પ્રધાનમંત્રીની મહિલાઓને મોટી ભેટ, મિલકત ખરીદી માટે માત્ર 100 સ્ટેમ્પ ડ્યુટી
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામની પ્રથમ મિલકત ખરીદીમાં રાજ્ય સરકારે માત્ર 100ની સ્ટેમ્પ ડ્યૂટી ભરીને દસ્તાવેજ નોંધી દેવાનો મહત્વનો આદેશ ફરી રાજ્યભરની મહિલાઓને દિવાળી ભેટ આપી રહી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના મહેસુલ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર મહિલાઓ માટે રાજ્ય સરકારે અનેક વિધ સહાય યોજના અમલમાં મુકી છે અને અનેક લાભો પણ આપવામાં આવી રહ્યા છે. જેમાં વધારે એક નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લેવા માટે મહિલાઓને પ્રાધાન્ય આપેલું છે. પરિવારની મહિલાની મિલ્કતની પ્રથમ ખરીદીમાં મિલકત ખરીદી દસ્તાવેજમાં રાજ્ય સરકાર દ્વારા વસુલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં હવે માત્ર 100ની સ્ટેમ્પ ડ્યૂટી ભરીને દસ્તાવેજ ચુકવવાનો રહેશે.
વડાપ્રધાન આવાસ યોજનામાં મહિલાના નામની મિલકતની ખરીદી થાય તેવા હેતુથી સ્ટેમ્પ ડ્યુટી માત્ર ટોકન જેવી 100 રૂપિયા વસુલવાનો નિર્ણય કરી તેની અમલવારી થાય તે માટેના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગનાં અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઇડબલ્યુએસ-1 અને ઇડબલ્યુએસ-2 પ્રકારનાં ફ્લેટનું નિર્માણ કરવામાં આવે છે. 30-40 ચો.મીની મર્યાદામાં એક રૂમ રસોડું, બે રૂમ રસોડાના ફ્લેટ તૈયાર કરી 3.50 લાખથી 6.50 લાખની કિંમતના ફ્લેટો લાભાર્થીઓ કે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે તે તમામની સરકારે નક્કી કરેલી સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજો નોંધાયા હતા. જો કે સરકાર હવે આ કેટેગરીમાં મહિલાઓને પ્રાથમિકતા આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે