્ય નહીં આપવામાં આવે. 
Oct 1,2021, 22:57 PM IST
ડાર્ક વેબસાઈટ પરથી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ડેટા ચોરતી ગેંગથી સાવધાન
ક્રાઈમબ્રાંચે એક એવી ટોળકીને ઝડપી છે જે દુશ્મન દેશ સાથે મળીને પોતાના જ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે. અને એમાં પણ હવે સાયબર ગેંગ નવી મોડસ ઓપરેન્ડી એકાઉન્ટમાંથી ના માત્ર રૂપિયા ખંખેરી લે છે પણ ઓનલાઈન શોપિંગ કરી સાયબર ક્રાઈમથી પણ બચવાનો કરે છે પ્રયાસ.અમદાવાદ ક્રાઈમબ્રાંચે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ભેજાબાજોની લોકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ખંખેરી લેવાની મોડસ ઓપરેન્ડી પોલીસને પણ વિચારતા કરી દે તેવી છે. ભારતના નાગરિક થઈને દુશ્મન દેશ પાકિસ્તાનના ભેજાબાજો સાથે મળી ભારતના જ અર્થતંત્રને આ ત્રણેય નુક્સાન પહોંચાડી રહ્યા છે એ પણ એકબીજા સાથે મુલાકાત કર્યા વગર. 
Mar 13,2021, 22:47 PM IST

Trending news